Home /News /dharm-bhakti /

Rashifal 11 August: આ રાશિના જાતકના જીવનને નવી દિશા આપવા કોઈ રસપ્રદ તક આવી રહી છે, જાણો આજનું રાશિફળ

Rashifal 11 August: આ રાશિના જાતકના જીવનને નવી દિશા આપવા કોઈ રસપ્રદ તક આવી રહી છે, જાણો આજનું રાશિફળ

આજનું રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

  ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

  મેષ : 21 માર્ચથી 19 એપ્રિલ

  એકાએક કોઈ ઉજવણી કરવાની થઈ શકે છે. સિતારા કોઈ નવા કોલબ્રેશન અને રોકાણને સપોર્ટ કરી રહ્યા છે. વાટાઘાટો દરમિયાન ધૈર્ય રાખો અને જરૂરી એનાલિસિસની સમીક્ષા કરવામાં તમારો સમય પસાર કરો.

  લકી સાઇન - પૂતળું

  વૃષભ : 20 એપ્રિલથી 20 મે

  જો તમે ભૂતકાળમાં ખૂબ ભાવનાત્મક તાણનો ભોગ બન્યા હોવ, તો તમે હવે સંતુલિત અનુભવવાનું શરૂ કરશો ભૂતકાળની કેટલીક પરંપરાઓ અવરોધ બની શકે છે. મનની સ્પષ્ટતા માટે લાંબા અંતર સુધી ચાલવાની ભલામણ કરવામાં આવે છે.

  લકી સાઈન - રોલ મોડેલ

  મિથુન: 21 મેથી 21 જૂન

  પ્લાનમાં પરિવર્તન તમારા દિવસને સંપૂર્ણપણે બદલી શકે છે. તમને કોઈ ઇવેન્ટ માટે આમંત્રણ મળી શકે છે અને અંતે કોઈ નવી વ્યક્તિ સાથે પરિચય થઈ શકે છે. આ પરિચિત સાધનસંપન્ન પણ હોય શકે છે. બહારનું ખાવાનું ટાળો.

  લકી સાઈન - ચાંદીની દોરી

  કર્ક: 22 જૂનથી 22 જુલાઈ

  કંઈક નવું શરૂ કરતા પહેલા તમે નર્વસ થઈ શકો છો, પરંતુ સંજોગો તમારી સાથે છે. કોઈ નિર્ણયને લાગુ કરવા વિશે તમારા મનમાં મૂંઝવણ હોઈ શકે છે. સ્પષ્ટતા મેળવવા માટે તમને વધુ સમય લાગી શકે છે.

  લકી સાઈન - ગુલાબનો છોડ

  સિંહ : 23 જુલાઈથી 22 ઓગસ્ટ

  તમારી પોતાની શરતો પર કામ કરવા, નિર્ણયો લેવા અને પરિપૂર્ણ કરવાનો સારો દિવસ છે. તમે તમારી જાતને નૈતિક રૂપે અન્ય લોકો સાથે હરીફાઈ કરતા જોઈ શકો છો અને પ્રશંસા પણ મેળવશો. તમે આજે જે કરી રહ્યા છો તેના માટે તમને ટૂંક સમયમાં પુરસ્કાર મળી શકે છે.

  લકી સાઇન - સૂર્યોદય

  કન્યા (કન્યા) : 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

  દિવસની શરૂઆત ધીમી થઈ શકે છે, પરંતુ અડધો દિવસ વિત્યા બાદ ગતિ વધી શકે છે. તમે રૂટિનનું દબાણ અનુભવી શકો છો. તેને ઉકેલવા માટે તમારી જાતને થોડી મેન્ટલ સ્પેસ અને સમય આપો. સાંજ ખુશનુમા હોય શકે છે.

  લકી સાઈન - ઊંચી ઈમારત

  તુલા: 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર

  ઘણા વર્ષોનો અનુભવ તમને કોઈપણ પરિસ્થિતિ પર સારી રીતે પ્રક્રિયા અને એનાલિસિસ કરવાની ક્ષમતા આપે છે. તમારી પાસેથી કંઈક વધુ સારી અપેક્ષા રાખવામાં આવે છે અને તમારે તે અપેક્ષા પર ખરા ઉતરવાનું છે. કોઈ નજીકની વ્યક્તિ મુશ્કેલીમાં હોઈ શકે છે.

  લકી સાઇન - વોલેટ

  વૃશ્ચિક : 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર

  તમે જેની સાથે કમિટેડ છો તેનો સાથ આપવો એ તમારું સૌથી પ્રાથમિક કામ છે, આવું નથી કરો તો તમારા બંને વચ્ચે હતાશા પેદા થઈ શકે છે. જો તમે મિલકતની લે વેચ કરતાં હોવ તો તમે વધુ સારા સમયની રાહ જોઈ શકો છો.

  લકી સાઈન - નીલમણિ

  ધન : 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

  આજે એકથી વધુ તકો સાથેનો દિવસ છે. આ તકો અત્યારે નાની લાગે, પરંતુ રસપ્રદ છે. તમારે હવે બાકી રહેલા નિર્ણયોનો ઉકેલ લાવવો જોઇએ. મેસેજ અને કોલ્સનો જવાબ આપવાનો સારો દિવસ છે.

  લકી સાઈન - સોનેરી ભરતકામ

  મકર : 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

  ક્યાંય કોઈ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની જગ્યાએ રેગ્યુલર દિવસ પસાર કરવો. તમે ફોરવર્ડ પ્લાનિંગનો ઉપયોગ કરી શકો છો. કોઈ મિત્ર એકાએક આવી તમને ઉત્સાહિત કરી શકે છે. માતાના સ્વાસ્થ્યની ચિંતા થઈ શકે.

  લકી સાઈન - મધમાખી

  કુંભ : 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

  તમે કલ્પનામાં ખોવાયેલા રહેશો અને કોઈને ખૂબ જ યાદ કરી શકો છો. પરંતુ તમારે વાસ્તવિકતા પ્રત્યે જાગૃત થવું જોઈએ અને હવે વર્તમાનમાં સ્થિતિમાં ભળવું જોઈએ. તમારા જીવનને નવી દિશા આપવા કોઈ રસપ્રદ તક આવી રહી છે.

  લકી સાઈન - શણની થેલી

  મીન : 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

  તમે લાગણીઓ જાહેર કરો તો તમને દુ:ખી થવાનો ડર છે, પરંતુ જો તમે આવું નહીં કરો, તો તે વધુ ચિંતા આપી શકે છે. તમે લાગણીઓ અંગે લખીને મોકલી શકો છો. તમારા રહસ્યો જાણતા ખૂબ જ નજીકના મિત્ર પર આધાર રાખી શકો છો.

  લકી સાઈન - તળાવ
  First published:

  Tags: Gujarati Rashifal, Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati, Today Rashifal, આજનું રાશિફળ, રાશિ ભવિષ્ય, રાશિફળ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन