Home /News /dharm-bhakti /

Rashifal 18 ઓગસ્ટ: આ રાશિના જાતકોને ધંધામાં થઈ શકે છે નુકસાન, જાણો આજનું રાશિફળ

Rashifal 18 ઓગસ્ટ: આ રાશિના જાતકોને ધંધામાં થઈ શકે છે નુકસાન, જાણો આજનું રાશિફળ

આજનું રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

  મેષ : 21 માર્ચ-19 એપ્રિલ

  જો તમે કંઈક નવીન પ્રયાસ કરી રહ્યાં છો, તો તે કરવા માટે આજે સારો દિવસ છે. તે નવો વ્યવસાય, પ્રોજેક્ટ અથવા કામ હોઈ શકે છે. તમે જે પોતાને આંકો છો તેના કરતાં તમારી ક્ષમતા ઘણી વધારે છે.

  લકી સાઇન - અરીસાની છબી

  વૃષભ : 20 એપ્રિલ-20 મે

  જીવનમાં તમારા નિયમોને વળગી રહેવું, ખૂબ મદદરૂપ સાબિત થશે. તમે જે મૂળભૂત બાબતોનો અભ્યાસ કરી રહ્યાં છો તેના પર તમારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. થોડા સમય માટે નિર્ણયો ટાળવા જોઈએ.

  લકી સાઇન - ચાંદીની મીણબત્તી

  મિથુન : 21 મે - 21 જૂન

  જો તમે કોઈની સાથે સારી રીતે ભાગીદારી કરવાનું વિચારી રહ્યા છો, તો હવે સમય યોગ્ય છે. જાહેરમાં દરેક વસ્તુ અને દરેક યોજનાને શેર ન કરવાની સલાહ આપવામાં આવે છે. તમારે બિનજરૂરી રીતે વધુ પડતો તણાવ પણ ન લેવો જોઈએ.

  લકી સાઇન - રત્ન

  કર્ક : 22 જૂન-22 જુલાઈ

  તમને સમજી શકતી વ્યક્તિ માટે તમારી છુપાયેલી લાગણીઓ બહાર આવી શકે છે. તમે કોઈ બીજા પર ભાવનાત્મક રીતે ખૂબ નિર્ભર છો જેની જરૂર નથી. તમારે તમારી જાતને તેમાંથી અલગ કરી અને સ્વતંત્ર રીતે આગળ વધવાની જરૂર છે.

  લકી સાઇન - પીળો પથ્થર

  સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ

  તમને કોઈ એવી વ્યક્તિ દ્વારા અત્યંત સારી રીતે આવકારવામાં આવે જેને તમે કેટલાક સમયથી મળ્યા ન હોવ. તમને કદાચ લક્ઝરી વસ્તુઓમાં મન લગાવી શકો છો તમારામાંથી કેટલાક વિદેશમાં વેકેશનનું આયોજન પણ કરી રહ્યા હશે.

  લકી સાઇન - મીણબત્તી

  કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર

  જો તમે કોઈ એવી વ્યક્તિ સાથે છો જે કદાચ પહેલાની સરખામણીમાં અત્યારે વધુ વ્યસ્ત છે, તો કદાચ તમે આટલી જલ્દી લાગણીઓથી છૂટકારો મેળવી શકશો નહીં. જો તમે જાહેરમાં કામ કરી રહ્યાં છો, તો તમારે સાવચેત રહેવું પડશે કારણ કે શક્ય છે તમારું નિરીક્ષણ થઈ રહ્યું હોય.

  લકી સાઇન - બુદ્ધ પ્રતિમા

  તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર

  તમારી વાટાઘાટોની સ્કિલ્સ હવે કામમાં આવી શકે છે. તમે બારીક વિગતો અને પરફેક્શન પર ધ્યાન આપો છો, તમે કામને વાળું સારી રીતે કરવા માટે તેનો ઉપયોગ કરો તેવી સંભાવના છે. કોઈ દૂર રહીને તમારા વિશે વિચારે છે.

  લકી સાઇન - ઇન્ડોર પ્લાન

  વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર

  અગાઉ કામ પરના તમારા વલણ સામે વાંધો ઉઠાવનારા કેટલાક લોકો હવે તે બાબતે પુનર્વિચાર કરી શકે છે. કેશમાં વધારો થવાનો છે. તમે બહુ જલ્દી નવા પ્રોજેક્ટ માટે સાઇન અપ કરી શકો છો.

  લકી સાઇન - ચેમ્બર

  ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર

  તમારી માનસિક સ્કિલ્સથી તમે જે પ્રભાવ સર્જ્યો હશે તે પ્રશંસાને પાત્ર છે. જો તમે કોઈ નવા કાર્ય વિચાર વિશે વિચારી રહ્યાં છો, તો તે ખૂબ જ જલ્દી શક્ય બનશે. ટૂંક સમયમાં પ્રવાસનું આયોજન કરવાની સલાહ આપવામાં આવે છે.

  લકી સાઇન - આરોહી

  મકર : 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી

  દિવસ ખૂબ જ મિશ્ર વાઇબ્સ ધરાવે છે. તમે જેનો ખુબ વિશ્વાસ કરો છો તેની વફાદારી વહેંચાયેલી છે. તમે તેમના પર તમારી નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી શકો છો. તમે બહુ જલ્દી રોડ ટ્રીપ માટે જઈ શકો છો.

  લકી સાઇન - બટરફ્લાય

  કુંભ: 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી

  તમે તમારા કાર્યને અપગ્રેડ કરવાની યોજના બનાવી રહ્યા છો, તેમાં થોડો વધુ સમય લાગી શકે છે. પ્રયાસ કરતા રહો અને યોગ્ય સમયની રાહ જુઓ. તમારા જીવનસાથી તરફથી આવતી કોઈ સલાહ તમારા માટે યોગ્ય ન લાગે.

  લકી સાઇન - કેનવાસ

  મીન : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ

  તમે તમારી ભૂતકાળના કામોને લઈને હાલમાં ઘણો પસ્તાવો અનુભવી શકો છો. કોઈ વ્યક્તિ જેણે તમારી સાથે તે કામો કર્યા હતા તે પણ તમને તે જ યાદ કરાવે છે. એવું લાગે છે કે ભાગ્ય તમને ટૂંક સમયમાં બીજી તક આપશે.

  લકી સાઇન - બે પીંછા
  First published:

  Tags: Aaj nu rashifal, Gujarati Rashifal, Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati, Today Rashifal, આજનું રાશિફળ, રાશિ ભવિષ્ય, રાશિફળ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन