Home /News /dharm-bhakti /

રાશિફળ 7 ઓગસ્ટ : આ રાશિના જાતકોને મળી શકે છે નવી તકો, લાગણીઓ બાબતે સાવધાન રહેવું, જાણો આજનું રાશિફળ

રાશિફળ 7 ઓગસ્ટ : આ રાશિના જાતકોને મળી શકે છે નવી તકો, લાગણીઓ બાબતે સાવધાન રહેવું, જાણો આજનું રાશિફળ

આજનું રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

  ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

  મેષ: 21 માર્ચ-19 એપ્રિલ

  અન્ય વ્યક્તિઓના ઈરાદાને સમજ્યા પછી પણ તમે જોખમ લેવાનું પસંદ કરી શકો છો. કેટલાક દિવસથી તમારા માટે અન્ય લોકો પર વિશ્વાસ કરવું સહેલું બની ગયું છે. તમારી પાસે વર્તમાન પ્લાનનું બેકઅપ હોવો જરૂરી છે. ટૂંક સમયમાં પ્રવાસ થઈ શકે છે. તમે જેને અવગણવાનો પ્રયાસ કરી રહ્યાં છો તે અચાનક આવી શકે છે. તમારા મિત્રોને સમજદારીપૂર્વક પસંદ કરો.

  લકી સાઇન - ઇન્ડોર પ્લાન્ટ

  વૃષભ : 20 એપ્રિલ-20 મે

  તમે અમુક મુદ્દાઓ વિશે રૂઢિચુસ્ત હશો, પરંતુ જાહેરમાં તમારો દૃષ્ટિકોણ અલગ હોય શકે છે. સમયપાલનનો અભિગમ તમને ટૂંક સમયમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે. કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે અને તમને કંઈક નવું શરૂ કરવાની તક મળશે. દૂર દેશથી કોઈ તમારા માટે સારા સમાચાર આપી શકે છે.

  લકી સાઇન - પુષ્પગુચ્છ

  મિથુન: 21 મે - 21 જૂન

  તમારી ઇન્દ્રિયોની માવજત કરો, કારણ કે તમારા મનને શાંત કરવાની જરૂર છે. કોઈપણ પ્રકારની આરામ તમને તમારા ભવિષ્યના દિવસોને વધુ સારી રીતે પ્લાન કરવામાં મદદ કરી શકે છે. જે વ્યક્તિ અગાઉ આકર્ષક ન હતી તે હવે રસપ્રદ લાગી શકે છે. તમે હમણાં થોડો સમય એકાંતમાં પસાર કરવા માંગો છો. તમારા માટે બોજ સમાન કુટુંબના કોઈ દબાણનો ટૂંક સમયમાં ઉકેલ આવી શકે છે. હાલ માટે લોન લેવાનું ટાળો.

  લકી સાઇન - સિરામિક ફૂલદાની

  કર્કઃ 22 જૂન-22 જુલાઇ

  તમે ઊંચા પદના લોકો પર સારી છાપ છોડી શકો છો. તમારા પર ધ્યાન આપતી કોઈ વ્યક્તિ કદાચ તમારો સંપર્ક કરી શકે છે. તમારી આવડતમાં તમારો આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત થાય. કોઈ અન્ય વ્યક્તિ તમને તમારી આંતરિક ક્ષમતા અને ભૂતકાળની સફળતાની મક્કમતા આપી શકે છે. તમારું રોકાણ પ્રગતિશીલ દિશામાં જતું જણાય. તમારા હાલના સંબંધોમાં થોડી તાજગી લાવવાનો પ્રયાસ કરો.

  લકી સાઇન - ગુલાબી ફૂલ

  સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ

  તમે કોઈ પ્લાનની કલ્પના કરી હશે પરંતુ તેને અમલમાં મુકવામાં મુશ્કેલી પડી શકે છે. દૈનિક કાર્યો તમને વ્યસ્ત રાખી શકે છે. તમે સંતોષજનક સમય તરફ આગળ વધી રહ્યા છો અને તમે ભૂતકાળમાં જે કર્યું છે તેનું ફળ મળશે. એક સમયે એક કામ કરવાની સલાહ આપવામાં આવે છે, ઘણી બધી બાબતો વિશે વિચારવાથી અસમંજસ સ્થિતિ અને બિનજરૂરી તણાવ થઈ શકે છે. તાજગી માટે થોડા વિરામનું આયોજન થઈ શકે છે.

  લકી સાઇન - નવું પરફ્યુમ

  કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર

  જાહેરમાં ખાનગી વાતચીત કરવાનું ટાળો. તમે અજાણતામાં કેટલીક બાબતોમાં તમારી જાતને સામેલ કરી શકો છો. મિશ્ર લાગણીઓ અને સંવેદના અનુભવશો. તમારા પ્રત્યે આકર્ષિત વ્યક્તિ તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકે છે. તમે પણ ભાવનાત્મક રીતે સંવેદનશીલ હશો. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. જો તમે મૂંઝવણમાં હોવ તો નિર્ણયને પછી માટે છોડી દો. ઊંડા શ્વાસ લેવાની કસરત કરો.

  લકી સાઇન - વ્હાઇટબોર્ડ

  તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર

  તમે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મિટિંગ ગોઠવી હોય તો તેમના સમયનો આદર કરો. તમે અમલમાં ન મુકી શકાય તેવા વિચારને છોડી દો. થોડા સમય માટે થોડી આર્થિક તંગી આવી શકે છે, પરંતુ તમે તેને જલ્દી દૂર કરી શકો છો. સિનિયર પર તમારા વિશે ખૂબ જ સારો પ્રભાવ છે અને તમે તેમને નિરાશ ન કરવાનો પ્રયાસ કરી શકો છો.

  લકી સાઇન - સિલિકોન મોલ્ડ

  વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર

  કોઈ જાણીજોઈને તમારી સાથે ઝઘડો કરવા માંગે છે. ખૂબ સજાગતા સાથે તમારે તેનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉગ્ર સ્વભાવ સમસ્યા હોઈ શકે છે, પરંતુ ટૂંક સમયમાં તમે તેને શાંત કરવાના માર્ગો શોધી શકશો. અન્ય લોકો તમારા પર કામ અને તણાવનો બોજ નાખવાનો પ્રયાસ કરી શકે છે. તમારા મગજમાં ઘણું બધું ચાલી રહ્યું હોઈ શકે છે, દરેક વસ્તુ વિશે વાત કરવી જરૂરી નથી. તમને ભૂતકાળની કોઈ બાબત હલ કરવાની તક મળી શકે છે. બહાર જમવા જવાથી ખૂબ જરૂરી ચેન્જ મળી શકે છે

  લકી સાઇન - લાઇટનો તાર

  ધન : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર

  બ્રહ્માંડ હાલમાં તમારી જરૂરિયાતો અને ઇચ્છાઓને ફરીથી ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તમે કૃતજ્ઞતા અનુભવશો. નાના મુદ્દા પર નાની લડાઈ અથવા મતભેદની અપેક્ષા છે. તમારા જીવનસાથીમાં તમારી સાથે સંકલનનો અભાવ હોઈ શકે છે અને તે વિપરીત જ કંઈક સૂચવી શકે છે .તમે થોડો એકાંત સમય પોતાની સાથે વ્યતિત કરવા માંગશો. આધ્યાત્મિક પ્રવાસ ઉપયોગી થઈ શકે છે.

  લકી સાઇન - સ્થળાંતર કરનાર એક પક્ષી

  મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી

  તમને જે ડર છે તે સાકાર થવાની શક્યતા છે. તેનાથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તે વિચારવા પાછળ ઊર્જા ખર્ચવાનું બંધ કરવું. આજે તમારી ઉર્જા શિસ્તબદ્ધ દિવસ સૂચવે છે. તમે તમારી દિનચર્યાને ખૂબ સારી રીતે અનુસરી શકશો. તમારા કેટલાક મિત્રો તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તમે મળવા માટે ઈચ્છા ના ધરાવો એમ બને. તમારે તમારા પાર્ટનરની પસંદગી કાળજીપૂર્વક કરવી જોઈએ,

  લકી સાઇન - સન બ્લોક

  કુંભ: 20 જાન્યુઆરી - 18 ફેબ્રુઆરી

  તમે જેટલા નમ્ર છો, તેટલું જ તમને ફાયદો થશે. જેના કારણે કામ કોઈપણ અવરોધ વિના સરળતાથી થઈ રહ્યા હશે. તમારા બાળકો આ અઠવાડિયે ખુશીનું મુખ્ય કારણ બની શકે છે. ફેમિલી ગેટ ટુગેધર, જો તે મુલતવી રહેતું હોય તો હવે થઈ શકે છે. તમારા કામને હમણાં માટે થોડો વિરામ આપો અને અન્ય જવાબદારીઓમાં ધ્યાન આપો. રોકડ આવતી રહેશે અને તણાવ પણ ઓછો જણાય છે. આગળ અનુકૂળ દિવસો આવી શકે છે. જો શક્ય હોય તો કાળો રંગ ટાળવાનો પ્રયાસ કરો.

  લકી સાઇન - માટીનું વાસણ

  મીન : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ

  સાધારણ જીવન કંટાળાજનક બની શકે છે અને તમે કેટલીક ઉચ્ચ આકાંક્ષાઓ પૂર્ણ કરવા માંગો છો. કોઈ જૂના બોસ તમારી મદદ માંગવા માટે સંપર્ક કરી શકે છે. તકો મર્યાદિત છે પરંતુ તમે તમારા માટે એક શોધી તક શકશો. તે મેળવવાનો સમય છે અને તમે તેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકો છો. દબાયેલી લાગણીઓ જાહેરમાં બહાર આવી શકે છે. નાણાકીય પ્રગતિ થોડા સમય માટે સ્થિર થઈ શકે છે. તમારા શોખને ફરીથી માણો.

  લકી સાઇન - રાહ જોવાતો મેઇલ
  First published:

  Tags: Gujarati Rashifal, Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati, Today Rashifal, આજનું રાશિફળ, રાશિ ભવિષ્ય, રાશિફળ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन