Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 15 January: જાણો કેવો રહેશે આજે તમારો દિવસ અને પારિવારીક માહોલ
ORACLE SPEAKS 15 January: જાણો કેવો રહેશે આજે તમારો દિવસ અને પારિવારીક માહોલ
ORACLE SPEAKS 15 January
ORACLE SPEAKS 15 January: આગામી કૌટુંબિક પ્રસંગ માટેની તમારી તૈયારી બધાને પસંદ આવશે. દિવસ માટે તમારી પ્રાથમિકતાઓને યોગ્ય રાખીને તમારો સમય બચાવો. તમે નવી દિનચર્યાને અનુસરવામાં સફળ રહેશો. પેન્ડિંગ નિર્ણય માટે હા પાડવાનો આ યોગ્ય સમય છે.
જો તમે કોઈ નવું કૌશલ્ય વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છો અને તેને સિદ્ધ કરવામાં સફળ રહ્યા છો, તો આગામી થોડા દિવસોમાં તે ઉપયોગી સાબિત થવાની શક્યતાઓ છે. તમે કેટલાક કામના ભારણને કારણે ઓછા પ્રયત્નોની કરી શકો છો, પરંતુ તે થોડા સમય માટે જ હશે.
લકી સાઇન- ફેધર
વૃશ્વિક (20 એપ્રિલ – 20 મે)
જો તમે નવી જવાબદારીની ગંભીરતા ન સમજી શક્યા હોત, તો તમે તેને હવે યોગ્ય રીતે સમજવાનું શરૂ કરો. વાસ્તવિકતા અને તમારી ધારણા વચ્ચે ઘણું બધું અંતર હતું. તમારાથી સિનિયર કોઈ તમને સાચી સલાહ આપી શકે છે.
લકી સાઇન – બર્ડ
મિથુન (21 મે – 21 જૂન)
તમારો મોટાભાગનો દિવસ સક્રિય બનાવો, કારણ કે તમારી એનર્જી વધારે હશે. નવીન યોજનાઓ બનાવવામાં આવી શકે છે અને ત્વરિત સિદ્ધિ મળી શકે છે. તમારા ભાઈ-બહેનને પારિવારિક બાબતોમાં તમારી મદદની જરૂર પડી શકે છે.
લકી સાઇન – સ્પાઇડર
કર્ક (22 જૂન – 22 જુલાઇ)
કોઇ બાબત પાછળ કામ કરતા તમામ તથ્યો સાથે હવે તમે સત્યને સ્પષ્ટ રીતે જોઈ શકો છો. તમે હમણાં માટે સંમત અથવા અસંમત થવાનું પસંદ કરી શકો છો. પરિસ્થિતિ ગમે તેટલી પ્રતિકૂળ હોય તો પણ કોઈને બીજી તક આપવી હિતાવહ છે. પૈસાની બાબતોનો ઉકેલ આવે.
લકી સાઇન – બે ચકલીઓ
સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)
એવું કશું જ નથી જેને કોઇન્સિડન્સ કહી શકાય અને જો કશુંક તમારા દરવાજે આવી ગયું હોય, તો તે મોટે ભાગે તમારા માટે જ હશે. થોડી ગભરામણ થઈ શકે છે. પરંતુ બધા ખૂબ જ ટૂંક સમયમાં સરખું થઇ જશે.
લકી સાઇન – સિરામિક વેસ
કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)
એવી નવી તકો છે જે તમારા દ્વાર ખટખટાવતી હોઈ શકે છે અથવા નવા વિચારો, ખાસ કરીને ઉત્તેજક વિચારો આવી શકે છે. પરંતુ તમે યોગ્ય વિકલ્પ પસંદ કરવા માટે યોગ્ય માનસિક સ્થિતિમાં નથી. નિર્ણય લેવામાં સમર્થ થવા માટે તમારે અંતરાત્માને પૂછવું પડશે.
લકી સાઇન – બ્લૂ પોટરી
તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)
કામના સ્થળે કેટલાક ગંભીર મુદ્દાઓ પર તમારે ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. તેને છેલ્લા ઘણા સમયથી મુલતવી રાખવામાં આવી રહ્યા હશે. તમે પૂરતી ઉંઘ લો અને દિવસ દરમિયાન અશાંતિને ટાળો. કોઈ મિત્ર સાંજે મુલાકાત લઈ શકે છે.
લકી સાઇન – સ્પેરો
વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)
આગામી કૌટુંબિક પ્રસંગ માટેની તમારી તૈયારી બધાને પસંદ આવશે. દિવસ માટે તમારી પ્રાથમિકતાઓને યોગ્ય રાખીને તમારો સમય બચાવો. તમે નવી દિનચર્યાને અનુસરવામાં સફળ રહેશો. પેન્ડિંગ નિર્ણય માટે હા પાડવાનો આ યોગ્ય સમય છે.
લકી સાઇન – નાઇટિંગલ
ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)
તમારી અગવડતાના ઘણા કારણો છે પરંતુ ટૂંક સમયમાં જ તમને સકારાત્મક સમાચાર પ્રાપ્ત થશે. એનર્જી હવે તમારી અંદર એક નવો ઉત્સાહ પેદા કરવા તરફ વળશે. તમારા માટે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારો પરીવાર તમારી સલાહ લેશે નહીં.
લકી સાઇન – સ્ટ્રીટ ડોગ
મકર (22 ડિસેમ્બર- 19 જાન્યુઆરી)
અત્યારથી વધુ પ્રેક્ટિસ કરવાથી તમારો સમય બચશે. આ બાબત તમને નવી સ્કિલ શીખવામાં મદદરૂપ થશે. તમારી પોઝીશન પર ઘણા લોકોની નજર હોઇ શકે છે. અડધો દિવસ તમારા માટે થોડો હેક્ટિક રહેશે.
લકી સાઇન – પક્ષીઓનું જૂથ
કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)
તમારા વ્યક્તિગત જીવનની પ્રગતિમાં વિલંબ માટે કેટલાક અજાણ્યા પરિબળો જવાબદાર હોવાની સંભાવના છે. તર્કસંગત નિર્ણય તમને આગળ વધવામાં મદદ કરી શકે છે. તમારા જીવનસાથીની અનિયમિત વર્તણૂક તમને ચોંકાવી શકે છે.
લકી સાઇન – ગાય
મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)
તમારી જાતને રજૂ કરવા આ એક સારો દિવસ છે. કંઇક નવી બાબત તમારી સારી આદત બની શકે છે. ગત વર્ષે તમને મળેલી સફળતાઓ માટે આભારી રહો. નવી તકો મળશે. તમારા કામની ગુણવત્તામાં કોઇ ઘટાડો કરશો નહીં.
લકી સાઇન – દેડકો
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર