Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 09 December: મિથુનને પોતાનાથી જ થશે હાનિ, મેષ રાશિના જાતકો નવી ભાગીદારીમાં જોડાશે, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 09 December: મિથુનને પોતાનાથી જ થશે હાનિ, મેષ રાશિના જાતકો નવી ભાગીદારીમાં જોડાશે, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 09 December

Oracle Speaks 09 December: તમારી જાતને વધુ સારી રીતે વ્યક્ત/રજૂ કરવા માટે તમારે વધુ પ્રયત્નો કરવા પડશે. તમે વર્તમાન ઉથલપાથલ અને અન્ય બેડોળતાને અવગણવાનું શરૂ કરી શકો છો. તમારે લોકોના વાસ્તવિક સમજને કેળવવા માટે પાછા આવવાની જરૂર છે.

  મેષ : 21 માર્ચ-19 એપ્રિલ


  તમારા માટે કેટલીકવાર વસ્તુઓને જવા દેવી, સમયને પસાર થવા દેવો એક પડકાર હોય છે. બિઝનેસમાં એક નવી ભાગીદારીના સંકેત છે. તમે સ્પર્ધાને અવગણીને વર્તમાનમાં મળી રહેલ ઉજ્જવળ ભવિષ્યની તકો પર ફોકસ કરી શકો છો.

  લકી સાઇન - એક તળાવ

  વૃષભ : 20 એપ્રિલ-20 મે


  અગાઉ તમને ચેતવણી આપવામાં આવી હતી અને હવે કામકાજમાં ઢીલાશ કદાચ મેનેજમેન્ટ દ્વારા સહન નહીં કરવામાં આવે, ચેતજો. તમારે આગળ કામ સંબંધિત પડકારો માટે તૈયારી શરૂ કરવાની જરૂર છે. સ્વાસ્થ્યની ચિંતા પણ ઉભી થઈ શકે છે.

  લકી સાઇન - એક મધમાખી

  મિથુન : 21 મે - 21 જૂન


  તમારી જાતને વધુ સારી રીતે વ્યક્ત/રજૂ કરવા માટે તમારે વધુ પ્રયત્નો કરવા પડશે. તમે વર્તમાન ઉથલપાથલ અને અન્ય બેડોળતાને અવગણવાનું શરૂ કરી શકો છો. કોઈ સહકર્મી જાહેરમાં તમારી ઈમેજને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે.

  લકી સાઈન – એક બ્રોન્ઝ વોલેટ

  કર્ક : 22 જૂન-22 જુલાઈ


  અન્ય લોકો તમને મળશો ત્યારે તેમને પોઝીટિવ વાઇબ આપતા વ્યક્તિની ઓળખ મળશે. તમારે લોકોના વાસ્તવિક સમજને કેળવવા માટે પાછા આવવાની જરૂર છે. તમે જેના પર વિશ્વાસ કરી રહ્યાં છો, તેમની સમીક્ષા કરવાની જરૂર છે.

  લકી સાઈન– એક ટમ્બલર

  સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ


  સૌહાર્દપૂર્ણ વલણ, થોડી ટીમ સ્પીરિટ અને શીખવાની ધગસ સાથે પોતાની જાતને સુધારો. ઘરમાં તમારા વલણ/એટીટ્યુટ માટે તમારી ટીકા થઈ રહી છે. રોકડ પ્રવાહ પર ધ્યાન વધારવું, હાથ ખેંચમાં રાખવો.

  લકી સાઇન – વોકિંગ સ્ટીક/ચાલવા માટેની લાકડી

  કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


  કેટલીકવાર જ્યારે બે લોકો મળે ત્યારે તેઓ ખરેખર કઈંક નવો જ જુવાળ ઉભો કરે છે, તેને અવગણશો નહીં. બિન આયોજિત કોઈ વિશેષ વ્યક્તિને મળવાની પ્રબળ સંભાવના. જલદી જ ટૂંકી સફર થવાની આશા છે.

  ઉપરથી લકી સાઇન - બ્લેક ક્રિસ્ટલ

  તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


  જો તમે અત્યારે અમુક બાબતો વિશે ચોક્કસ ન હોવ તો તેને હમણાં માટે મુલતવી રાખો. તમારો પરિવાર તમારી પાસેથી થોડો સમય માંગી રહ્યો છે. કોઈ નવો પ્રોજેક્ટ અથવા એસાઈનમેન્ટ તમને થોડા દિવસો માટે વ્યસ્ત રાખશે.

  લકી સાઈન- સાગનું લાકડાનું ફર્નિચર

  વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


  બ્રહ્માંડમાંથી મજબૂત સંકેત મળી રહ્યાં છે કે તમે ટૂંક સમયમાં કામની નવી ઊંચાઈ પર પહોંચશો. એક ગેટ ટૂ ગેધર યોજાઈ શકે છે અને અને તે નવી તાજગી આપશે. ભવિષ્યમાં ખર્ચ કરવા માટે હમણાં સેવિંગ કરો.

  લકી સાઇન - વાંસનો છોડ

  ધન : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


  કોઈપણ બાબતનું નિરાકરણ કે ઉકેલ ગુસ્સો નથી, આ બાબતની ગાંઠ બાંધો. ગુસ્સાને કાબૂમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. જુગાર જેવા જોખમી પ્રસ્તાવમાં સામેલ થવાનું ટાળો. નવા વાહનની ખરીદી સંભવ છે.

  લકી સાઈન - એક સ્પષ્ટ ક્વાર્ટઝ

  મકર : 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


  પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય અત્યારે ચિંતાજનક બની શકે છે. કોઈક તરફથી મદદનો સંકેત તમને કોઈપણ અણધાર્યા સંકટનો સામનો કરવામાં મદદ કરી શકે છે. થોડા સમય માટે નાણાંકીય તણાવ રહી શકે છે. તમારા જીવનસાથી સાથેની ચર્ચા મદદરૂપ થઈ શકે છે.

  લકી સાઇન - એક આરોહી (a climber)

  કુંભ : 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી


  તમે આશા રાખતા હતા તે રીતની સાર-સંભાળ-આવકાર તમને ન પણ મળી શકે. લાંબી મુસાફરી સંભવ છે અને તમે ઘરની બહાર થોડો સમય પસાર કરી શકો છો. તમારા સ્ટ્રેસને પાછળ છોડી દો અને કેટલાક અણધાર્યા સવાલોના ઉકેલોની શક્યતા છે.

  લકી સાઇન - વાદળી નીલમ (blue sapphire)‌

  મીન : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


  તમારો આજનો દિવસ બાકી કામો સાથેનો હશે, જે પૂરા પણ થશે. એકંદરે ઓછો સ્ટ્રેસફૂલ દિવસ. ઘરેલું મોરચે પણ તમને સારી મદદ મળી શકે છે. આ સમયગાળામાં નવા રોકાણની ભલામણ કરવામાં આવે છે.

  લકી સાઇન – મોરના પીંછા
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology, Astrology in gujarati

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन