Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 12 November: આ રાશિના જાતકોએ સ્વાથ્યની કાળજી અવશ્ય લેવી, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 12 November: આ રાશિના જાતકોએ સ્વાથ્યની કાળજી અવશ્ય લેવી, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 12th Nov

ORACLE SPEAKS 12 November: આજનો દિવસ ચોક્કસ સામાન્ય કરતાં તમને વધુ સશક્ત અનઉભાવ કરાવશે. તમારી યોજનાઓ રજૂ કરવા માટે સારો દિવસ હોઈ શકે છે. દરેક વિગતની અગાઉથી ચર્ચા કરવાનું સુનિશ્ચિત કરો અને આખરી સમય માટે કોઈ સરપ્રાઈઝ ન રાખો.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  મેષ: 21 માર્ચ-19 એપ્રિલ


  દિવસની શરૂઆત લાગણીના તણાવથી ભરેલી હોઈ શકે છે, પરંતુ ટૂંક સમયમાં મન શાંત થઈ શકે છે.તાજેતરમાં જ મળેલા નવા અસાઇનમેન્ટ માટે પ્રયત્નશીલ રહો. વર્કને પ્રાથમિકતા આપવામાં આવશે.

  લકી સાઇન - સોનેરી ઝાકળ

  વૃષભ : 20 એપ્રિલ-20 મે

  કાર્ય હાથમાં લઈને વચન આપ્યા મુજબ તેને પૂર્ણ કરીને પોતે જ નવાઈ પામી શકો છો. ઘણી જગ્યાએ થતી નન્હૈ મોટી દલીલો તમને થોડા સમય માટે વ્યથિત કરી શકે છે. લોન/નાણાકીય સહાય માટે અરજી કરેલ હોય તેને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે.

  લકી સાઇન - ટેડપોલ

  મિથુન: 21 મે - 21 જૂન


  સમયપાલનની આદત મદદરૂપ સાબિત થશે. મોટાભાગના કામ આરામથી સમયમર્યાદામાં પૂર્ણ થતા જોઈ શકો છો. એક નવી અને રોમાંચક તક ટૂંક સમયમાં તમારા માર્ગે આવી રહી હોય તેવું લાગે છે.

  લકી સાઇન - ફુવારો

  કર્કઃ 22 જૂન-22 જુલાઇ


  પ્રાથમિકતાના આધારે કાર્ય પૂર્ણ કરવા માટે એક પરિમાણ નક્કી કરવાની જરૂર છે. કેટલીક મહિલા સહકર્મીઓ તમારા કાર્યક્ષેત્રમાં અવરોધ પેદા કરી શકે છે. ટૂંકી સફર કે જેનું આયોજન કરવામાં આવી રહ્યું હતું તે હાલ પૂરતું મોકૂફ થઈ શકે છે.

  લકી સાઇન - ફ્લોરલ ડિઝાઇન

  સિંહ રાશિ: 23 જુલાઈ- 22 ઓગસ્ટ


  આજનો દિવસ ચોક્કસ સામાન્ય કરતાં તમને વધુ સશક્ત અનઉભાવ કરાવશે. તમારી યોજનાઓ રજૂ કરવા માટે સારો દિવસ હોઈ શકે છે. દરેક વિગતની અગાઉથી ચર્ચા કરવાનું સુનિશ્ચિત કરો અને આખરી સમય માટે કોઈ સરપ્રાઈઝ ન રાખો.

  લકી સાઇન - મીણબત્તી સ્ટેન્ડ

  કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


  તમારા મનમાં ચાલતા વિચારો સાંભળો તે તમને આગળના પ્રયાસો માટે માર્ગદર્શન આપી શકે છે. જો સહભાગી તરીકે કોઈપણ ચર્ચામાં સામેલ થશો, તો તમારો અભિપ્રાય મહત્વપૂર્ણ રહેશે. કંપનીના ગ્રહકો બીજાઓ કરતા તમારા પર વધુ વિશ્વાસ કરવાનું શરૂ કરી શકે છે.

  લકી સાઇન - પાયરાઇટ ક્રિસ્ટલ

  તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


  કેટલીક ગેરસમજણો હવે દૂર થઈ શકે છે. તમારો દિવસ વ્યસ્ત અને નિયમિત કામથી ભરેલો હોઈ શકે છે. તમારા વેકેશનમાં ફરજનો ફોનકૉલ કે કોઈ વિક્ષેપ આવી શકે છે. તમારી સંભાળ રાખો. કારણ કે ચેપની શક્યતા છે.

  લકી સાઇન - સ્વિંગ

  વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


  આજે ઉપરી અધિકારીઓ તમારાથી ખુશ હોઈ શકે છે. તમે તમારું હોમવર્ક અગાઉથી સારી રીતે કરવાની ટેવ કેળવી શકો છો. બિનજરૂરી જોખમ ન લો. તબીબી મદદની જરૂર પડી શકે છે, જો કે રિકવરી ઝડપી થશે.

  લકી સાઇન - નવું બિલબોર્ડ

  ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


  સામાન્ય કરતાં ધીમો દિવસ. સ્થાવર મિલકતના મામલામાં કોઈ તમારી મદદ લઈ શકે છે. જો તમે લાંબા સમય સુધી કોઈ વસ્તુ પર કામ કરો છો, તો તમને તમારા અભિગમને બદલવા અથવા નવેસરથી કરવાનું મન થઈ શકે છે. ચાલવા જવાથી મન શાંત થઇ શકે છે.

  લકી સાઇન - ગ્રીન કવર

  મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


  તમારા દૂર રહેતા મિત્ર સાથે જોડાયેલા રહેવું વ્યવસાય માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આજના દિવસે કામ અને આનંદમય સમય નું મિશ્રણ છે. તમારા સામાનનું ધ્યાન રાખો. પાચન અથવા એસિડિટીની સમસ્યા ઊભી થઈ શકે છે.

  લકી સાઇન - પોખરાજ

  કુંભ: 20 જાન્યુઆરી - 18 ફેબ્રુઆરી


  તમને કોઈ પ્રભાવશાળી અને સંશોધન કરવા યોગ્ય વ્યક્તિ મળવાની શક્યતા છે. તમને ઘર અને કાર્યસ્થળ બંને જગ્યાએ વસ્તુઓ વ્યવસ્થિત કરવા માટે સમય મળી શકે છે. તમારી માતાને ચિંતાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તમારે તબીબી સલાહ અથવા ઉપચારની જરૂર પડી શકે છે.

  લકી સાઇન - તાજ

  મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


  કોઈ જરૂરી કાર્ય અત્યારે પહોંચની બહાર દેખાઈ શકે છે. તમારી આસપાસ ગોસિપ કરનારાઓ હોઈ શકે છે, તેમને અવગણવા જોઇએ. પરિવારના સભ્યો હંમેશની જેમ દિલાસો આપશે. વ્યાયામ ખૂબ આવશ્યક છે.

  લકી સાઇન - પેઇન્ટિંગ
  First published:

  Tags: Dharma bhakti

  विज्ञापन
  विज्ञापन