Home /News /dharm-bhakti /Oracle Speaks 1 February: આ રાશિના જાતકોને મનની વાત કહેવાનો મળશે સુવર્ણ અવસર, જવા ન દેશો આ તક

Oracle Speaks 1 February: આ રાશિના જાતકોને મનની વાત કહેવાનો મળશે સુવર્ણ અવસર, જવા ન દેશો આ તક

ORACLE SPEAKS

Oracle Speaks 1 February: ORACLE SPEAKS અનુસાર જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને તમારું લકી સાઈન, લકી કલર શું છે. આ જણાવી રહ્યા છે આપણને વેલનેસ સ્ટુડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા...

  મેષ (21 માર્ચ- 19 એપ્રિલ)

  તમે અગાઉથી જ લીધેલ નિર્ણય વિશે ફરીથી વિચારી શકો છો. બીજાને મદદ કરવાની ભાવના જાગી શકે છે. તમે કોઇને મદદ કરી હતી તે તમારો ઉપકાર ચૂકવી શકે છે.

  લકી સાઇન – એપ્રિકોટ ટ્રી

  વૃષભ (20 એપ્રિલ – 20 મે)

  તમારી મનની લાગણીઓની કબૂલાત કરવા માટે આ એક યોગ્ય દિવસ છે. તમને આ પહેલાં પણ વ્યક્ત કરવાની આવી તક ક્યારેય નહીં મળી હોય. સારી રીતે સમજવા તમારા મનને ખાલી કરો.

  લકી સાઈન - બ્લેક ઓબ્સિડિયન

  મિથુન (21 મે – 21 જૂન)

  કોઇ મુશ્કેલ કાર્યને તમારી સમજદારી સારી રીતે સંભાળી શકે છે. તમારા ક્ષેત્રમાં તમારું વિસ્તરણ અને સુધારો નોટીસ કરવામાં આવી શકે છે. આ સપ્તાહમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહી શકે છે.

  લકી સાઇન – જ્યૂટ બાસ્કેટ

  કર્ક (22 જૂન – 22 જુલાઇ)

  તમે તમારા મતે કોઈ ચોક્કસ કાર્યમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હશે પરંતુ તેને સ્વીકૃતિ નહીં મળે. કાર્યસ્થળ પર સકારાત્મક હિલચાલ હોય તેવું લાગે છે, પરંતુ થોડી ધીમી છે. કોઈ તમારા પરત ફરવાની રાહ જોઈ રહ્યું હશે.

  લકી સાઇન – મેગેઝીન

  સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)

  ઊંડાણપૂર્વકની અને અર્થપૂર્ણ વાતચીત કરવા માટે આ એક યોગ્ય દિવસ છે. તેમાંથી સમજ મેળવવા માટે તમારે સમાનરૂપે ભાગ લેવો પડી શકે છે. તમારી જાતને ઓર્ગનાઇઝ રાખવાથી ટૂંક સમયમાં જ ફાયદો થશે. એક નવી અને અસરકારક દિનચર્યા હવે ક્ષિતિજ પર છે.

  લકી સાઇન – મોંરપીછ

  કન્યા (23 ઓગસ્ટ- 22 સપ્ટેમ્બર)

  અન્ય લોકોની ભૂલ તમારા પર છાપ છોડી શકે છે, પરંતુ હવે તેને માફ કરીને ભૂલીને આગળ વધવાનો સમય આવી ગયો છે. આજે તમને કોઇ સરપ્રાઇઝ મળી શક છે, ખાસ કરીને કોઇ મિત્ર તરફથી. એક મૂંઝવણ જે લાંબા સમયથી તમને પરેશાન કરી રહી છે તે ઉકેલાઇ શકે છે.

  લકી સાઇન – પીળો નીલમ

  તુલા (23 સપ્ટેમ્બર- 23 ઓક્ટોબર)

  એવું કોઇ જેને તમે ક્યારેય નથી મળ્યા તે તમને મળી શકે છે. તમારા માટે જે લોકો મહત્વના છે તેમના માટે સમય કાઢો. જો તમે ટૂલ્સ અને સ્પેર પાર્ટ્સના બિઝનેસમાં છો તો તમારે કારીગરોની અછત ભોગવવી પડી શકે છે.

  લકી સાઇન – પીરામિડ

  વૃશ્વિક (24 ઓક્ટોબર -21 નવેમ્બર)

  હાલમાં ચાલી રહેલી એકવિધતા વચ્ચે જીવનમાં નવી પેટર્ન આવી શકે છે. તમને તમારા કાર્ય માટે પ્રશંસા મળે તેવી સંભાવના છે. અને એક ટૂંકી સફર કાર્ડ્સ પર છે. તમે જેની સાથે રોમેન્ટિક રીતે સંબંધમાં છો તેની સાથે તમને વધુ સમય પસાર કરવાનો મોકો મળશે.

  લકી સાઇન – બ્લૂ ટર્મલાઇન

  ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)

  જો તમે તેનો ઉકેલ ન લાવી શકો અથવા ભૂલી ન શકો તો તેને છોડી દેવું વધુ સારું છે. કેટલીક વસ્તુઓને હલ કરવા માટે સમયસર છોડી દેવી જોઇએ. તમે રોમેન્ટિક ઇન્ટરેસ્ટ તરીકે કોઈ રસપ્રદ વ્યક્તિને મળી શકો છો. તમારું મન હાલમાં નવીન વિચારોથી ભરેલું છે.

  લકી સાઇન – ટ્રંક

  મકર (22 ડિસેમ્બર- 19 જાન્યુઆરી)

  લાંબા સમય પછી તમે હળવાશ અનુભવી શકો છો અને તમારા માટે સમય કાઢવાનું મન અનુભવી શકો છો. ટૂંક સમયમાં જ નવા કામના માર્ગો ઉભરી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખો. તમારા નજીકના મિત્ર કેટલાક આર્થિક દબાણમાંથી પસાર થઈ શકે છે.

  લકી સાઇન – સિલ્ક થ્રેડ

  કુંભ (20 જાન્યુઆરી- 18 ફેબ્રુઆરી)

  કામની નવી તક મળી શકે છે. તમારે તેને ગંભીરતાથી લેવી જોઇએ. કંઇક જરૂરી બાબત અંગે વાતચીત કરવા માટે માતાપિતાને તમારી પાસે થોડા સમયની જરૂર હોય શકે છે. આવનારા દિવસોમાં મહેમાન આવી શકે છે. નાણાકિયા પ્રવાહ વધશે.

  લકી સાઇન – ડિઝાઇનર વોચ

  મીન (19 ફેબ્રુઆરી- 20 માર્ચ)

  સરળતા અને જટિલ અભિગમ તમારા કાર્યને વધુ સરળ બનાવી શકે છે. લોકો પાસેથી વધુ પડતી અપેક્ષા રાખવી એ કેટલીકવાર કઠોર લાગણીઓ વિકસિત કરવા તરફ દોરી જાય છે. તમને નાની પાર્ટીમાં સામેલ થવાનો અવસર મળી શકે છે, જ્યાં તમે અટેન્શનનું કેન્દ્ર હોઈ શકો છો.

  લકી સાઇન – કબૂતર
  First published:

  Tags: Dharm Bhakti, Horoscope

  विज्ञापन