Home /News /dharm-bhakti /

Horoscope 16 July : આ રાશિના જાતકો અત્યારના સમયમાં નવા રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, જાણો આજનું રાશિફળ

Horoscope 16 July : આ રાશિના જાતકો અત્યારના સમયમાં નવા રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, જાણો આજનું રાશિફળ

આજનું રાશિ ભવિષ્ય

Horoscope 16 July 2022: આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

  મેષ (Aries): 21 માર્ચથી 19 એપ્રિલ

  કેટલીક વાર વસ્તુઓને છોડવી મુશ્કેલ છે. વ્યવસાયને લગતી નવી ભાગીદારી આકાશને આંબશે. તમે સ્પર્ધાની અવગણના કરીને વર્તમાન તકો પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.

  લકી સાઈન - તળાવ

  વૃષભ (Taurus) : 20 એપ્રિલથી 20 મે

  તમને અગાઉ ચેતવણી આપવામાં આવી હતી, હવે સિનિયર્સ દ્વારા કામગીરીમાં ભૂલ સહન કરી શકાશે નહીં. તમારે હવેના કામ સંબંધિત પડકારો માટે તૈયારી શરૂ કરવાની જરૂર છે. સ્વાસ્થ્યની તકલીફ પણ સામે આવી છે.

  લકી સાઈન - મધમાખી

  મિથુન (Gemini) : 21 મેથી 21 જૂન

  તમે સખત પ્રયાસ કરતાં હશો, પરંતુ તમે જે અનુભવો છો તે તમારે વ્યક્ત કરવું જ જોઇએ. તમારે તમારી વાતચીતને કંટ્રોલમાં રાખવી જરૂરી છે. કોઈ સાથીદાર જાહેરમાં તમારી છબીને બગાડવાનો પ્રયાસ કરી શકે છે.

  લકી સાઈન - બ્રોન્ઝ વોલેટ

  કર્ક (Cancer) : 22 જૂનથી 22 જુલાઈ

  તમે અન્ય લોકો માટે સકારાત્મક વાઇબ્સ વહન કરતી વ્યક્તિ તરીકે સામે આવી શકો છો. તમારે વાસ્તવિકતા સ્વીકારી પાછા ફરવાની જરૂર છે. તમે જે લોકો પર તમે ભરોસો કરતા હોવ તેમની તરફ ધ્યાન આપવાની અથવા તેમની સાથે નિયમિત પણે વાત કરવાની જરૂર છે.

  લકી સાઈન - ટમ્બલર

  સિંહ (Singha): 23 જુલાઈથી 22 ઓગસ્ટ

  તમારી જાતને થોડી ટીમ સ્પિરિટ અને શીખવાની યોગ્યતા સાથે તૈયાર કરો. ઘરે તમારા વલણ બદલ તમારી ટીકા કરવામાં આવી રહી છે. રોકડ પ્રવાહ પર ધ્યાન રાખીને મેનેજ કરવાની જરુર છે.

  લકી સાઈન - વોકિંગ સ્ટિક

  કન્યા (Kanya) : 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

  કેટલીક વાર બે લોકો મળે ત્યારે તણખા થાય છે. આ વાતને અવગણશો નહીં. તમારા માટે ખાસ વ્યક્તિ એકાએક મળે તેવી સંભાવના છે. ટૂંક સમયમાં નાનકડી સફર પર જઈ શકો છો.

  લકી સાઈન - બ્લેક ક્રિસ્ટલ

  તુલા (Libra) : 23 સપ્ટેમ્બર- 23 ઓક્ટોબર

  અમુક વાત માટે નિશ્ચિત ન હોવ તો તેણે થોડો સમય મુલતવી રાખો. તમારું કુટુંબ તમારી સાથે થોડો સમય ગાળવા ઈચ્છે છે. કોઈ નવો પ્રોજેક્ટ તમને થોડા દિવસો માટે વ્યસ્ત રાખે તેવી સંભાવના છે.

  લકી સાઈન - સાગના લાકડાનું ફર્નિચર

  વૃશ્ચિક (Scorpio) : 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર

  તમારા લાંબા સમયથી પેન્ડિંગ બઢતીના સંકેત છે. ટૂંક સમયમાં ગેટ ટુગેધર થવા જઈ રહ્યું છે અને તે તમારા મનને રિફ્રેશ કરશે. ભવિષ્યમાં ખર્ચ કરવા અત્યારે બચત કરો.

  લકી સાઈન - વાંસનો છોડ

  ધન (Sagittarius): 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

  કોઈ વાતનો ઉકેલ શોધતા હોવ ત્યારે ગુસ્સો ક્યારેય તેનું નિરાકરણ નથી. ગુસ્સો ઓછો કરવાની સલાહ આપવામાં આવે છે. જુગાર જેવા જોખમી ખેલમાં ભાગ લેવાનું ટાળો. નવું વાહન ખરીદવાના સંકેત છે.

  લકી સાઈન - ક્વાર્ટ્ઝ

  મકર (Capricorn) : 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

  હવે પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય બની શકે છે. કોઈની થોડી મદદ અથવા લોન તમને કોઈપણ અણધાર્યા સંકટનો સામનો કરવામાં મદદ કરી શકે છે. થોડા સમય માટે આર્થિક તણાવ રહી શકે છે. તમારા જીવનસાથી સાથે ચર્ચા કરવાથી મદદ મળી શકે છે.

  લકી સાઇન - ક્લિમ્બર

  કુંભ (Aquarius) : 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

  તમે આશા રાખતા હતા તેવી સારવાર કદાચ તમને નહીં મળે. ટૂંકી મુસાફરી થઈ શકે છે અને તમે તમારા ઘરની બહાર થોડો સમય પસાર કરી શકો છો. જ્યારે તમે પાછા આવો ત્યારે તમારા તણાવને પણ બહાર મુકીને આવો.

  આ પણ વાંચોHoroscope 15 July 2022: આ રાશિના જાતકો માટે સફળતાના દ્વાર ખુલવાની સંભાવના, જાણો આજનું રાશિફળ

  લકી સાઈન - વાદળી નીલમ

  મીન (Pisces) : 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

  તમારો દિવસ અગાઉથી બાકી હતી તેવી કેટલીક ઍક્ટિવિટી પાછળ ગોઠવાયેલ છે. એકંદરે ઓછો તણાવપૂર્ણ દિવસ છે. ઘરેલુ મોરચે પણ તમને ઘણી મદદ મળી રહી હશે. અત્યારના સમયગાળામાં નવા રોકાણની ભલામણ કરવામાં આવે છે.

  લકી સંકેત - મોરનું પીંછું
  Published by:kiran mehta
  First published:

  Tags: Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati, Today Rashifal, આજનું રાશિફળ, રાશિ ભવિષ્ય, રાશિફળ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन