Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 12 January: આ રાશિના લોકોને કરવું પડશે વધારે કામ, જાણો આપનું રાશિ ભવિષ્ય શું કહે છે

ORACLE SPEAKS 12 January: આ રાશિના લોકોને કરવું પડશે વધારે કામ, જાણો આપનું રાશિ ભવિષ્ય શું કહે છે

ORACLE SPEAKS 12 January

ORACLE SPEAKS 12 January: આજે કોઈ નવી વ્યક્તિ તમારા માટે કામ પર ખૂબ જ જરૂરી રાહત લાવી શકે છે. કામ માટેના સમયસર રીમાઇન્ડર તમને બિનજરૂરી અને વધારાના કામથી બચાવશે. તમારા સૌથી વ્યસ્ત સમયમાં પણ તમારા પરિવારના સંપર્કમાં રહેવાથી સંતુલન જળવાઈ રહે છે.

વધુ જુઓ ...

  મેષ: 21 માર્ચ-19 એપ્રિલ


  શક્ય છે કે આજે તમારી આળસની વૃત્તિ પાછી આવી ગઈ છે અને તમે તમારા હાથમાં રહેલા કામોનો આળસને કારણે બિનજરૂરી રીતે લંબાવી શકો છો. તમે કેટલીક રિટેઈલ થેરાપીમાં પણ સામેલ થઈ શકો છો. આજે તમને તમારી ઉર્જા એકત્રિત નહી પણ થોડી વિખરાઈ ગયેલી જણાશે.

  લકી સાઈનઃ પ્રિઝમ

  વૃષભ: 20 એપ્રિલ-20 મે


  આસપાસના ખાસ અને નજીકના સંબંધોને સતત સાર સંભાળની જરૂર હોય છે. તમારા જીવનસાથીને આ પ્રયત્નો વધુ વખત કરવા પડી શકે છે જેથી સારસંભાળ અને દેખભાળ કરી શકાય. જો પરિસ્થિતીઓ ક્યારેક વધુ પડતી રીતે તમારી વિરુદ્ધ હોય, તો તેનાથી દૂર રહેવું સારું છે. કામના કલાકોનો મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.

  લકી સાઈનઃ કાચની લીલી બોટલ

  મિથુન: 21 મે - 21 જૂન


  આજે કોઈ નવી વ્યક્તિ તમારા માટે કામ પર ખૂબ જ જરૂરી રાહત લાવી શકે છે. કામ માટેના સમયસર રીમાઇન્ડર તમને બિનજરૂરી અને વધારાના કામથી બચાવશે. કેટલીક રમતગમતની પ્રવૃત્તિમાં જોડાવાથી આજે તમે વધુ ઉર્જાવાન મહેસૂસ કરશો.

  લકી સાઈનઃ ફુવારો

  કર્ક: 22 જૂન-22 જુલાઈ


  તમારા સૌથી વ્યસ્ત સમયમાં પણ તમારા પરિવારના સંપર્કમાં રહેવાથી સંતુલન જળવાઈ રહે છે. આવું કરવાથી તમે તેમનો સપોર્ટ મેળવી અને સ્થિર રહી શકશો. સુખાકારીની પ્રવૃત્તિ આધ્યાત્મિક રસ ધરાવતી સાબિત થઈ શકે છે. નેતૃત્વ અને સહયોગની તક ટૂંક સમયમાં તમારી પાસે આવી રહી છે.

  લકી સાઈનઃ એન્ટિક ઘડિયાળ

  સિંહ: 23 જુલાઈ- 22 ઓગસ્ટ


  ભૂતકાળમાં જો તમે કોઈને ભૂલથી દુ:ખ પહોંચાડ્યું હોય તો શક્ય છે કે તે વ્યક્તિએ હજી સુધી તેની માટે તમને સંપૂર્ણ રીતે માફ ન કર્યા હોય. જો કે હવે તે બાબતને પાછળ છોડીને સમાધાન કરવાનો પ્રયત્ન કરી શકાય છે. નજીકના મિત્રો નાની યાત્રાનું આયોજન કરી શકે છે.

  લકી સાઈનઃ સ્વચ્છ આકાશ

  કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


  આજે કોઈ લોકપ્રિય અને જાણીતી વ્યક્તિ તમારા કામ પર ધ્યાન આપી શકે છે અને તમારો સંપર્ક પણ કરી શકે છે. આ કોઈ રેફરન્સ દ્વારા થઈ શકશે. આ સમય એવો હશે કે જ્યાં તમે તમારા કામ વિશે શંકા અનુભવવાનું શરૂ કર્યું હતું. જો કે હવા તમારે શંકા છોડી અને તમારી વૃત્તિ પર વિશ્વાસ કરવાની જરૂર છે.

  લકી સાઈનઃ ક્રમશઃ ગોઠવેલા આંકડા

  તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


  કોઈપણ નાની પરિસ્થિતિને સારી રીતે સંચાલિત ન કરવાને કારણે કાર્યસ્થળ પર શાંતિપૂર્ણ વાતાવરણ સંપૂર્ણ રીતે ખોરવાઈ શકે છે. તમને વધારાનું કામ મળી શકે છે, જેનું તમે અગાઉથૂ આયોજન ન કર્યું હોય. કોઈ જૂના મિત્રની અજ્ઞાત રીતે આવવાની અપેક્ષા દેખાઈ રહી છે.

  લકી સાઈનઃ સિલ્ક સ્કાર્ફ

  વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


  કાર્યસ્થળ પર હવે વિકસતી પરિસ્થિતિનું ધ્યાન રાખો. તમારી ઈન્વોલ્વમેન્ટ હવે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પડોશમાં કોઈ અવ્યવસ્થા વિક્ષેપનું કારણ બની શકે છે. રોમેન્ટિક બાબતોમાં પ્રગતિ જોવા મળી શકે છે.

  લકી સાઈનઃ નેટ

  ધનુ: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


  આજે કદાચ તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. ધીમો અને એકવિધ દિવસ હોવાની અનુભૂતિ થઈ શકે છે જો કે થોડા જ સમયમાં દિવસ યોગ્ય હોવાનુ લાગી શકે છે. તમે વહેલા થાકી જવાને કારણે વહેલા સૂઈ શકો છો. તમે લોંગ ડિસ્ટન્સ વાતચીતમાં સામેલ થાવ તેવી સંભાવના છે.

  લકી સાઈનઃ ફ્લોરલ પેટર્ન

  મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


  તમે ભાગીદારી અથવા સહયોગની નવી તક માટે તૈયારી કરી શકો છો. રસ્તો સ્પષ્ટ અને સીધો દેખાઈ શકે છે પરંતુ ફાઈન પ્રિન્ટ ચોક્કસથી વાંચો. તમને તમારી ટીમ સાથે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેની ટૂંક સમયમાં નોંધ લેવાની જરૂર પડી શકે છે.

  લકી સાઈનઃ બ્લૂ શૂઝ

  કુંભ: 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી


  જો તમે ફેસ વેલ્યુ પર વસ્તુઓ સ્વીકારવા તૈયાર હોવ તો આ એક સરળ દિવસ હોઈ શકે છે. થાક લાગવો સામાન્ય છે, તમારી જાતને થોડો વિરામ લેવા દો. કાર્યનું મૂલ્યાંકન કરતા પહેલા ખાતરી કરો કે તમારી માહિતી સાચી છે. તમને આ એકવિધતા ટૂંક સમયમાં તોડવાનું મન થશે.

  લકી સાઈનઃ વોટર બોડી

  મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


  કોઈ સારા મિત્રને પારિવારિક બાબતોમાં મદદની જરૂર પડી શકે છે. પ્રયાસ કરો કે જેને તમે સારી રીતે જાણતા ન હોવ તેવા કોઈપણ વ્યક્તિની ટીકા ન કરો. બચાવેલ ફંડ હવે મદદરૂપ સાબિત થઈ શકે છે. નિર્ણય લેવા માટે થોડી પ્રેક્ટિસની જરૂર પડી શકે છે.

  લકી સાઈનઃ નવો વાસ
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology, Astrology in gujarati

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन