Home /News /dharm-bhakti /

Rashifal 15 August: મુસાફરી કરવાથી આ રાશિના જાતકોના મનમાં શાંતિ મળી શકે, જાણો આજનું રાશિફળ

Rashifal 15 August: મુસાફરી કરવાથી આ રાશિના જાતકોના મનમાં શાંતિ મળી શકે, જાણો આજનું રાશિફળ

આજનું રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

    મેષ : 21 માર્ચથી 19 એપ્રિલ

    આજે સારા સમાચાર મળશે. જે મોટે ભાગે આર્થિક ક્ષેત્રના રહેશે. તમારી આસપાસની તાજેતરની ઘટનાઓને કારણે તમે અભિભૂત થઈ શકો છો. તમારી નજીકની વ્યક્તિ અચાનક મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

    લકી સાઈન - પતંગ

    વૃષભ: 20 એપ્રિલથી 20 મે

    કોઈ નવી વ્યક્તિ બહોળા પ્રમાણમાં વિક્ષેપ લાવી શકે છે. તમે અંધાધૂંધીમાં હોવાનું અનુભવી શકો છો. મોડું થાય તે પહેલાં આ નવી મગજમારી છોડી દો. પૂર્ણ કરવા સક્ષમ ન હોવ તેવું કોઈ વચન આપશો નહીં.

    લકી સાઈન - પવનચક્કી

    મિથુન: 21 મેથી 21 જૂન

    તમે હમણાં પૂર્ણ કરેલ કેટલાક એસાઇમેન્ટને કારણે તમે થાક અનુભવી શકો છો. તમારે તમારા જીવનની ભવિષ્યની યોજના બનાવવા અને વધુ પૈસા કમાવવા માટે નવા સ્રોતો શોધવા માટે થોડી સ્પેસની જરૂર પડી શકે છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા મારફતે કોઈ મદદ મેળવવા માટે રાહ જોઈ શકે છે.

    લકી સાઈન - ચાંદીનો વાયર

    કર્ક : 22 જૂનથી 22 જુલાઈ

    તમે પ્લાન કર્યા મુજબ ખરીદી કરી હોય તો તમે તમારી જાતને તેમાં વ્યસ્ત કરી શકો છો. કામ પર સમયમર્યાદા મુજબ ચાલવું પડે. ઘરેલું સહાય નિયમિત કાર્યમાં અડચણો ઉભી કરી શકે છે.

    લકી સાઈન - સિલ્વરવેર

    સિંહ : 23 જુલાઈથી 22 ઓગસ્ટ

    તમે અગાઉ ના પાડી હોય તે વિકલ્પ હવે દેખાઈ શકે છે. કોઈ વસ્તુનું વધુ પડતું વિશ્લેષણ કરવાથી યોગ્ય પરિણામો ન પણ મળી શકે. તમારે આજના દિવસમાં કેટલીક ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બેકઅપ લેવાનું યાદ રાખો.

    લકી સાઈન - લાકડાની લાકડી

    કન્યા : 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

    પડકારના સમયમાં તમને અચાનક કોઈ સપોર્ટ સિસ્ટમ મળી શકે છે. કોઈની સાથે આકસ્મિક મુલાકાત ઝડપી પરિણામો લાવી શકે છે. તમે હાલમાં થોડી ઉતાવળ અનુભવી શકો છો, અનુકૂળ થવા માટે સમય અને જગ્યા આપો.

    લકી સાઈન - માટીની બરણી

    તુલા : 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર

    ગેટ ટૂ ગેધરથી તમને આરામ કરવાની અને રસપ્રદ વાતચીત કરવાની તક મળી શકે છે. તમારો કોઈ પ્રશંસક આ સમયે તમારું ધ્યાન ખેંચી શકે છે. લાબું વોક તમને ખૂબ જ જરૂરી સ્પેસ આપી શકે છે જે તમે શોધી રહ્યાં છો. ધ્યાન કરો.

    લકી સાઇન - ગોલ્ડ નેટ

    વૃશ્ચિક : 24 ઓક્ટોબરથી 21 નવેમ્બ

    તમને સત્તા - તાકાત મળશે. પૈસા સરળતાથી મળી શકે છે. તમે જે બાબતે મજબૂત ઇરાદો રાખ્યો છે, તે જલ્દીથી તમારી તરફેણમાં આવી શકે છે. પરિવારના કોઈ પણ સભ્ય સાથે ક્લેશથી બચવું.

    લકી સાઈન - સ્ટોરેજ ટ્રંક

    ધન : 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

    તમને સોંપાયેલ કાર્ય મુલતવી રાખવામાં આવી શકે છે અથવા તમારી પાસે સમયનો અભાવ હોઈ શકે છે. અગાઉથી તૈયારી કરવી શ્રેષ્ઠ છે. જો તમારા પિતાએ તમને કોઈ કામ સોંપ્યું હોય, તો તમારે તે કરવું જોઇએ. તમારી માનસિક સ્થિતિને તમારી શારીરિક પ્રવૃત્તિ સાથે સુસંગત રાખો.

    લકી સાઈન - બબલ રેપ

    મકર : 22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી

    કોઈપણ પ્રકારની યાત્રા તમારા મનમાં ઘણી શાંતિ લાવી શકે છે. કેટલાક જૂના મિત્રો આ અઠવાડિયે તમારી મુલાકાત કરવાનું વિચારી રહ્યા હોઈ શકે છે. તમારે પ્રયાસ કરતું રહેવું જોઈએ અને તમારા વેરવિખેર વિચારોને એકઠા કરવાની જરૂર છે.

    લકી સાઈન - કાગળનો કપ

    કુંભ : 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

    તમારા કાર્યને કોઈ નવા વ્યક્તિ તરફથી પ્રશંસા મળી શકે છે. જો તમે તમારા સંબંધોમાં હચમચી ગયા હોવ તો હવે સંબંધો વધુ સારા થવાની શક્યતાઓ રહેલી છે. કોઈનું નુકસાન કોઈના લાભમાં ફેરવાઈ શકે છે.

    લકી સાઈન - પિચ રોઝ

    મીન : 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

    તમે કેટલાક તબીબી મુદ્દાથી વિચલિત થઈ શકો છો. તમારી નજીક રહી કામ કરી રહેલા પાર્ટનરને ઘરની કેટલીક પરેશાનીઓ થઈ શકે છે. તમારા જીવનનું આગામી પ્રકરણ ટૂંક સમયમાં જ શરૂ થવાનું છે.

    લકી સાઈન - પીળું કપડું
    First published:

    Tags: Aaj nu rashifal, Gujarati Rashifal, Today Rashifal, આજનું રાશિફળ, રાશિ ભવિષ્ય, રાશિફળ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन