Home /News /dharm-bhakti /

8 August : આ રાશિના જાતકો માટે ભૂતકાળની ઘટના પુનરાવર્તિત થઈ શકે, જાણો આજનું રાશિફળ

8 August : આ રાશિના જાતકો માટે ભૂતકાળની ઘટના પુનરાવર્તિત થઈ શકે, જાણો આજનું રાશિફળ

આજનું રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

    ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરો કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

    મેષ (Aries)- 21 માર્ચથી 19 એપ્રિલ

    જેન્યુઈન ટીમવર્ક પર્ફોર્મન્સ આપવું ખૂબ જ જરૂરી હોઈ શકે છે. જો તમે રિલેશનશીપમાં છો અથવા પરિણીત છો તો તમારા વિશે લોકોએ નકામી ધારણાઓ બાંધેલી હોઈ શકે છે. ખુદને પેમ્પર કરવા માટે આજે ખૂબ જ સારો દિવસ છે.

    લકી સાઈન- સૂટકેસની પેર

    વૃષભ (Taurus)- 20 એપ્રિલથી 20 મે

    તમારી રાશિ તમને સાબિત કરવાનો એક અસામાન્ય મોકો આપી શકે છે. તમારે તેનો લાભ લેવો જોઈએ. તમારી સાદગીના કારણે તમને ખૂબ જ પુરસ્કાર મળી શકે છે. તમારે પૈસાના મામલે સ્પષ્ટ હિસાબ રાખવો જોઈએ.

    લકી સાઈન- ફૂલની દુકાન

    મિથુન (Gemini)- 21 મેથી 21 જૂન

    આજના દિવસે તમામ કામ સમયસર પૂરા કરવા એક ચેલેન્જ હોઈ શકે છે. આખા દિવસની ઊર્જા સંતુલિત કરવા માટે જર્નલિંગ કરો અથવા સવારે મેડીટેશન (ધ્યાન) કરો. જે વ્યક્તિ પહેલેથી જ મુશ્કેલીમાં ફસાયેલ હોય તેને હેરાન કરવાની કોશિશ ના કરો.

    લકી સાઈન- સૂર્યાસ્ત

    કર્ક (Cancer)- 22 જૂનથી 22 જુલાઈ

    તમારે લોકો પર તરત જ નહીં પરંતુ ધીરે ધીરે વિશ્વાસ કરવાનું શરૂ કરવું જોઈએ. જેના કારણે તમારું રોજનું જીવન પ્રગતિશીલ બની શકે છે. અગાઉની ઘટના ફરી એકવાર પુનરાવર્તિત થઈ શકે છે. દાન કરવાથી સંતોષકારક પરિણામ પ્રાપ્ત થવાની સંભાવના રહેલી છે.

    લકી સાઈન- નવી ખુરશી

    સિંહ (Leo)- 23 જુલાઈથી 23 ઓગસ્ટ

    તમે તમારા મનમાં જે પણ ધારણા બાંધેલી છે, તે ટૂંક સમયમાં દૂર થઈ શકે છે અને તમે વાસ્તવિકતા જોઈ શકશો. કામ પ્રત્યે કમિટેડ રહેવાથી તમને તમારું સ્થાન મળી શકે છે. આજનો દિવસ ખૂબ જ બિઝી રહી શકે છે. કોઈપણ બાબતને ટાળવાનો પ્રયાસ ના કરશો.

    લકી સાઈન- રબર પ્લાન્ટ

    કન્યા (Virgo)- 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

    કોઈ જૂના પરિચિત વ્યક્તિને આર્થિક મદદની જરૂર ઊભી થઈ શકે છે. તમારે તમારી બચતમાં વધારો કરવાની જરૂરિયાત છે. આરોગ્ય મુદ્દે કાળજી લેવામાં વિલંબ ના કરવો જોઈએ. ખાસ કરીને દાંતની સમસ્યા હોય તો તેનું નિવારણ લાવવું જરૂરી છે.

    લકી સાઈન- ચાંદીની ચમચી

    તુલા (Libra)- 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર

    તમારી દૈનિક પ્રવૃત્તિના કારણે તમને તમારો દિવસ મેનેજ કરવામાં માર્ગદર્શન મળી શકે છે. કોઈ ખાસ મુલાકાતને કારણે ભવિષ્ય માટેના સ્પષ્ટ સંકેત મળી શકે છે. તમને દાન કરવાની અને લોકોને મદદ કરવાની ઈચ્છા થઈ શકે છે.

    લકી સાઈન- બ્લ્યૂ કલરની સ્પોર્ટ્સ બેગ

    વૃશ્વિક (Scorpio)- 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર

    સવાર સવારમાં તમને કોઈ જવાબદારીનો બોજ મળી શકે છે, ત્યારબાદ પરિસ્થિતિ કાબૂમાં આવી શકે છે. કોઈપણ પ્રકારની ગેરસમજ ઊભી ના થાય તે માટે કમ્યુનિકેશન ક્લિઅર હોવું જરૂરી છે. ભાઈ બહેનને એકબીજાના સહયોગની આવશ્યકતા હોઈ શકે છે.

    લકી સાઈન- રંગીન ગ્લાસ

    ધન (Sagittarius)- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

    તમે જે પ્રકારે દિવસ શરૂ કરવા ઈચ્છતા હતા તે પ્રકારે આજના દિવસની શરૂઆત થઈ શકે છે. કંઈક નવું કરવા માટે તમને ચાર્જ મળવાની શક્યતા છે. નાની મોટી ચોરી થવાની સંભાવના હોવાને કારણે તમારી વસ્તુઓને સુરક્ષિત રીતે મુકી રાખો.

    લકી સાઈન- નવી ડેરી

    મકર (Capricorn)- 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

    તમારામાંથી ઘણા લોકો પોતાના નજીકના મિત્રોથી બચીને રહે છે. આ પ્રકારે કરવાની કોઈ જ જરૂરિયાત નથી. તમે મોટાભાગના દિવસ ઘરમાં રહીને આનંદ લઈ શકો છો. આજે પેપરવર્ક કરવાનો દિવસ છે.

    લકી સાઈન- લાલ બ્રિક દીવાલ

    કુંભ (Aquarius)- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

    આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથે વાત કરવાથી તમારો દિવસ સારો પસાર થઈ શકે છે. તમે જે વ્યક્તિથી પરિચિત છો, તે વ્યક્તિથી દૂર રહેવું જોઈએ. તમે આજે કેટલીક વ્યક્તિઓ સાથે ફરીથી જોડાઈ શકો છો.

    લકી સાઈન - બ્રાઈટ ઈન્ટિરિયર
    Published by:kiran mehta
    First published:

    Tags: Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati, આજનું રાશિફળ, રાશિ ભવિષ્ય, રાશિફળ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन