Home /News /dharm-bhakti /Oracle Speaks 15 February: તમારો ડર હવે કાબૂમાં થાય, દલીલની પરિસ્થિતિમાં તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો; ભવિષ્યમાં મદદ મળશે

Oracle Speaks 15 February: તમારો ડર હવે કાબૂમાં થાય, દલીલની પરિસ્થિતિમાં તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો; ભવિષ્યમાં મદદ મળશે

ORACLE SPEAKS

Oracle Speaks 15 February: કોઇ તમારી નજીકનું વ્યક્તિ તમને યાદ કરી રહ્યું છે. તમારા ખાસ વ્યક્તિ માટે આજે સમય કાઢવાનું ભૂલશો નહીં. ખરાબ સ્વપ્નો એ માત્ર અર્ધજાગ્રત મનનો ડર છે, તેને ગંભીરતાથી ન લો. વિપરીત લિંગની વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે.

વધુ જુઓ ...

મેષ (21 માર્ચ- 19 એપ્રિલ)


બાકી રહેલી નોકરીઓને આગળ વધારવા અને ભૂતકાળની જો કોઇ બાકી નીકળતી રકમ હોય તો તેની તપાસ કરવા માટે સારો દિવસ. હળવું ઇન્ફેક્શન અથવા માથાના દુ:ખાવા પર ધ્યાન આપો. દલીલની પરિસ્થિતિમાં તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો. ભવિષ્યમાં મદદ મળશે.

લકી સાઇન- ગાર્ડન

વૃષભ (20 એપ્રિલ – 20 મે)


દિવસની એનર્જી ખૂબ જ પાવરફૂલ છે. જેથી તમને નવું કામ અથવા વિચારો આવી શકે છે. જો કોઇ ઉધાર માટે પૂછે તો તમે સભ્યતાથી મનાઇ કરી શકો છો. આજે ચાલવાનું વધારે રાખશો, તે તમને મદદરૂપ થશે.

લકી સાઇન - બે મોરપીંછ

મિથુન (21 મે – 21 જૂન)


તમે અંદરથી ખૂબ મજબૂત હોવા છતાં આજે કોઇ તમારી લાગણીશીલ બાજુ અનુભવશે. સંતુલન જાળવવા માટે વાતચીતની કેટલીક યુક્તિઓની જરૂર પડશે. કોઈ સાથીદાર આર્થિક સહાય માટે પૂછી શકે છે, તે પ્રામાણિક હોઈ શકે છે.

લકી સાઇન- પીબલ્સ

કર્ક (22 જૂન- 22 જુલાઇ)


કોઈ જૂના પરિચિત વ્યક્તિ સાથે મુલાકાત અથવા ફરીથી જોડાવાની સંભાવના છે. હવામાન કદાચ તમારી બહાર કોઇ સાથેની મુલાકાતને ટેકો ન આપી શકે. જો તમે કોઈ કારણને ટેકો આપવાનું વિચારી રહ્યા છો, તો તમને હવે તક મળી શકે છે.

લકી સાઇન- જૂનું પેપર

સિંહ (23 જુલાઇ- 22 ઓગસ્ટ)


અચાનક કોઇ મહેમાન આવી શકે છે. કોઇ સારી એવી ટ્રીટ્સ મળી શકે છે. તમારા અટવાયેલા પૈસા મળી શકે છે. તમારો સપોર્ટ સ્ટાફ ફરિયાદ લાવી શકે છે, પ્રાથમિકતાના ધોરણે તેનો ઉકેલ લાવી શકો છો.

લકી સાઇન - પર્લ્સ

કન્યા (23 ઓગસ્ટ- 22 સપ્ટેમ્બર)


કામ પરનું વાતાવરણ અનુકૂળ લાગતું હોવાથી, તમે લાંબા સમયથી વિલંબિત વાતચીત કરવાનું પસંદ કરી શકો છો. ઘરે અને ઑફિસમાં બંને જગ્યાએ કાગળની કાર્યવાહી ચાલુ રાખો. તમે ઓછા ઊંઘ કરી રહ્યા છો, આજે રાત્રે થોડી ક્વોલિટી ઊંઘ લેવાની કાળજી લો.

લકી સાઇન - ડોરસ્ટેપ

તુલા (23 સપ્ટેમ્બર- 23 ઓક્ટોબર)


કેરિંગ બનવાથી તમે નબળા નથી પડતા. તમારા મજબૂત પોઇન્ટ્સને સામે રાખો. આજે નવી રેસીપી અજમાવવા માટે સારો દિવસ છે. તમારા સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખો.

લકી સાઇન - લાલા સ્કાર્ફ

વૃશ્વિક (24 ઓક્ટોબર- 21 નવેમ્બર)


ખરાબ સ્વપ્નો એ માત્ર અર્ધજાગ્રત મનનો ડર છે, તેને ગંભીરતાથી ન લો. વિપરીત લિંગની વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે. કોઈ જૂના મિત્રને કોલ કરીને દિવસ પસાર કરી શકો છો.

લકી સાઇન- બ્રિક વોલ

ધન (22 નવેમ્બર- 21 ડિસેમ્બર)


કોઇ તમારી નજીકનું વ્યક્તિ તમને યાદ કરી રહ્યું છે. તમારા ખાસ વ્યક્તિ માટે આજે સમય કાઢવાનું ભૂલશો નહીં. આજે સાંજે કાર્ડ્સ પર આઉટિંગ છે. રૂટિન મેડિકલ ચેકઅપ તમને મદદરૂપ થઇ શકે છે.

લકી સાઇન- નિયોન સાઇન

મકર (22 ડિસેમ્બર- 19 જાન્યુઆરી)


આજે તમે જૂની યાદો મગજમાં રહી શકે છે. રીયાલિટી ચેક તમને મદદરૂપ થઇ શકે છે. તમારા માતાપિતા તરફ ધ્યાન આપો તે તમારા અટેન્શનની રાહમાં હોઇ શકે છે. જૂની અપ્રોચ માટે નવો પ્લાન બનાવી શકો છો.

લકી સાઇન- કોપર બોટલ

કુંભ (20 જાન્યુઆરી- 18 ફેબ્રુઆરી)


તમારો ડર હવે કાબૂમાં હશે. તમને હવે ખરાબ સપનાઓ નહીં આવે, તમારો સમય બદલાઇ ગયો છે. છેલ્લા થોડા મહિનામાં તમે જે પણ મેળવ્યું છે તેના માટે તમે આભારી અનુભવશો. તમને કોઇ જવાબદારી મળી શકે છે.

લકી સાઇન- પામ ટ્રી

મીન (19 ફેબ્રુઆરી- 20 માર્ચ)


તમે તમારા પરીવારની ઇમોશનલ સપોર્ટ સિસ્ટમ છો, તેને તમારી પાસેથી વધારે સમયની આવશ્યકતા છે. નવો કોન્ટ્રાક્ટ સાઇન કરી શકો છો. રીઅલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો માટે દિવસ વ્યસ્ત હોઇ શકે છે. સરકારી અધિકારીઓને અડચણોનો અનુભવ થઇ શકે છે.

લકી સાઇન- પક્ષીઓનું ઝૂંડ
First published:

Tags: Aaj nu rashifal, Astrolgoy, Rashi bhavishya

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો