Home /News /dharm-bhakti /

Rashifal 29 July : શ્રાવણ મહિનો શરૂ, આ રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે શુભ, જાણો આપનું રાશિફળ

Rashifal 29 July : શ્રાવણ મહિનો શરૂ, આ રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે શુભ, જાણો આપનું રાશિફળ

શુક્રવારનું રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

  મેષ : 21 માર્ચ-19 એપ્રિલ

  તમે અને તમારા જીવનસાથીએ અમુક વિષયોને વાતચીત કરવામાં ટાળવાનું પરસ્પર નક્કી કર્યું હશે, પરંતુ તેને ઉકેલવાની જરૂર છે. તેને અત્યારે બાજુમાં કરવાને બદલે ઉકેલવા પર ધ્યાન આપો. દૂરના સંપર્કો શાંતિ આપી શકે છે.

  લકી સાઇન - શાંત સંગીત

  વૃષભ : 20 એપ્રિલ-20 મે

  જો તમે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં છો તો તમારા ફાયદામાં કેટલાક કામ થઈ શકે છે. ભલે ખર્ચ વધી રહ્યા હોય, પરંતુ તમે સ્થિતિને સારી રીતે સાચવી શકશો. સારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા બનવી જોઈએ.

  લકી સાઇન - સિલ્વર સાંકળ

  મિથુન : 21 મે - 21 જૂન

  જો તમારું ધ્યાન બીજે ક્યાંક હશે, તો તમે હાથમાં આવેલ તક ગુમાવી શકો છો. જો તમારામાં આત્મવિશ્વાસનો અભાવ હોય અથવા તે પદ લેવું કે નહીં તે વિશે વધુ વિચારતા હોવ, તો તમે ખરેખર તેને ગુમાવી શકો છો. તમારે વિશ્વાસપૂર્વક આગળ વધવાની જરૂર છે. સમય સાબિત કરશે કે તમે તમારા માટે લીધેલો આ નિર્ણય શ્રેષ્ઠ હતો.

  લકી સાઈન - પુસ્તક કવર

  કર્ક : 22 જૂન-22 જુલાઈ

  તમે તમારી જૂની ખાવા-પીવાની આદતો, વાતચીતની આદતો, સ્વીટ ટુથ વગેરેથી છૂટકારો મેળવવા ઈચ્છતા હશો પણ સફળ થયા નથી તો હવે આ બધાની ગંભીરતાથી સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. અને એવું લાગે છે કે તે હવે તમારી રીતે તે થઈ શકે છે.

  લકી સાઈન - એક ગુલાબ ક્વાર્ટઝ

  સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ

  તમે થોડા સમય માટે વધુ વિચારી રહ્યા છો અને તે તમને ક્યાંય પહોંચવામાં મદદ કરી રહ્યું નથી. તમારા વિચારોને કેન્દ્રિત કરો, એક નક્કર યોજના બનાવો, કોઈ આધાર આપી શકે એવી વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે ચર્ચા કરો અને તમે ટૂંક સમયમાં આગળ વધવા માટે તૈયાર થઈ જશો. એવું લાગે છે કે તમે ખૂબ જ જલ્દી સ્થિરતા પામી જશો.

  લકી સાઈન - વાદળી નીલમ

  કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર

  જ્યારે તમે કોઈ અગત્યની વાત કરી રહ્યાં હોવ ત્યારે તમારા વિચારોને અસ્તવ્યસ્ત ન થવા દેવાનો પ્રયાસ કરો. કામ પર ઘણું બધું દાવ પર લાગી શકે છે, જે તમારી દેખરેખ હેઠળ છે. આવનારા દિવસોમાં આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે.

  લકી સાઇન - સોલો પ્રદર્શન

  તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર

  અમુક સમયે તમારા મંતવ્યો તમારા વિચારો કરતા વધારે અસર કરે છે. વાતચીત દરમિયાન માનસિક રીતે જાગૃત રહેવાની સલાહ આપવામાં આવે છે. પરફેકશન માટેનો તમારો સંઘર્ષ અન્ય લોકોને બિનજરુરી રીતે અટકાવી રાખે છે. તમારે વ્યવસાયિક વ્યક્તિ જેવી માનસિકતા તૈયાર કરવાની જરૂર છે.

  લકી સાઈન - મોટી વિંડો

  વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર

  આ નવા યુગમાં જ્યાં એજન્ડા લાગણીઓ પર હાવી હોય છે. તમારો એક અલગ અનુભવ હોઈ શકે છે, જ્યાં તમે ભાવનાત્મક રીતે સામેલ થાઓ છો અને જ્યારે તે વસ્તુ ખતમ થાય છે, ત્યારે તમે તમારી જાતને અલગ કરી શકતા નથી. તમને તમારા કામ માટે જલ્દી જ ઓળખ મળી શકે છે.

  લકી સાઈન - ટેનિસ રેકેટ

  ધન : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર

  તમારી પસંદગી મુજબની સફરમાં આખરે તમને આરામની તે ક્ષણો મળે છે જે તમે છેલ્લા કેટલાક સમયથી શોધી રહ્યા છો. જીવન વ્યસ્ત હતું અને ખૂબ કામ હતું. આરામની ક્ષણોમાં આગળની યોજના બનાવવાની સલાહ આપવામાં આવે છે.

  લકી સાઈન - પક્ષીઓનો સમૂહ

  મકર : 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી

  તમે કદાચ જોતા હશો કે જે વસ્તુઓ વિખરાયેલી દેખાતી હતી તે હવે સંરેખિત થઈ રહી છે અને તેમને સમજવા માટે તમારી પાસે જરૂરી માનસિક સ્પષ્ટતા પણ છે. તમારા અભિગમમાં થોડો ફરક, તમને ખૂબ સફળ બનાવશે. ટૂંક સમયમાં કોઈ તક મળી શકે છે.

  લકી સાઈન – હેરિટેજ ઘડિયાળ

  કુંભ : 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી

  જ્યારે તમારું ધ્યાન ન હતું ત્યારે ઘણી બધી વસ્તુઓ બની ગઈ હશે. તે તથ્યોને તમારા મનમાં ઉતરતા પહેલા તેને સમજવા માટે તમારો સમય લો. છેલ્લા કેટલાક દિવસોમાં વ્યાપક ખર્ચને લીધે, તમારે તમારી ખર્ચ પેટર્નની સમીક્ષા કરવાની જરૂર પડી શકે છે

  લકી સાઈન - ઘંટ

  મીન : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ

  દિવસ વ્યસ્ત જણાય છે. તમારા મગજમાં ઘણી બધી વસ્તુઓ ચાલી રહી છે. અને તમે તે બધાને એક જ વારમાં ઉકેલવાના મૂડમાં છો. તમારે એકસાથે થોડી ધીરજ અને કેટલાક માર્ગદર્શન બંનેની જરૂર પડી શકે છે.

  લકી સાઈન - અર્ધ કિંમતી રત્ન

  રાશિફળ, જ્યોતિષ, ટેરોકાર્ડ, Tarotcard, Astrology
  Published by:kiran mehta
  First published:

  Tags: Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati, આજનું રાશિફળ, રાશિ ભવિષ્ય, રાશિફળ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन