Home /News /dharm-bhakti /

Horoscope 30 June 2022 : કઈ રાશિના લોકોના જીવનમાં આવશે પરિવર્તન અને થશે નાણાકીય વૃદ્ધિ

Horoscope 30 June 2022 : કઈ રાશિના લોકોના જીવનમાં આવશે પરિવર્તન અને થશે નાણાકીય વૃદ્ધિ

રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

  આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

  મેષ (Aries)- 21 માર્ચથી 19 એપ્રિલ

  તમારા જીવનના અંગત વ્યક્તિને તમારી મદદની જરૂર હોઈ શકે છે. જેના કારણે મતભેદ થઈ શકે છે, પરંતુ તેનું સમાધાન કરવું જરૂરી છે. જે વ્યક્તિ સત્તા પર છે, તેની પાસે જવા માટે તમને ખચકાટ થઈ શકે છે અથવા નિરાશાનો સામનો કરવો પડી શકે છે.

  શુભ સંકેત- મની પ્લાન્ટ

  વૃષભ (Taurus)- 20 એપ્રિલથી 20 મે

  આજનો દિવસ ખૂબ જ આનંદ અને ઉમંગભર્યો હશે. જો તમે તેમાં શામેલ નહીં થાવ તો તે તમારા માટે યોગ્ય નહીં રહે. તમે કોઈ ખાસ વિકલ્પની સાથે હાજર છો. ઉતાવળમાં નાણાકીય બાબતે કોઈ નિર્ણય ન લેવો જોઈએ.

  શુભ સંકેત- રેડ ડેકોર

  મિથુન (Gemini)- 21 મેથી 21 જૂન

  નાણાંકીય રીતે વૃદ્ધિ થવાને કારણે તમારી આશાઓ વધી શકે છે. જો તમને કોઈ વસ્તુની ટેવ પડી ગઈ છે, તો તમારી તે ટેવમાં સુધારો થઈ શકે છે. ગૃહિણીઓ ખૂબ જ વ્યસ્ત રહી શકે છે અને નવા શેડ્યુલ પ્રમાણે તાલમેલ બેસાડવામાં તકલીફ થઈ શકે છે.

  શુભ સંકેત- રમકડું

  કર્ક (Cancer)- 22 જૂનથી 22 જુલાઈ

  કન્ફ્યુઝનના કારણે તમે ખૂબ જ ડિસ્ટર્બ થઈ શકો છો. આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે તમારે શાંત જગ્યાએ સમય પસાર કરવો જોઈએ. ગારમેન્ટના બિઝનેસમાં માગમાં વધારો થવાને કારણે નફામાં અઢળક વૃદ્ધિ થઈ શકે છે.

  શુભ સંકેત- સિગ્નલ

  સિંહ (Leo)- 23 જુલાઈથી 23 ઓગસ્ટ

  આગળ શું કરવું જોઈએ તેને લઈને તમે સંપૂર્ણપણે સ્પષ્ટ છો. પરંતુ તેને લઈને તમે કંઈ આગળ વિચારતા જ નથી અને પ્રયત્ન પણ નથી કરી રહ્યા. અગાઉ તમે જે પણ કામ કર્યું હશે તેના માટે પુરસ્કાર મળી શકે છે અને તમારી સરાહના થઈ શકે છે.

  શુભ સંકેત- બાઈક

  કન્યા (Virgo)- 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

  કોઈ મહત્વપૂર્ણ બાબતનું લાંબા સમયથી અમલીકરણ નહોતું થઈ રહ્યું, હાલમાં તે બાબતનું અમલીકરણ થઈ ચૂક્યું છે. તમારું કાર્ય ધીમે ધીમે આગળ વધી શકે છે, પરંતુ તેમાં સમય લાગી શકે છે. ટ્રાવેલ દરમિયાન રોમેન્ટીક વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે.

  શુભ સંકેત- પીંછુ

  તુલા (Libra)- 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર

  તમારે ગેટ ટુગેધર અથવા પાર્ટી માટે બહાર જવું પડી શકે છે. બપોર પછી તમારો દિવસ ખૂબ જ આનંદદાયક રહેશે. સવારથી બપોર સુધી તમારો દિવસ બોરિંગ હોઈ શકે છે અને તમને કંટાળો આવી શકે છે.

  શુભ સંકેત- કેરાઓકે

  વૃશ્વિક (Scorpio)- 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર

  તમારી નિશ્ચિત ધારણાઓને કારણે અન્ય લોકોને સમસ્યા થઈ શકે છે, પરંતુ તમારે તે બાબતે કોઈ ધ્યાન આપવું ન જોઈએ. તમારે તમારી આંતરિક ફ્લેક્સિબિલિટી પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. થોડા મહિના અગાઉ તમને એક સારી તક મળી હતી, ફરી તમને આ તક મળી શકે છે.

  શુભ સંકેત- નવી બુક

  ધનુષ (Sagittarius)- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

  ઘણા લાંબા સમય બાદ તમને સંતુલિત ફીલ થઈ રહ્યું છે. તમારી આસપાસ જે કંઈ પણ ચાલી રહ્યું છે, તેને લઈને તમે ખૂબ જ ક્લિઅર છો. હાલમાં જે પણ છે તેને ઓર્ગેનાઈઝ કરીને ઉત્સાહથી તે તરફ આગળ વધવાની યોજના બનાવો. જો તમે અગાઉ કોઈને લોન આપી હોય તો, તે વ્યક્તિ તે લોનની ચૂકવણી કરી શકે છે.

  શુભ સંકેત- પિયાનો

  મકર (Capricorn)- 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

  તમારે તમારી આસપાસ સિક્યોરિટી રાખવાની જરૂર છે. કેટલીક વ્યક્તિઓ તમારી પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી શકે છે. જો કોઈ વ્યક્તિ તમારા આંતરિક મામલાઓમાં દખલ કરવાની કોશિશ કરે, તો તમે તે અંગે તમારી નાપસંદ જાહેર કરી શકો છો. ટીનએજર્સ કેટલીક બાબતોને લઈને કન્ફ્યુઝ થઈ શકે છે.

  શુભ સંકેત- સ્ક્વેર બોક્સ

  કુંભ (Aquarius)- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

  તમારે તમારા ઈમોશનને સાઈડમાં રાખીને પ્રેક્ટીકલી આગળ વધવાની જરૂર છે. જ્યારે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂર હોય છે, ત્યારે અન્ય બાબતોને ધ્યાનમાં લેવી ન જોઈએ. તમારા જીવનમાં એક નવી તક આવી શકે છે, જેના માટે તમારે થોડા એડજસ્ટમેન્ટ કરવાના રહેશે.

  શુભ સંકેત- ગિફ્ટ બોક્સ

  આ પણ વાંચો - જ્યોતિષમાં સૌથી અશુભ અને ભયાનક યોગ છે યમઘંટક, જાણો ક્યારે અને કેવી રીતે થાય છે તેની અસર

  મીન (Pisces)- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

  ભવિષ્યમાં આગળ જે કંઈ પણ પરિસ્થિતિ કે તક આવે તેનો સ્વીકાર કરો અને આગળ વધવાની કોશિશ કરો. તમારે તમારા ડરને દૂર કરવાની અને આગળ વધવાની જરૂર છે. જે પણ થઈ રહ્યું છે, તે વિધિના વિધાન અનુસાર થઈ રહ્યું છે.

  શુભ સંકેત- ક્લોક ટાવર
  Published by:kiran mehta
  First published:

  Tags: Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati, આજનું રાશિફળ, રાશિ ભવિષ્ય, રાશિફળ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन