Home /News /dharm-bhakti /Oracle speaks 10 Nov: આ રાશિના જાતકો દિવસ દરમિયાન રહેશે ખૂબ જ ઉત્સાહી, કાર્યસ્થળે થઇ શકે છે સ્પર્ધા

Oracle speaks 10 Nov: આ રાશિના જાતકો દિવસ દરમિયાન રહેશે ખૂબ જ ઉત્સાહી, કાર્યસ્થળે થઇ શકે છે સ્પર્ધા

ORACLE SPEAKS 10th Nov

Oracle speaks 10 Nov: તમારા રૂટિન માટેના ટાસ્ક પૂર્ણ કરવા માટે તમને આજે સરળતાનો અનુભવ થશે. કોઇ અનપેક્ષિત સમાચાર તમને મળી શકે છે. નવી ફિટનેસ એક્ટિવિટી પ્રત્યે તમે આકર્ષાઇ શકો છો.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)


  કાર્યકારી જીવનમાં સંતુલન બનાવવા માટે તમારો દ્રષ્ટિકોણ હવે સફળતા મળતી જોઈ શકે છે. કાર્યસ્થળ પર કેટલીક આક્રમકતા લાવવા માટે કોઈ જૂના સહયોગી તમારી સાથે જોડાઈ શકે છે. ભૂતકાળના અનુભવોને કારણે હાલમાં વિશ્વાસ કરવો એક અઘરો મુદ્દો હોઇ શકે છે.

  લકી સાઇન - ન્યૂ વ્હિકલ

  વૃષભ (20 એપ્રિલ – 20 મે)


  તમારા રૂટિન માટેના ટાસ્ક પૂર્ણ કરવા માટે તમને આજે સરળતાનો અનુભવ થશે. કોઇ અનપેક્ષિત સમાચાર તમને મળી શકે છે. નવી ફિટનેસ એક્ટિવિટી પ્રત્યે તમે આકર્ષાઇ શકો છો.

  લકી સાઇન – લાર્જ હોર્ડિંગ

  મિથુન (21 મે – 21 જૂન)


  જો તમારી તમારા ભાઇ-બહેન સાથે કોઇ લડાઇ કે મતભેદ થયો હોય તો હાલ પૂરતુ તેના પર કોઇ પણ ટીપ્પણી કે વિચારો રજૂ કરવાથી બચવું જોઇએ. નાની નાની બાબતો જેમ કે લાંબા સમયથી ટળી રહેલી વાતચીત તમને ખુશી આપી શક છે. મિત્રો પસંદ કરવામાં તમારે ખાસ કાળજી રાખવી જોઇએ.

  લકી સાઇન – સિલિકોન મોલ્ડ

  કર્ક (22 જૂન – 22 જુલાઇ)


  અમુક કાર્ય કરવા કે નહીં તેના રહસ્ય પરથી હવે પડદો ઉઠશે. તમે હવે તેને હાથમાં લઇને પૂર્ણ કરી શકો છો. તમારા વિચારો અંગે સ્પષ્ટતા ખાસ રાખશો. તમારી હાજરીની જાણ કરવા માટે તમારું સોશ્યલ સ્ટેટસ હવે મહત્વનું સાબિત થશે.

  લકી સાઇન – બ્લૂ રીબોન

  સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)


  તમે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આખો દિવસ એનર્જેટીક અને ઉત્સાહિત અનુભવશો. તેની પાછળનું કારણ તમને મળેલા કોઇ સકારાત્મક સમાચાર હોઇ શકે છે. કાર્યસ્થળે તમારે થોડી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

  લકી સાઇન – ફેવરીટ ડેઝર્ટ

  કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)


  તમારા દરરોજના કાર્યોને અડધા કરી દેવાથી તમને મદદ મળશે, કારણ કે આ કાર્યો પૂર્ણ ન થવાથી તમે થોડો તણાવ અનુભવી શકો છો. જોકે, કોઇની મદદ લેવી પણ ઉપયોગી બની શકે છે. તમને અન્ય લોકો સારી રીતે સમજી શકે તે માટે તમારી વાતચીતને પહેલાથી આયોજીત કરો.

  લકી સાઇન – સોવેનિર

  તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)


  તમે ભૂતકાળમાં તમારી જાતને અમુક પ્રોમિસ કરેલા હતા. હવે સમય આવી ગયો છે કે તેને પૂર્ણ કરવામાં આવે. જૂની કોઇ બાબતો ફરી ઘટિત થતી હોય તેવું લાગી શકે છે. તમારા ભાઇ કે બહેન કોઇ ઘરેલું બાબતોથી પરેશાન હોઇ શકે છે.

  લકી સાઇન – કોપર બોટલ

  વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)


  હાલમાં તમે જે વસ્તુ કે બાબતના સપના જોઇ રહ્યા છો કે રસ દાખવી રહ્યા છો તેના માટે એપ્લાય કરવાનો આ ઉત્તમ સમય હોઇ શકે છે. તમને તેમાં સફળતા મળી શકે છે. તમારી વાતોને વધારે લોકો સાથે શેર કરવાનું ટાળો, કારણ કે તમને મુશ્કેલી પડી શકે છે.

  લકી સાઇન – ટેરાકોટા બાઉલ

  ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)


  તમારી આસપાસના અમુક લોકો તમને સતત નકારી શકે છે અને છતા પણ તમે તેમની કંપનીને છોડી શકશો નહીં. તમારા મનમાં ચાલી રહેલા ઘમાસાણને શાંત કરવા તમે લોંગ વોક પર જઇ શકો છો તમને રાહત મળશે.

  લકી સાઇન – ગ્લાસ ટોપ ટેબલ

  મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)


  જો તમે ઉતાવળમાં કોઇ તૈયારી કરી છે તો તે પૂરતી ન સાબિત થાય. છેલ્લી ઘડીનો તણાવ તમને વ્યાકુળ કરી શકે છે અને તમારું ધ્યાન ભટકાવી શકે છે. એક સમયે એક જ વસ્તુ પર કામ કરવાની સલાહ આપવામાં આવે છે. મેડિટેશન મદદરૂપ થઇ શકે છે.

  લકી સાઇન – રૂબિક ક્યુબ

  કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)


  તમારું એક જૂનું સ્વપ્ન તમને દિવસ દરમિયાન તમને પરેશાન કરી શકે છે. નવી દિશા તરફ હવે કરવામાં આવેલા ઓછા પ્રયત્નો પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારા મિત્ર તમને નોકરીની સંભાવના માટે સાચી લીડ પ્રદાન કરી શકે છે.

  લકી સાઇન – ચોકલેટ્સ

  મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)


  સંતુલનમાંથી બહાર નીકળવાના સ્પષ્ટ સંકેતોની નોંધ લેવામાં આવી શકે છે. વરસાદી દિવસ માટે તમારી વ્યવસ્થા તૈયાર રાખો. જો આગામી કાર્ય અંગે નર્વસ હોય, તો ચિંતા કરશો નહીં કારણ કે તે અનુકૂળ સાબિત થઇ શકે છે.

  લકી સાઇન – રેન્બો
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology in gujarati

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन