Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 5 March: મેષ રાશિના લોકો અનુભવી શકે છે મુંઝવણ, જાણો તમારુ રાશિફળ
ORACLE SPEAKS 5 March: મેષ રાશિના લોકો અનુભવી શકે છે મુંઝવણ, જાણો તમારુ રાશિફળ
Oracle Speaks જાણો આજનું રાશિફળ
ORACLE SPEAKS 5 March: અન્ય લોકોનુ પ્રભુત્વ હોય તેવા લોકો તેમની ભૂમિકામાં સક્રિયપણે બદલાવ વિશે વિચારી શકે છે. તમારા એક્સપ્રેશન ક્યારેક તમારી લાગણીઓને ઓવરરાઇડ કરી શકે છે. પરંતુ, તમારા મનમાં શું છે? તે અન્ય વ્યક્તિને સમજાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આજે તમારી ઉર્જામાં મૂંઝવણ જણાશે. તેના કારણે આજ તમે જે કાર્યો કરવા માંગો છો તે તમને સમર્થન ન પણ આપે. લોકોનુ ધ્યાન દોરવા તમારે કોઈ માટે નવી રીત શોધવાની જરૂર છે. સાર્વજનિક બાબતમાં લોકો તમારી વાતનો ખોટો અર્થઘટન કાઢી શકે છે. જેથી તમારે વાતચીતમાં અને શબ્દોના ઉપયોગમાં ખાસ કાળજી રાખવી જોઈએ. નવા કૌશલ્યો શીખવાની તીવ્ર ઈચ્છા થઈ શકે છે, જો તમે આને અનુસરો છો, તો તે વ્યવસાયિક વિચારો પેદા કરી શકે છે.
લકી સાઈન– ટ્રંક
વૃષભ: 20 એપ્રિલ-20 મે
અન્ય લોકોનુ પ્રભુત્વ હોય તેવા લોકો તેમની ભૂમિકામાં સક્રિયપણે બદલાવ વિશે વિચારી શકે છે. તમારા એક્સપ્રેશન ક્યારેક તમારી લાગણીઓને ઓવરરાઇડ કરી શકે છે. પરંતુ, તમારા મનમાં શું છે? તે અન્ય વ્યક્તિને સમજાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવી નોકરી શોધી રહેલા જાતકોને હવે સારી તકો મળી શકે છે. સંબંધોમાં પણ નવો રુખ જોવા મળશે અને નવા વચનો પણ મળશે, સાથે જ તેમાં સુધારો થવાનું પણ શક્ય છે. જૂની આશંકાઓ જલ્દીથી બહાર નીકળી શકે છે.
લકી સાઈન– નીઓન સાઈન
મિથુન: 21 મે-21 જૂન
જો તમે કોઈ વ્યક્તિ અથવા પ્રગતિની તક મેળવવાનું આયોજન કરી રહ્યાં હોવ તો હવે તેમની માટે પ્રયાસ કરવો જરૂરી છે. આવનારા દિવસો તમારા કાર્યને વધુ કાર્યક્ષમ પદ્ધતિ દ્વારા પૂર્ણ કરવા માટે વિકલ્પો રજૂ કરી શકે છે. તમે વધુ આત્મવિશ્વાસથી ભરપૂર અને ફ્રેન્ડલી બની શકો છો. છેલ્લા કેટલાક દિવસોથી પેદા થઈ રહેલી ઈરીટેશન હવે અનુભવાશે નહીં. તમારા જીવનસાથી વિચારવા યોગ્ય સૂચન તમને આપી શકે છે.
લકી સાઈન– નવું બ્રેસલેટ
કર્કઃ 22 જૂન-22 જુલાઇ
નવા વિચારોનો પ્રવાહ આવી શકે છે, જો કે આ વિચારો અઢળક હોવા છતા દિશાહીન હોઈ શકે છે. તમે ઉદ્યોગના કોઈ સિનિયર વ્યક્તિને મળી શકો છો જેની સલાહ તમને મદદરૂપ થઈ શકે છે. જો તમે કોઈ રોમેન્ટિક સંબંધમાં હોય તો તમારે તેમાં થોડો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાની જરૂર પડી શકે છે. આ ઉપરાંત તમારા જીવનસાથીને તમારા વિશે કેટલીક માન્યતાઓ હોય તેવું પણ બની શકે છે. જેને જલ્દી જ ઉકેલવાની જરૂર છે. જો તમે પરિસ્થિતિ પર તાત્કાલિક નિયંત્રણ ન લો તો દલીલો પણ શક્ય છે.
લકી સાઈન– એન્ટિક આર્ટિકલ
સિંહ: 23 જુલાઈ- 22 ઓગસ્ટ
તમારા પ્રેશર ટેક્ટિક્સ હવે અન્ય લોક પર કામ કરશે નહિં. તમે તમારી આસપાસના કેટલાક લોકોને પરેશાન કરી શકો છો. તમારો ઈરાદો સ્પષ્ટ હોવા છતાં, વાતચીત કરવાની પદ્ધતિમાં ફેરફાર લાવવાની જરૂર છે. જો તમે સત્તામાં હોવ તો તમે અન્ય લોકો પર પોતાની છાપ છોડવાની પ્રક્રિયા યથાવત રાખી શકો છો. છેલ્લા કેટલાક મહિનાઓથી સંકટમાં મુકાયેલો ધંધો પાછો પાટે આવે તેવી શક્યતા છે. ધાતુઓનો વેપાર કરનારાઓને સારો નફો થઈ શકે છે.
લકી સાઈન– સિલ્વર કોઈન
કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર
ભૂતકાળની કેટલીક યાદો તમારા નવા અભિગમને વ્યાખ્યાયિત કરી શકે છે. તમે ભૂતકાળમાં જે કરી હોય એ જ ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની કાળજી રાખી શકો છો. જો તમે હાલમાં પ્રવર્તી રહેલી ચિંતાઓ બાબતે સ્પષ્ટતા મેળવી શકતા નથી તો તમારે અન્યોની મદદ લેવી વધુ યોગ્ય છે. કેટલીક સારી નાણાકીય પ્રગતિ તમને પાટા પર પાછા લાવી શકે છે. જો તમે ભવિષ્યની યોજના ઘડી રહ્યા હોવ તો આયોજન સારી રીતે કરવાની સલાહ આપવામાં આવે છે. હવે તમે તમારી જાત માટે સેલ્ફ ક્રિટિક બની શકો છો.
લકી સાઈન– ગ્લાસ ટોપ ટેબલ
તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર
તમારી આવડતનો શ્રેષ્ઠ ઉપયોગ તમારા ભાઈ-બહેન અથવા તમારા નજીકના મિત્ર દ્વારા સારી થઈ શકે છે. થોડા સમયમાં તમારી નીરસ દિનચર્યા વ્યસ્ત દિનચર્યામાં પરિવર્તિત થઈ શકે છે. તમે તમારી રુચિ સાથે મેળ ખાતી નવી તક શોધી રહ્યા છો તે બાબતનુ અવલોકન કોઈ નજીકની વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તમે હવે તેમની પાસેથી કંઈક નવું સાંભળી શકો છો. વ્યક્તિત્વમાં નજીવું પરિવર્તન પણ કરવામાં આવે તે જરૂરી છે. આવું કરવુ તમારા માટે વધુ સારુ સેલ્ફ અવેરનેસ લાવશે.
લકી સાઈન– લાલ કાર
વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર
વહેલા કે મોડા તમે એ બાબત ચોક્કસથી સ્વીકારી શકો છો કે ઉતાવળમાં કરવામાં આવેલી તમામ પસંદગીઓ ખરાબ પરિણામો નથી આપતી. અમુક સમયે તમે કોઈએક ચોક્કસ વિઝન સાથે કોઈ દિશામાં ચાલવાનુ નક્કી કરી શકો છો. તમે તમારી પસંદગી પર વિશ્વાસ કરો છો અને હવે તમે અન્ય લોકોને પણ તમારી સાથે સંમત થતા જોઈ શકો છો. કામમાં થોડી અશાંતિનો સમયગાળો જોવામાં આવે છે. તમારી અંદરની ભાવનાઓ તમને વિચલિત કરી શકે છે, જો કે તમારે તેના પર વધારે ધ્યાન આપવાની જરૂર નથી અને આગળ વધતા રહેવાનું છે.
લકી સાઈન– તમારી પસંદગીની મિઠાઈ
ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર
તમારા સંબંધ માટે તમે ભૂતકાળમાં લીધેલા નાના પગલાં સંકટમાં મહત્વપૂર્ણ સાબિત થશે અને તમને બચાવવાનુ કામ કરશે. કામ વ્યવસ્થિત થશે/ પરંતુ, વ્યસ્તતા વધુ રહેશે. મલ્ટીપલ ડેડલાઈનને અનુસાર કરવાથી તમે થાકનો અનુભવ કરી શકો છો. જો તમે કાનૂની કેસમાં હોવ તો ખાતરી કરો કે તમારા પુરાવા સુરક્ષિત રહે છે. કેટલાક નજીકના લોકો તમારી આસપાસની ગુપ્ત માહિતી અન્યોને આપી શકે છે માટે સાવધાન રહો.
લકી સાઈન– ઈનડોર પ્લાન્ટ
મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી
તમે જે બાબતો હાથમાં લઈ આગળ વધવાનુ પ્લાનિંગ કરી રહ્યાં હોવ તે કરવા હવે વધુ સારો સમય છે. વ્યવસાયિક વિચારો સારા પ્રારંભિક પરિણામો લાવી શકે છે. ભાગીદારી તમારી ચિંતાઓને ઘણી હદ સુધી દૂર કરી શકે છે. પોતાના કાર્યોમાં કરવામાં આવેલી સખત મહેનત તમને પછીથી રાહત અપાવી શકે છે. વૈવાહિક પ્રસ્તાવ જે ઔપચારિક રીતે આવે છે તે ફળદાયી સાબિત થઈ શકે છે. તમારું મન સ્પષ્ટતા સાથે દરેક બાબતે નિર્ણયો લેશે. મિત્રો સાથેની રેન્ડમ યોજના તમને રાહત અપાવી શકે છે.
લકી સાઈન– કેન્ડલ સ્ટેન્ડ
કુંભ: 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી
નવા અભ્યાસનું આયોજન કરતી વખતે તમે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો. જો કે પ્રગતિ કરવા માટે હવે સમય ખૂબ જ સારો છે. ગ્રાન્ટ અથવા મદદ તમને મળે તેવી શક્યતા છે. જો ઘરથી દૂર રહેતા હોવ તો તમને ઘરની યાદ આવી શકે છે. જો કે, આ લાગણી અસ્થાયી હશે. સારી કસરતની દિનચર્યા હવે શક્ય છે. માતાની તબિયત તમને ચિંતામાં મૂકી શકે છે. જેના કારણે તમે પરેશાન અને ઉગ્ર અનુભવી શકો છો.
લકી સાઈન– યલો સ્ટોન
મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ
નજીકના પારિવારિક મિત્ર તરફથી નવા કામ માટે સૂચન આવી શકે છે. સોંપાયેલ કાર્ય પર તમારું ધ્યાનપૂર્ણ રીતે આપવાથી તમે સારા અને ઇચ્છિત પરિણામ મેળવી શકો છો. જોકે, હાલમાં આમ કરવામા ઘણા વિક્ષેપો આવી શકે છે. તમારા વિશે લોકોના અભિપ્રાય તમને થોડા પરેશાન કરી શકે છે. નાની યાત્રા તમને રાહત આપનારી સાબિત થઈ શકે છે. બહાર થયેલા અનુભવો તમારા પર લાંબી છાપ છોડી શકે છે.
લકી સાઈન– નેપકીન હોલ્ડર
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર