Home /News /dharm-bhakti /

Rashifal 13 ઓગસ્ટ: આ રાશિના જાતકોના જીવનમાં ટુંક સમયમાં આવશે નવી તકો, જાણો આજનું રાશિફળ

Rashifal 13 ઓગસ્ટ: આ રાશિના જાતકોના જીવનમાં ટુંક સમયમાં આવશે નવી તકો, જાણો આજનું રાશિફળ

આજનું રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

  ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

  મેષ : 21 માર્ચ-19 એપ્રિલ

  તમારે વિચાર્યું હશે તેના કરતાં આજે વધુ વ્યસ્ત દિવસ હોઈ શકે છે. કેટલાક મહત્વપૂર્ણ કામમાં તમારો મોટાભાગનો સમય લાગી શકે છે. આજે તમારા ખોરાકનું વિશેષ ધ્યાન રાખો અને તણાવમાં ખાવાનું ટાળો. ખૂબ જ જરૂરી હોય તે સિવાય વાયદાઓ ના આપશો

  લકી સાઇન - જાસ્મિન ફૂલ

  વૃષભ : 20 એપ્રિલ-20 મે

  આજે હળવી આરામદાયક સવાર અને વ્યસત બપોર પછી પોતાના માટે સમય કાઢો. કોઈ નજીકનો મિત્ર કોઈ સકારાત્મક સમાચાર લાવી શકે છે. તમે અત્યાર સુધી જે પણ મુલતવી રાખી રહ્યા હતા તે હવે કાર્યરત થઈ શકે છે.

  લકી સાઇન - લીંબુની સુગંધ

  મિથુન : 21 મે - 21 જૂન

  આજે આર્થિક લાભ અને નફાનો દિવસ છે. તમારા અટવાયેલા પૈસા અથવા કેટલીક નવા કામ તમને કમાવી આપશે. તમારા બાળકની સંગત પર ટૂંક સમયમાં નજર રાખવી પડી શકે છે. થોડો બ્રેક લેવાના સંકેત છે.

  લકી સાઇન - બે ખિસકોલી

  કર્ક : 22 જૂન-22 જુલાઈ

  તમારી અગાઉની યોજનાઓ સમયસર સારી રીતે પૂર્ણ થઈ શકે છે. એકતરફી સંબંધ હવે તેનો અર્થ ગુમાવવા લાગે છે. સરકારી નોકરીઓ અને મીડિયા ઉદ્યોગના લોકો માટે વ્યસ્ત પરંતુ મહત્ત્વનો દિવસ છે.

  લકી સાઇન - ગરુડ

  સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ

  તમારા વ્યક્તિગત દૃષ્ટિકોણને આજે મહત્ત્વ મળી શકે છે. તે તમને પ્રગતિ માટે પ્લેટફોર્મ આપશે. તમારા પેન્ડિંગ કાર્યો પૂરા કરવા માટે સારો દિવસ છે. તાત્કાલિક કામ પૂર્ણ કરવા તમારા જીવનસાથીને તમારી મદદની જરૂર પડી શકે છે.

  લકી સાઇન - નોટિસ બોર્ડ

  કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર

  તમારી ઇચ્છાઓ વિશે મકકમ રહો અને પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહો. તમારી અત્યારની ક્રિયાઓ પરથી તમારા વિશે ધારણાઓ બનશે. ઉત્સાહી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ તમારો સંપર્ક થઈ શકે છે. રેન્ડમ ટ્રાવેલ પ્લાન બની શકે છે.

  લકી સાઇન - પીળો નીલમ

  તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર

  આજે પરફેક્ટ દિવસ છે અને તમારે તેને સંપૂર્ણ રીતે માણવો જોઈએ. એકદમ ઓર્ગેનાઈઝડ રહો છતાં નવી ચીજો અપનાવતા રહો. તમને ચોક્કસ માર્ગ તરફ આગળ વધવા માટે માર્ગદર્શન મળશે. કુટુંબની સાથે ફરવા જઈ શકો છો અથવા મિત્રો સાથે જમવા જવાના પ્લાન કાર્ડ પર છે.

  લકી સાઇન - નવું ગેજેટ

  વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર

  નવો શોખ તમને આગળ લઈ જઈ શકે છે. તમે તાજેતરમાં મળેલી કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરી શકો છો. મનમાં ચાલતી ઘણી અવઢવ તમને માનસિક અસ્વસ્થતા તરફ દોરી શકે છે. વ્યવસ્થિત રહેવા માટે નવી દિનચર્યા વિકસાવો.

  લકી સાઇન - લાઇટનો તાર

  ધનરાશિ : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર

  નિયત સમય પહેલા વાતચીતની શરુઆત ચોકકસપણે ન કરવાની સલાહ આપવામાં આવે છે, તમારે ધીરજ દર્શાવવાની જરૂર છે. તમારા ઇરાદાઓ સારા છે, પરંતુ વધુ સારી રીતે વાતચીતની જરૂર છે. પડોશમાં કોઈ અડચણ ઊભી કરી શકે છે.

  લકી સાઇન - વેનીલા સુગંધ

  મકર : 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી

  તમારા ઇરાદાને સુધારવાનો દિવસ છે. કેટલા દિવસોથી તમે જે પગલાં લેવા માટે વિચારી રહ્યા હશો અને તે કરવાનો હવે સમય આવી ગયો છે. તમારે તમારા ડરને બાજુ પર મૂકીને આ નવા પડકાર ઉઠાવવાની જરૂર છે. તેને સરળ રાખો અને રોલિંગ રાખો.

  લકી સાઇન - ઇન્ડોર પ્લાન્ટ

  કુંભ : 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી

  સમૃદ્ધિ તમારા તરફ આગળ વધી રહી છે પરંતુ ધીમે ધીમે. નવા વિચારો અને સુઝાવ માટે ઓપન રહો. તે થોડા સમય માટે તમારા કમ્ફર્ટ ઝોનને દૂર કરી શકે છે, તે કરવા માટે સારી પદ્ધતિ બનાવી શકશો.

  લકી સાઇન - ચોખ્ખું આકાશ

  મીન : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ

  તમને લાગશે કે તમારો ડર સાચો થઈ રહ્યો છે. પરંતુ કોઈક રીતે તમે દિવસને સારી રીતે મેનેજ કરી શકશો. મદદ અને સમર્થન મળશે. તમારે કામ પર અમુક પરિસ્થિતિઓની સમીક્ષા કરવાની જરૂર છે. ટુંક સમયમાં નવી તક મળશે.

  લકી સાઇન - પુષ્પગુચ્છ
  First published:

  Tags: Aaj nu rashifal, Gujarati Rashifal, Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati, Today Rashifal, આજનું રાશિફળ, રાશિ ભવિષ્ય, રાશિફળ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन