Home /News /dharm-bhakti /

રાશિફળ 3rd Aug : આજનો દિવસ કોના માટે હશે ખાસ અને કોને મળશે સફળતા

રાશિફળ 3rd Aug : આજનો દિવસ કોના માટે હશે ખાસ અને કોને મળશે સફળતા

બુધવારનું રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

  મેષ (Aries)- 21 માર્ચથી 19 એપ્રિલ

  તમને સિનિયર્સે પહેલેથી જ ચેતવણી આપી હશે કે, પરફોર્મન્સમાં કોઈપણ પ્રકારની ભૂલ ચલાવી લેવામાં નહીં આવે. આ કારણોસર પર્ફોર્મન્સમાં ભૂલ થશે તો તે ચલાવી લેવામાં નહીં આવે. તમારે આગામી સમયમાં કાર્ય સંબંઘિત પડકાર માટે તૈયારીઓ શરૂ કરવાની જરૂરિયાત છે.

  લકી સાઈન- તળાવ

  વૃષભ (Taurus)- 20 એપ્રિલથી 20 મે

  કોઈપણ વસ્તુને જતી કરવી તે તમારા માટે ચેલેન્જ હોઈ શકે છે. વેપાર સંબંધિત એક નવી પાર્ટનરશીપ વિકસિત થઈ શકે છે. તમે વેપાર સંબંધિત સ્પર્ધાને ઈગ્નોર કરીને વર્તમાન તકો પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.

  લકી સાઈન- મધમાખી

  મિથુન (Gemini)- 21 મેથી 21 જૂન

  જ્યારે તમે અન્ય લોકો સાથે મુલાકાત કરશો, ત્યારે તમારી મુલાકાત એવી વ્યક્તિ સાથે થશે, જેમનામાંથી તમને પોઝિટીવ વાઈબ્સ મળશે. તમારે તે વાસ્તવિકતાનો સ્વીકાર કરીને ફરીથી જીવન જીવવાની શરૂઆત કરવાની જરૂર છે. તમે જે લોકો પર વિશ્વાસ કરો છો, તમારે તેમની સાથે નિયમિતરૂપે વાતચીત કરવાની જરૂરિયાત છે.

  લકી સાઈન- વોલેટ

  કર્ક (Cancer)- 22 જૂનથી 22 જુલાઈ

  તમે ખૂબ જ મહેનત કરી હશે, પરંતુ તમે જે ફીલ કરી રહ્યા છો, તમારે તે ફીલિંગ વ્યક્ત કરવી જોઈએ. તમારે તમારી વાતચીત પર સતત ધ્યાન આપવું જોઈએ. તમારી સાથે કામ કરતી વ્યક્તિ સાર્વજનિક રીતે તમારી ખોટી છાપ ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે.

  લકી સાઈન- ટંબલર

  સિંહ (Leo)- 23 જુલાઈથી 23 ઓગસ્ટ

  જ્યારે બે વ્યક્તિ મળે છે, ત્યારે તે હંમેશા કોઈપણ બાબતે આગમાં ઘી નાંખવાની કોશિશ કરી શકે છે. આ વાતને કોઈન્સિડન્સ ન સમજવો જોઈએ. કોઈ ખાસ વ્યક્તિ સાથે અચાનક મુલાકાત થવાની સંભાવના છે. ટૂંક સમયમાં શોર્ટ ટ્રીપનો પ્લાન થઈ શકે છે.

  લકી સાઈન- વોકિંગ સ્ટીક

  કન્યા (Virgo)- 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

  તમારે તમારા વ્યવહારમાં એક અલગ દ્રષ્ટિકોણ લાવવાની જરૂર છે. તમારામાં ટીમ સ્પિરિટ અને કંઈક શીખવાની ભાવના હોવી જોઈએ. તમારી ગેરવર્તણુંકના કારણે ઘરમાં તમારી ટીકા કરવામાં આવી શકે છે. રોકડ પ્રવાહને ક્લોઝલી મેનેજ કરવાની જરૂર છે.

  લકી સાઈન- બ્લેક ક્રિસ્ટલ

  તુલા (Libra)- 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર

  ઘણા સમયથી કોઈ કામ પાછળ ઠેલાઈ રહ્યું છે, આ કામ પૂર્ણ થવાનો સંકેત મળી રહ્યો છે. તમારી કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થશે, જે તમને ખુશ કરી શકે છે. આગામી સમયમાં ખર્ચ કરી શકો તે માટે અત્યારથી જ બચત કરવાની શરૂ કરો.

  લકી સાઈન- લાકડાનું ફર્નિચર

  વૃશ્વિક (Scorpio)- 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર

  જો તમે કોઈ બાબતને લઈને ચોક્કસ નથી, તો તમારે તે બાબત હાલ પૂરતી સ્થગિત કરી દેવી જોઈએ. તમારો પરિવાર તમારી સાથે સમય પસાર કરવા ઈચ્છે છે, આ કારણોસર તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરો. નવો પ્રોજેક્ટ અથવા એસાઈનમેન્ટના કારણે તમે થોડા દિવસ સુધી બિઝી રહી શકો છો.

  લકી સાઈન- વાંસ

  ધન (Sagittarius)- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

  પરિવારમાં કોઈ વ્યક્તિનું આરોગ્ય ચિંતાનો વિષય બની શકે છે. જો તમે કોઈ પાસેથી લોન અથવા ઉધાર લઈને તમે સંકટમાંથી બહાર નીકળી શકો છો. થોડા સમય માટે તમે આર્થિક તણાવનો સામનો કરી શકો છો.

  લકી સાઈન- ક્લિઅર ક્વાર્ટ્ઝ

  મકર (Capricorn)- 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

  જ્યારે તમે કોઈ બાબતમાંથી બહાર આવવા માટે સમાધાન શોધી રહ્યા છો, તો ગુસ્સો ન કરવો જોઈએ. ગુસ્સાથી કોઈપણ વાતનું સમાધાન નહીં આવે. જુગાર જેવી ખરાબ આદતોથી દૂર રહેવું જોઈએ.

  લકી સાઈન- ક્લાઈમ્બર

  કુંભ (Aquarius)- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

  તમારો આજનો દિવસ અનેક એક્ટિવિટીઝ સાથે સારી રીતે જોડાયેલ છે, આ એક્ટિવિટીઝ ઘણા સમયથી પાછળ ઠેલાઈ રહી હતી. ટૂંકમાં આજનો દિવસ તણાવથી ભરપૂર છે. આ સમયગાળા દરમિયાન રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે.

  લકી સાઈન- બ્લ્યૂ સફાયર

  મીન (Pisces)- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

  તમે જે પ્રકારે આશા રાખી રહ્યા હતા, કદાચ તમને તે પ્રકારે ટ્રીટ કરવામાં ન આવે. એક શોર્ટ ટ્રીપનો પ્લાન થઈ શકે છે, તમે ઘરની બહાર સારો સમય પસાર કરી શકો છો. ઘરે પરત આવશો ત્યારે તમે તણાવમુક્ત હશો.
  Published by:kiran mehta
  First published:

  Tags: Gujarati Rashifal, Rashi bhavishya, Rashi Bhavishya in Gujarati, આજનું રાશિફળ, રાશિ ભવિષ્ય, રાશિફળ, રાશી ફળ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन