Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 1April: મકર રાશિના લોકોને પરિવારના સભ્યોની સ્વાસ્થની રહેશે ચિંતા, જાણો કેવો રહેશે આપનો દિવસ

ORACLE SPEAKS 1April: મકર રાશિના લોકોને પરિવારના સભ્યોની સ્વાસ્થની રહેશે ચિંતા, જાણો કેવો રહેશે આપનો દિવસ

ORACLE SPEAKS

ORACLE SPEAKS 1April: તમે જે ટ્રીટમેન્ટ અને આવકારની આશા રાખી રહ્યં હોવ તેવો જ અનુભવ કમને ન થાય તેવી શક્યતા છે. ટૂંકી મુસાફરીનુ આજન થાય તેવી શક્યતા છે, તેથી તમે તમારા ઘરની બહાર થોડો સમય પસાર કરી શકો છો. જ્યારે તમે પાછા આવો ત્યારે તમારા તણાવને તમારે દૂર કરી દેવાની જરૂર છે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  મેષ: 21 માર્ચ-19 એપ્રિલ

  તમારી માટે કોઈપણ વસ્તુઓ અને બાબતોને કાયમ માટે પકડી ન રાખવું શ્રેષ્ઠ છે, સમયની સાથે જૂની વાતોને ભૂલવી યોગ્ય રહેશે. વ્યવસાય સંબંધિત ક્ષિતિજ પર નવી ભાગીદારી થવાની શક્યતા દેખાય છે. તમે અન્યોની સાથે સ્પર્ધા કરવાનુ અથવા શત્રુ હોવાના વલણને અવગણી શકો છો અને વર્તમાન અને નવી તકો પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. આમ કરવું તમારા માટે લાભદાયક રહેશે.

  લકી સાઈન- તળાવ

  વૃષભ: 20 એપ્રિલ-20 મે

  તમારા કામ બાબતે જ્યાં સુધી તમે ખૂદ મુલાકાત લેવાનું નક્કી નહીં કરો ત્યાં સુધી કામગીરીમાં થોડા સમય વિચલન આવી શકે છે, જે તમારી માટે ચિંતા અને તણાવનુ કારણ બની શકે છે. તમારે આગળ કામ સંબંધિત પડકારો માટે તૈયારી શરૂ કરવાની જરૂર છે, કેમ કે આગામી સમયમાં તમારી સામે મોટા પડકારો આવી શકે છે. સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે.

  લકી સાઈન– મધમાખી

  મિથુન: 21 મે - 21 જૂન

  હાલ તમે જે પણ અનુભવો છો તે બાબત વ્યક્ત કરવા માટે તમારી પાસે સ્પષ્ટ અભિવ્યક્તિ હોઈ શકે છે, જેના આધારે તમે તે વાતને વાતચીત દરમ્યાન સારી રીતે વ્યક્ત કરી શકો છો. તમારે કોઈપણ વાતચીત કરતા વખતે તમારી વાતો અને શબ્દો પર સારી રીતે ધ્યાન આપવાની તાતી જરૂર છે. તમારા સહકર્મીઓ તેમને થતા ફાયદા માટે જાહેરમાં તમારી ઈમેજ ખપરાબ કરવાનો પ્રયત્ન કરી શકે છે. તેથઈ સાવધાન રહેવુ.

  લકી સાઈન– બ્રોન્ઝ વોલેટ

  કર્ક: 22 જૂન-22 જુલાઈ

  તમે જલ્દી જ કોઈ સકારાત્મક વાઇબ્સ ધરાવનાર વ્યક્તિને મળી શકો છો. આ મુલાકાત તમારી માટે પણ ખૂબ જ જરૂરી રહેશે. હાલના સમયમાં તમારી સાથે જે પણ થાય છે, તે વાસ્તવિકતાને તે જ સ્થિતીમાં સ્વીકારવા માટે તમે હાલ તૈયાર ન પણ હોવ. તમે જેમના પર વિશ્વાસ કરી રહ્યાં છો, તેમની તમારે સમીક્ષા કરવાની જરૂર છે અથવા તેમની સાથે નિયમિતપણે વાત કરવાની જરૂર છે.

  લકી સાઈન– ટમ્બલર

  સિંહ: 23 જુલાઈ- 22 ઓગસ્ટ

  તમારે અન્યોની સાથે તાલમેલ વધારી અને ટીમ સ્પીરીટ સાથે કામ કરવાની જરૂર છે, આ સાથે જ તમીરે સતત કંઈક નવું શીખતા રહેવા માટે આતુરતા દાખવવાની પણ જરૂર છે. ઘરમાં હાલ તમે જે પ્રકારનો વલણ દાખવી રહ્યાં છો, તમારા તે વલણ માટે તમારી ટીકા થઈ રહી છે. રોકડ પ્રવાહને સારી રીતે સંચાલિત કરવાની જરૂર છે.

  લકી સાઈન– વોકિંગ સ્ટીક

  કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર

  કેટલીકવાર જ્યારે બે લોકો મળે ત્યારે તે પોતાની વાસ્તવિકતાથી સ્પાર્ક સળગાવે છે, તેને હાલ અવગણશો નહીં. તમે કોઈપણ પૂર્વ પ્લાનિંગ વિના અને બિનઆયોજિત રીતે કોઈ ખાસ વ્યક્તિને મળો તેની પ્રબળ શક્યતા છે. ટૂંક સમયમાં નાની મુસાફરી કરવી પડી શકે છે.

  લકી સાઈન– બ્લેક ક્રિસ્ટલ

  તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર

  જો તમે અત્યારે અમુક બાબતો વિશે ચોક્કસ અને સ્પષ્ટ વલણ ન ધરાવતા હોવ, તો હાલ પૂરતા તે બાબતના નિર્ણયોને મુલતવી રાખવા યોગ્ય રહેશે. તમારા પરિવારને તમારી સાથે થોડો સમય પસાર કરવાની જરૂર લાગી રહી છે. કોઈ નવો પ્રોજેક્ટ અથવા સોંપણી તમને થોડા દિવસો માટે વ્યસ્ત રાખી શકે છે.

  લકી સાઈન– ટીક વુડ

  વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર

  હાલ જે પણ ચાલે છે તે છતાં પણ આવનારા થોડા જ સમયમાં તમે તમારા કાર્યમાં ખૂબ સારી ઉંચીનો અનુભવ કરી શકો છો. આગામી સમયમાં એક ગેટ ટુગેધર અથવા એક નાની ટ્રીપનુ પ્લાનિંગ કરવામાં આવી શકે છે. તે તમારા ઉત્સાહને ફરીથીસજગાવશે. પછીથી ખર્ચ કરી શકાય તે માટે હાલ તમાર ખર્ચ પર નિયંત્રણ રાખો.

  લકી સાઈન– બામ્બૂ પ્લાન્ટ

  ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર

  જ્યારે તમે કોઈપણ પરિસ્થિતી અથવા વસ્તુનો ઉકેલ શોધી રહ્યાં હોવ તોમગજ શઆંત રાખે, ગુસ્સો એ કોઈપણ સમસ્યાનો ઉકેલ શોધવા માટેનો સારો રસ્તો નથી. હાલ તમારા ગુસ્સાને કાબૂમાં રાખો. જુગાર જેવા જોખમી પ્રસ્તાવમાં સામેલ થવાનું ટાળો. નવા વાહનની ખરીદી થઈ શકે છે.

  લકી સાઈન– ક્લીયર ક્વાર્ટઝ

  મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી

  પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય અત્યારે ચિંતાનું કારણ બની શકે છે. કોઈની થોડી મદદ અથવા લોન તમને કોઈપણ અણધાર્યા સંકટનો સામનો કરવામાં મદદ કરી શકે છે. થોડા સમય માટે નાણાંકીય તણાવ રહી શકે છે. તમારા જીવનસાથી સાથેની ચર્ચા કેટલીક શંકાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે.

  લકી સાઈન– ક્લાઈમ્બર

  કુંભ: 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી

  તમે જે ટ્રીટમેન્ટ અને આવકારની આશા રાખી રહ્યં હોવ તેવો જ અનુભવ કમને ન થાય તેવી શક્યતા છે. ટૂંકી મુસાફરીનુ આજન થાય તેવી શક્યતા છે, તેથી તમે તમારા ઘરની બહાર થોડો સમય પસાર કરી શકો છો. જ્યારે તમે પાછા આવો ત્યારે તમારા તણાવને તમારે દૂર કરી દેવાની જરૂર છે.

  લકી સાઈન– બ્લૂ સફાયર

  મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ

  તમારો દિવસ કેટલીક પ્રવૃત્તિઓ કરવામાં સારી રીતે અલાઈન્ડ છે. આ એ કામ છે જે તમે અરૃગાઉ બાકી રાખ્યા હતા. આજનો દિવસ ઓછો તણાવપૂર્ણ રહેશે. ઘરેલું મોરચે પણ તમને સારી મદદ મળી રહેશે. આ સમયગાળામાં નવા રોકાણ કરવા તમારા માટે લાભદાયક રહેશે.

  લકી સાઈન– મોરનું પીંછુ
  First published:

  Tags: Astrology, Gujarati Rashifal