Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 14 November: જીવનસાથીની શોધમાં રહેલા જાતકોને કોઈ સાથે મુલાકાત થઈ શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

ORACLE SPEAKS 14 November: જીવનસાથીની શોધમાં રહેલા જાતકોને કોઈ સાથે મુલાકાત થઈ શકે, જાણો કેવો રહેશે આજનો દિવસ

ORACLE SPEAKS 14th Nov

ORACLE SPEAKS 14 November: વિદેશ પ્રવાસની યોજના બનાવી રહેલા જાતકો માટે હવે સારો સમય રહેશે. પ્રખ્યાત સ્થળે શાળામાં પ્રવેશ માટે પ્રયાસ કરી રહેલા જાતકો માટે અત્યારે પ્રવેશની શક્યતા ઓછી છે. તમારે મુશ્કેલીના ઉકેલ માટે તમારી જરૂરિયાતોને સરળ બનાવવાની જરૂર પડી શકે છે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  મેષ (Aries) : 21 માર્ચથી 19 એપ્રિલ


  તમારે અસલામતીની ભાવના, ભાવનાત્મક નબળાઈ અને ટ્રસ્ટ ઈશ્યુ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. કામના કારણે તમે વિચાર્યું નહોતું તેવો થોડો વધારાનો થાક લાગી શકે છે. જો તમે તેના વિશે ઉત્સાહી ન હોવ, તો તેને જવા દો.

  લકી સાઈન - રોઝ ક્વાર્ટ્ઝ

  વૃષભ: 20 એપ્રિલથી 20 મે


  બિનજરૂરી તણાવ અને મૂંઝવણ કામમાં વિલંબ તરફ દોરી શકે છે. તમે ધાર્યું હોય તેના કરતા વધારે કામ કરો છો. કોઈ વસ્તુ અથવા કોઈના વિશે કોઈ નિર્ણાયક વિચારો ન કરવાનો સમય છે. કોઈ નિર્ણય લેતા પહેલા તમારા ફેક્ટ તપાસી લો.

  લકી સાઈન - ટોપાઝ

  મિથુન : 21 મેથી 21 જૂન


  તમને નસીબનો ઝટકો લાગી શકે છે. તે લાંબાગાળાના ધ્યેયની તમારી દિશા તરફનું પહેલું પગલું હોઈ શકે છે. તમારા કોમ્યુનિકેશનને સરળ અને મુદ્દાસર રાખો.

  લકી સાઈન - પાઈરાઈટ ક્રિસ્ટલ

  કર્ક: 22 જૂનથી 22 જુલાઈ


  આજે તમે આત્મવિશ્વાસ અનુભવી શકો છો. આ વિશ્વાસ ઉર્જા સાથે સંકલિત હશે. તમારા જીવનસાથી તમારો સપોર્ટ હોઈ શકે અને કેટલીક ઉપયોગી સલાહ આપી શકે છે. બાળકો રજા માટે ઉત્સુક હોઈ શકે છે અને તેનું આયોજન આગામી દિવસોમાં થઈ શકે છે.

  લકી સાઈન - વાદળી ક્રિસ્ટલ

  સિંહ: 23 જુલાઈથી 22 ઓગસ્ટ


  તમે તમારી જાતને બહાદુર ગણી શકો અને તમારે બહાદુરી દર્શાવવાની જરૂર પડી શકે છે. પરિવારને મોટા પાયે ટેકાની જરૂર પડી શકે છે. નોકરી ધંધે પ્રશ્નો એક પછી એક ઉકેલાય તેવી શક્યતા છે.

  લકી સાઈન - સ્વચ્છ ક્વાર્ટ્ઝ

  કન્યા : 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર


  તમે તમારી દિનચર્યામાં જે ફેરફારો વિશે વિચાર્યું હશે તેનો અમલ કરવા માટે સારો દિવસ છે. તમને ખૂબ સારી તક મળી શકે છે અને તે વર્ક સ્પેસમાં એક નવું આયામ ઉમેરી શકે છે. પડોશની બાબતોથી દૂર રહેવું હિતાવહ છે.

  લકી સાઈન - નીલમણિ

  તુલા: 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર


  કોઈ તમારા હોદ્દા અને શક્તિનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે. તમારે જાગૃત રહેવાની અને વાતચીતને પોઈન્ટ સુધી રાખવાની જરૂર છે. તમે પરિવર્તન લાવવા માટે ગ્રહણશીલ છો.

  લકી સાઈન - મેલાકાઇટ

  વૃશ્ચિક: 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર


  કેટલીકવાર આપણે સામાન્યમાં અસામાન્ય શોધી લઈએ છીએ. તમને કોઈ પ્રતિષ્ઠિત સંસ્થા તરફથી કામ માટે સારી લીડ મળી શકે છે અને બીજા સ્રોતથી આવક મેળવવાની તક તમારા મગજમાં આવી શકે છે.

  લકી સાઈન - એમિથિસ્ટ

  ધન: 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર


  તમારી જાતને શ્રેષ્ઠ ક્ષમતા સાથે રજૂ કરો અને આજના દિવસ માટે તમારી પ્રાથમિકતાઓને સ્પષ્ટ રાખો. લાંબા સમયથી અટકેલી નોકરીઓ પર ધ્યાન આપવામાં આવી શકે છે. જીવનસાથીની શોધમાં રહેલા જાતકોને કોઈ સાથે મુલાકાત થઈ શકે છે. કોઈપણ પ્રકારના વેપારમાં સારા પરિણામ દેખાઈ શકે છે.

  લકી સાઈન - સી શેલ

  મકર: 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી


  જીવનની ગતિશીલતામાં પરિવર્તન આવી રહ્યું છે. ભૂતકાળની પેટર્ન તૂટી ગઈ છે અને નવી રચનાઓ થઈ રહી છે. મૂવમેન્ટમાં સ્થિર રહેવા માટે તમારે તમારા પગને જમીન પર જકડી રાખવા જરૂરી છે. થોડા સમય માટે બીજાને લોન આપવાનું ટાળો.

  લકી સાઈન - જેડ પ્લાન્ટ(લકી પ્લાન્ટ)

  કુંભ: 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી


  તમે કોઈ મુશ્કેલ સ્થળ અથવા પરિસ્થિતિમાં પટકાઈ શકો છો. આ સાથે તમે સતત બદલાતી પરિસ્થિતિથી થાક અને ચીડ અનુભવી શકો છો. થોડો આરામ ખૂબ જરૂરી છે.

  લકી સાઈન - સોલ્ટ લેમ્પ

  મીન: 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ


  વિદેશ પ્રવાસની યોજના બનાવી રહેલા જાતકો માટે હવે સારો સમય રહેશે. પ્રખ્યાત સ્થળે શાળામાં પ્રવેશ માટે પ્રયાસ કરી રહેલા જાતકો માટે અત્યારે પ્રવેશની શક્યતા ઓછી છે. તમારે મુશ્કેલીના ઉકેલ માટે તમારી જરૂરિયાતોને સરળ બનાવવાની જરૂર પડી શકે છે.

  લકી સહી - આરસનું ટેબલ
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology in gujarati

  विज्ञापन
  विज्ञापन