Home /News /dharm-bhakti /

Rashifal 22 June: આ રાશિના જાતકને જીવનસાથી સાથે થશે વારંવાર ઝઘડા, જાણો આજનું રાશિફળ

Rashifal 22 June: આ રાશિના જાતકને જીવનસાથી સાથે થશે વારંવાર ઝઘડા, જાણો આજનું રાશિફળ

આજનું રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

  ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

  મેષ (Mesha): 21 માર્ચ-19 એપ્રિલ

  આ સમયે તમે આત્મવિશ્વાસ અનુભવી શકો છો અને તમને ગણતરીપૂર્વક જોખમો લેવાનું મન થઈ શકે છે. તમે પરિવારમાં દરેક વ્યક્તિ તરફથી ખૂબ જ સહયોગનો અનુભવ પણ કરી શકો છો. મુસાફરી કરતી વખતે તમારી સંપત્તિનું ધ્યાન રાખો.

  લકી સાઇન - વાદળી બેગ

  વૃષભ (Vrishabha) : 20 એપ્રિલ-20 મે

  નવા પ્રયત્ન કરવાનુ હાલ ટાળો કારણ કે તેમાં સમસ્યાઓ અથવા વિલંબ હોઇ શકે છે. જો તમે આગળ અભ્યાસ કરવાનું મન બનાવી લીધું હોય, તો તમારે આગળ વધવું જોઈએ. અધિકૃત દસ્તાવેજ ચિંતાનું કારણ બની શકે છે.

  લકી સાઇન - નિયોન બેન્ડ

  મિથુન (Mithuna) : 21 મે - 21 જૂન

  તમારો આકસ્મિક નિર્ણય નવી શક્યતાઓને માર્ગ આપી શકે છે. જીવનસાથી સાથે વિવાદ 1 દિવસ સુધી ચાલી શકે છે. નાની કામકાજની યાત્રાના સમાચાર થોડી રાહત આપી શકે છે.

  લકી સાઇન - હીરા

  કર્ક (Karka): 22 જૂન-22 જુલાઈ

  તમે ઘણા બધા મિત્રોને આકર્ષિત કરી શકો છો, પરંતુ તમે ઇચ્છો તે રીતે બહુ ઓછા લોકો જોડાયેલા હશે. દિવસમાં એક નાનકડું ડિપ્રેશન સેટ થઈ શકે છે, તેમાંથી સભાનપણે બહાર નીકળવાનો પ્રયત્ન કરો, દિવસનો બીજો ભાગ સિંગલ્સને એક્સપ્લોર કરવા માટે સારો છે.

  લકી સાઇન - લીલો ડ્રેસ

  સિંહ (Singha): 23 જુલાઈ- 22 ઓગસ્ટ

  તમે તમારી આસપાસની હિલચાલથી સચેત રહેવાની જરુર છે. કારણ કે તમને ઈજાના સંકેતો છે. પગારને લઇને સારા સમાચાર મળી શકે છે. તમે જેને ચાહો છે તે તમારી તરફ વધશે.

  લકી સાઇન - કીહોલ

  કન્યા (Kanya): 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર

  નવા કપડા અથવા અચાનક ખરીદી તમારો દિવસ બનાવી શકે છે. મિત્રોને મળવા માટે સારો દિવસ છે, કોઇની યાદ તમને ખુશી આપી શકે છે.

  લકી સાઇન - સોનાની બંગડી

  તુલા (Tula): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર

  તમારા નવા વિચારની સંભાવનાઓ હવે આકાર લઈ રહી છે. જો તમે ભૂતકાળમાં કોઈને હેરાન કર્યો હોય, તો તમારે ફરીથી તેનો સામનો કરવો પડી શકે છે. તમને તમારા ઘરમાં કોઈ ખૂણે શાંતિ માટે જગ્યા બનાવવાનું મન પણ થઈ શકે છે.

  લકી સાઇન - સ્ટેમ

  વૃશ્ચિક (Vrashchika): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર

  જો તમે નવી નોકરી માટે અરજી કરી રહ્યાં હોવ તો વધુ એક પરીક્ષા માટે તમારી જાતને તૈયાર કરો. તમે મેનેજમેન્ટ સમક્ષ જે પણ રજૂઆત કરી શકો છો તેના માટે મિશ્ર પ્રતિસાદ હોઈ શકે છે. એક જ સમયે ઘણાબધા કામ કરવાનો પ્રયાસ કરશો નહીં.

  લકી સાઇન - રોકિંગ ખુરશી

  ધનુ (Dhan): 22 નવેમ્બર - 21 ડિસેમ્બર

  તમને કોઈ કલાકાર દ્વારા ખૂબ પ્રેરણા મળી શકે છો. તમારા વ્યક્તિત્વના અમુક પાસાઓ છે હવે તમારી સામે આવવા લાગશે. નવા જોડાણના સંકેત છે.

  લકી સાઇન - ફોટો ડિસ્પ્લે

  મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી

  જ્યાં સુધી કોઈ વ્યક્તિ તમારી સાથે વ્યક્તિગત રૂપે શેર ન કરે ત્યાં સુધી તમારે માહિતી પર વિશ્વાસ કરવો નહીં. કદાચ કોઈ નવી વ્યક્તિ તમારા આંતરિક વર્તુળમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે. રોકડ પ્રવાહ વધુ સારો જણાય છે.

  લકી સાઇન - આર્ટ ગેલેરી

  કુંભ: 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી

  મોટાભાગે તમે ઘરેલું બાબતોમાં વ્યસ્ત રહી શકો છો. આવકનો વધારાનો સ્ત્રોત તમારો દિવસ સારો બનાવી શકે છે.

  લકી સાઇન - લોક અને ચાવી

  આ પણ વાંચો - Horoscope 21 June 2022: આ રાશિના જાતકે રોકડ વ્યવહાર કરતી વખતે સાવચેત રહેવું

  મીન 19 ફેબ્રુઆરી - 20 માર્ચ

  તમે જેની ફિકર કરો છો તેની સામે તમારે સત્ય બોલવા માટે કદાચ ઘણી હિંમતની જરૂર પડી શકે છે. તમારા ઉપરી અધિકારીઓની મંજૂરીમાં સમય લાગી શકે છે. એક લાંબી કાનૂની સમસ્યા બાકી છે, જે થોડી હિલચાલ બતાવી શકે છે.

  લકી સાઇન – રસ્સી, કે દોરડું
  Published by:kiran mehta
  First published:

  Tags: Gujarati Rashifal, Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati, Today Rashifal

  આગામી સમાચાર