Home /News /dharm-bhakti /Oracle Speaks 11 January: આ રાશિના જાતકો માટે ટૂંક સમયમાં ઉભરશે નવા કામના માર્ગો, નજીકના મિત્રો સપડાશે આર્થિક મુશ્કેલીમાં

Oracle Speaks 11 January: આ રાશિના જાતકો માટે ટૂંક સમયમાં ઉભરશે નવા કામના માર્ગો, નજીકના મિત્રો સપડાશે આર્થિક મુશ્કેલીમાં

Oracle Speaks જાણો આજનું રાશિફળ

Oracle Speaks 11 January: જો તમે કોઇ બાબતને ઉકેલી શકતા નથી અથવા તો ભૂલી શકતા નથી તો તેને જતું કરવામાં જ સમજદારી છે. તમે રોમેન્ટિક ઇન્ટરેસ્ટ તરીકે કોઇને મળી શકો છો. હાલ તમારા મગજમાં અનેક ઇનોવેટિવ વિચારો આવી રહ્યા હશે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)


  તમે હવે કોઈની વિનંતી અંગે ગંભીરતાથી પુનર્વિચારણા કરી શકો છો. અચાનક બીજાને નિ:સ્વાર્થપણે મદદ કરવાની વૃત્તિ પણ અનુભવી શકો છો. તમે જેને મદદ કરી હતી તે તમારો ઉપકાર ચૂકવી શકે છે અને તમને મદદરૂપ બની શકે છે.

  લકી સાઇન – પીઅર ટ્રી

  વૃષભ (20 એપ્રિલ – 20 મે)


  તમારી છૂપાયેલી લાગણીઓને વ્યક્ત કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે, તેથી તમારે તેને વધારે છૂપાવવી જોઇએ નહીં. આજે તમે ભાવનાત્મક રીતે નબળાઇ પણ અનુભવી શકો છો. તમારા મનને ખાલી કરો, જેથી તમે વસ્તુઓને સારી રીતે સમજી શકો.

  લકી સાઇન – સેલેનાઇટ

  મિથુન (21 મે – 21 જૂન)


  યોગ્ય પસંદગી માટે તમને તમારી મેચ્યોરીટી મદદરૂપ થઇ શકે છે અને તેના દ્વારા જ તમે મુશ્કેલ કાર્ય પાર પાડી શકો છો. તમારા પરીપ્રેક્ષ્યમાં વિસ્તૃતિકરણ અને સુધારો અન્ય લોકો દ્વારા ધ્યાનમાં લેવામાં આવી શકે છે. આ સપ્તાહમાં સ્વાસ્થ્ય થોડું લથડી શકે છે, તેથી સાવચેત રહેશો અને તબિયત ખાસ સાચવશો.

  લકી સાઇન – જ્યુટ બાસ્કેટ

  કર્ક (22 જૂન – 22 જુલાઇ)


  તમારા મતે કોઈ ચોક્કસ કાર્યમાં તમે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હશે, પરંતુ તેને સરાહના કે અપ્રૂવલ મળી શકશે નહીં. કાર્યસ્થળ પર સકારાત્મક હિલચાલ થઈ રહી હોય તેવું લાગી શકે છે, પરંતુ તે સામાન્ય કરતા ધીમી રહેશે. કોઈ તમારી પરત ફરવાની રાહ જોઈ રહ્યું હશે.

  લકી સાઇન – મેગેઝીન સ્ટેન્ડ

  સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)


  ઊંડાણપૂર્વકની અને અર્થપૂર્ણ વાતચીત કરવા માટે આ એક યોગ્ય દિવસ છે. તેમાંથી સમજ મેળવવા માટે તમારે યોગ્ય રીતે આ વાતચીતમાં ભાગ લેવો પડી શકે છે. એક નવું અને અસરકારક રૂટિન હવે ક્ષિતિજ પર છે, તેથી તમારી જાતને તૈયાર રાખશો.

  લકી સાઇન – મોરપીંછ

  કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)


  અન્ય લોકોની ભૂલ તમારા મન પર ઊંડી છાપ છોડી શકે છે, પરંતુ સમય સાથે તેને માફ કરવું અને ભૂલી જવું જોઇએ. તમારા કોઇ અંગત અને ખાસ વ્યક્તિ માટે તમે સરપ્રાઇઝ પ્લાન કરી શકો છો. તમારા મનમાં લાંબા સમયથી રહેલી મૂંઝવણ હવે સાફ થઇ શકે છે.

  લકી સાઇન – પીળો નીલમ

  તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)


  તમારા સમાચાર પહોંચી શકે છે અને કોઈ વ્યક્તિ જે તમને ક્યારેય મળી નથી તે તમારો સંપર્ક કરી શકે છે. જે લોકો મહત્વના છે તેમના માટે સમય કાઢવાનો પ્રયાસ કરો. જો તમે સાધનો અથવા સ્પેરપાર્ટ્સના વ્યવસાયમાં છો, તો તમારે કાર્યબળની કટોકટીનો સામનો કરવો પડી શકે છે.

  લકી સાઇન – પીરામીડ

  વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)


  હાલમાં ચાલી રહેલી એકવિધતા વચ્ચે જીવનમાં નવી પેટર્ન આવી શકે છે. તમને તમારા કાર્ય માટે પ્રશંસા મળે તેવી સંભાવના છે. તમે જેની સાથે રોમેન્ટિક સંબંધમાં છો તેની સાથે ટ્રાવેલિંગ કરી શકો છો.

  લકી સાઇન – બ્લૂ ટૂર્મલાઇન

  ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)


  જો તમે કોઇ બાબતને ઉકેલી શકતા નથી અથવા તો ભૂલી શકતા નથી તો તેને જતું કરવામાં જ સમજદારી છે. તમે રોમેન્ટિક ઇન્ટરેસ્ટ તરીકે કોઇને મળી શકો છો. હાલ તમારા મગજમાં અનેક ઇનોવેટિવ વિચારો આવી રહ્યા હશે.

  લકી સાઇન – ટેબલટોપ

  મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)


  લાંબા સમય બાદ તમે રીલેક્સ અનુભવશો અને તમારા માટે સમય કાઢી શકશો. ટૂંક સમયમાં જ નવા કામના માર્ગો ઉભરી રહ્યા છે, તેને નજરમાં રાખશો. તમારા નજીકના મિત્ર કેટલાક આર્થિક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ શકે છે.

  લકી સાઇન – સિલ્કનો દોરો

  કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)


  કામની નવી તક મળી શકે છે. તમારે તેને ગંભીરતાથી ધ્યાનમાં લેવી જોઇએ. તમારા માતા-પિતાને કોઇ જરૂરી બાબત અંગે તમારી સાથે વાતચીત કરવી હોઇ શકે છે. છેલ્લા થોડા મહિનાઓથી રોકડ પ્રવાહ સ્થિર રહી શકે છે.

  લકી સાઇન – નવી ઘડિયાળ

  મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)


  કોઇ નાની અને સિમ્પલ સરાહના પણ તમારી કામ કરવાની ઝડપને વધારી શકે છે. લોકો પાસેથી વધારે પડતી આશા રાખવાથી તમે કઠોર લાગણીઓ અનુભવી શકો છો. કોઇ નાની એવી પાર્ટી થઇ શકે છે જેમાં તમે આકર્ષણનું કેન્દ્ર રહેશો.

  લકી સાઇન – કબૂતર
  First published:

  Tags: Astrology, Gujarati Rashifal

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन