Home /News /dharm-bhakti /Oracle Speaks 11 Nov: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યાવસાયિક સ્થિતિ, શું છે લકી સાઇન?

Oracle Speaks 11 Nov: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યાવસાયિક સ્થિતિ, શું છે લકી સાઇન?

ORACLE SPEAKS 11th Nov

Oracle speaks 11 Nov: તમે કારણ વગર જેમાં વિલંબ કરી રહ્યા છો તેને એક વખત ચકાસો. ખાસ કરીને ઘરેલું મોરચે કોઈ મહત્ત્વની બાબતમાં તમારું ધ્યાન જરૂરી હોઈ શકે છે.

  મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)


  તમને કોઇ નવું અસાઇન્મેન્ટ મળી શકે છે અને તેના દ્વારા તમારા જીવનમાં એક મોટી તક આવી શકે છે. તો તકને ઝડપવાનું ચૂકશો નહીં. કોઇ ટાસ્કને સારી રીતે પર્ફોર્મ કરવાની ચિંતામાં તમે નર્વસ થઇ શકો છો. આજે અચાનક તમને રોકડ પ્રવાહ મળી શકે છે.

  લકી સાઇન – બુકેટ

  વૃષભ (20 એપ્રિલ – 20 મે)


  જો તમે કોઇ બાબત અંગે સહમતિ ન ધરાવતા હોય તો હાલ પેચ અપ કરવાનું ટાળવું સલાહભર્યુ છે. તમે આયોજીત કરેલ અસાઇન્મેન્ટ યોગ્ય રીતે કાર્ય કરશે અને તમને સારા રીવ્યૂઝ પણ મળી શકે છે. કામના લીધે નાની ટ્રિપ પર જવાનું થઇ શકે છે.

  લકી સાઇન – જેડ પ્લાન્ટ

  મિથુન (21 મે – 21 જૂન)


  આજના દિવસે તમે કોઇ એવા રસપ્રદ વ્યક્તિને મળી શકો છો જે તમારા પર એક સારો પ્રભાવ છોડી જશે. દરેક સમયે તમારે ખૂબ સાવધાની રાખવાની અને સતર્ક રહેવાનું ખૂબ જરૂ છે. જો હાલમાં જ તમે કોઇ કિંમતી વસ્તુ ગુમાવી છે તો તે હવે પરત મળી શકે છે.

  લકી સાઇન – આઇરન ટાવર

  કર્ક (22 જૂન – 22 જુલાઇ)


  કોઇ ઇન્ટરનેશનલ તક અથવા તો ક્લાયન્ટ તમારા માટે ગૂડ ન્યૂઝ લાવી શકે છે. તમે જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા તે અસાઇન્મેન્ટ અપ્રૂવ થઇ શકે છે. તમારું સ્વાસ્થ્ય જોખમાઇ શકે છે તેથી પૂરતી સાવચેતી રાખવી સલાહભર્યુ છે.

  લકી સાઇન – કુશન

  સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)


  તમે કારણ વગર જેમાં વિલંબ કરી રહ્યા છો તેને એક વખત ચકાસો. ખાસ કરીને ઘરેલું મોરચે કોઈ મહત્ત્વની બાબતમાં તમારું ધ્યાન જરૂરી હોઈ શકે છે. નજીકના મિત્ર તરફથી તમને સકારાત્મક સમાચાર મળી શકે છે.

  લકી સાઇન – સ્ટ્રાઇપ્સ

  કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)


  અનેક અવરોધો તમારા કામ કરવાની ઝડપને અસર કરી શકે છે. રેગ્યુલરની સરખામણીએ તમારે અમુક બાબતો વધારે પોતાને પુશ કરવાની જરૂર પડી શકે છે. તમે જેની રાહ જોઇ રહ્યા છો તે પેમેન્ટ હવે તમને મળી શકે છે અને તમારો દિવસ સુધરી શકે છે.

  લકી સાઇન- કોફી શોપ

  તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)


  કોઇ નવું પરીચિત વ્યક્તિ તમારી લાઇમલાઇટ છીનવી શકે છે. જોકે, તે થોડા સમય પૂરતું હોઇ શકે છે. કોઇ ઓનલાઇન કોર્સ કે ટ્યૂટોરિયલ તમને ભાગ લેવા માટે રસપ્રદ લાગી શકે છે. આત્મવિશ્વાસની ભાવના તમને પ્રેરિત રાખી શકે છે.

  લકી સાઇન – રેબિટ

  વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)


  તમે કરેલું રોકાણ ચિંતાનું કારણ બની શકે છે. કાર્યસ્થળે તમારી ટીમ તમારી ધારણા કરતા વધારે કામ કરી શકે છે. જો કોઇ વ્યક્તિ તમારા ઘરે તમારી સલાહ માંગવા માટે આવે છે તો તમારે તેને ગંભીરતાથી લેવી જોઇએ.

  લકી સાઇન – ફૂટબોલ મેચ

  ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)


  કામની કોઇ તકના કારણે તમારે ટ્રાવેલિંગ કરવું પડી શકે છે. ઘરની બાબતમાં આજે તમારે કોઇ પ઼ડકારોનો સામનો કરવો પડી શકે છે. દરરોજના રૂટીનમાંથી શાંતિ મેળવવા તમે આઉટિંગ કરી શકો છો.

  લકી સાઇન – સોલન પેનલ

  મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)


  તમારી તૈયારી પૂરતી ન હોઇ શકે અને તેના કારણે તમે ચિંતિત અનુભવી શકો છો. તમે તમારા માધ્યમથી પણ ઉપરની વસ્તુને નિશાન બનાવી શકો છો. તમારી ઇન્ડસ્ટ્રીમાંથી કોઇ સિનિયર તમને એક યાદ રાખવા જેવી સલાહ આપી શકે છે.

  લકી સાઇન – ક્રિસ્ટલ વેસ

  કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)


  જો તમે પરેશાન કરતા લોકોથી દૂર રહેવા માંગો છો તો તેમ કરવાનું ભૂલશો નહીં. અમુક બાબતો હોઇ શકે છે જે તમને પરેશાન કરી શકે છે. તમારી અંદરની અવાજને સાંભળવી સલાહભર્યુ છે. સેલ્ફ-રીફ્લેક્શન માટે થોડું મેડિટેશન કરો.

  લકી સાઇન – હનીબી

  મીન (19 ફેબ્રુઆરી – 21 માર્ચ)


  કોઇ દૂરથી રોમેન્ટિક રીતે તમને પસંદ કરી રહ્યું છે અને તમારા વિશે વિચારી રહ્યું છે. તમારા કાર્યને વિસ્તૃત કરવા માટે કોઇ નવો અભિગમ અથવા તો સલાહ મદદરૂપ થઇ શકે છે. તમારી કુશળતા અન્ય લોકો સામે પ્રસ્તુત કરવાની તક તમને જલદી જ મળી શકે છે.

  લકી સાઇન – પોટરી આર્ટ
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Astrology, Astrology in gujarati, Dharm Bhakti

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन