Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 2 October: મિન રાશિને નિકટનાં મિત્ર પાસેથી સારુ સૂચન મળશે, જાણો આપનું રાશિફળ

ORACLE SPEAKS 2 October: મિન રાશિને નિકટનાં મિત્ર પાસેથી સારુ સૂચન મળશે, જાણો આપનું રાશિફળ

Oracle Speaks જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS : આ લકી સાઈનને કારણે તમારા દિવસના શરૂઆતમાં ગૂડ ન્યૂઝ આવવાથી તમે સકારાત્મકતા અને આશાસ્પદ અનુભવશો. તમારા દરેક પ્રશ્નો કે સમસ્યા પણ તમને નુકસાન નહિ પહોંચાડી શકે.

  મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)

  દિવસની શરૂઆતમાં તમારી એનર્જી થોડી ઓછી રહી શકે છે. તમે આજે જે કરવા માંગો છો તે ન પણ થઇ શકે. કોઇનું અટેન્શન મેળવવા માટે તમારે અમુક નવી તરકીબો અજમાવવી પડી શકે છે. ગેરસમજોથી દૂર રહેવા કોમ્યુનિકેશન ફિલ્ડના લોકોએ કાળજી રાખવી. નવી સ્કિલ શીખવા માટે વધુ ફોકસની જરૂર પડી શકે છે. કોઇ જૂના મિત્રના સમાચાર તમને વિચલિત કરી શકે છે.

  લકી સાઇન – ટ્રંક

  વૃષભ (20 એપ્રિલ – 20 મે)

  એવા લોકો કે જેમની ઓળખ બીજા થકી થઇ રહી છે, તેઓ સ્થિતિને પલટાવી શકે છે. તમારી અભિવ્યક્તિઓ અમુક સમયે તમારી લાગણીઓને ઓવરાઇડ કરી શકે છે. પરંતુ તમારા મનમાં શું છે તે અન્ય લોકોને જાણવા દો. જો કોઇ નવા રોલની શોધમાં હોય તો તમને તકો દેખાઇ શકે છે. સંબંધો નવા વચનો દર્શાવી શકે છે અને તમે તેમાં સુધારો કરવાની ઇચ્છા દાખવી શકો છો. જૂના ડરથી છૂટકારાના જલદી જ કોઇ રસ્તો મળી જશે.

  લકી સાઇન – નિયાન સાઇન

  મિથુન (21 મે – 21 જૂન)

  જો તમે કોઈ વ્યક્તિને મેળવવાનું વિચારી રહ્યા હોવ અથવા પ્રગતિ કરવાની તક વિચારી રહ્યા હોવ તો શક્ય તેટલા વાસ્તવિક પ્રયત્નો જરૂરી છે. આગામી દિવસો વધુ પ્રોડક્ટિવ મેથડ દ્વારા તમારા કાર્યને પૂર્ણ કરવા માટેના ઓપ્શન આપી શકે છે. તમે વધુ આત્મવિશ્વાસ અને મૈત્રીપૂર્ણ અનુભવી શકો છો. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતું ઇરીટેશન હવે અનુભવાશે નહીં. તમારો જીવનસાથી એક સારો વિચાર તમારી સાથે શેર કરી શકે છે.

  લકી સાઇન- કેસર

  કર્ક (22 જૂન – 22 જુલાઇ)

  તમારા મગજમાં અનેક વિચારો આવશે, પરંતુ હવે તે દિશાહીન લાગશે. તમારા ફિલ્ડના કોઇ સિનિયરની સલાહ તમને મદદરૂપ થઇ શકે છે. જો તમે કોઇ રોમેન્ટિક રીલેશનશિપમાં હોય તો તમારે તેને થોડો સમય આપવો જોઇએ. ઉપરાંત, તમારા જીવનસાથીને કેટલીક પાયાવિહોણી ધારણાઓ હોય તેવું લાગી શકે છે જેનો ઉકેલ લાવવો જરૂરી છે. જો તમે પરિસ્થિતિનો તાત્કાલિક નિરાકરણ નહીં લાવો તો દલીલ થઇ શકે છે.

  લકી સાઇન- એન્ટિક આર્ટિકલ

  સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)

  દબાણની યુક્તિઓ હવે અન્ય લોકો પર કામ કરશે નહિં. તમે તમારી આસપાસના કેટલાક લોકોને હેરાન કરી શકો છો. તમારો ઇરાદો સ્પષ્ટ હોવા છતાં વાતચીત કરવાની પદ્ધતિમાં ફેરફારની જરૂર છે. જો તમે ઓથોરીટીમાં હોય, તો તમે તે છાપ બનાવવાનું જાળવી શકો છો. છેલ્લા કેટલાક મહિનાઓથી જોખમમાં મુકાયેલા વ્યવસાયમાં સુધારો જોવા મળી શકે છે. મસાલાનો વેપાર કરનારાઓ થોડો સારો નફો કરી શકે છે.

  લકી સાઇન – સિલ્વર કોઇન

  કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)

  ભૂતકાળની કેટલીક સારી યાદો તમારા નવા અભિગમને અપ્રોચ કરી શકે છે. તમે સમાન ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની કાળજી લેતા શીખશો. જો તમે તાત્કાલિક ચિંતાની કેટલીક બાબતોમાં સ્પષ્ટતા મેળવવા માટે અસમર્થ હોય તો તેમાંથી બહાર નીકળવું સારું છે. કેટલીક સારી નાણાંકીય પ્રગતિ તમને પાટા પર પરત લાવી શકે છે. આગળ પ્રવાસનું આયોજન હોય તો અત્યારે આયોજન કરવું હિતાવહ છે. તમે હવે તમારી જાતને સ્પષ્ટ રીતે સેલ્ફ-ક્રિટિકલ પણ અનુભવી શકો છો.

  લકી સાઇન – એ

  તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)

  તમારા ભાઈ-બહેન અથવા તમારા નજીકના મિત્રો તમારી કુશળતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે છે. નહિં તો, એક કંટાળાજનક દિનચર્યા થોડા અઠવાડિયામાં વ્યસ્ત દિનચર્યામાં બદલાઈ શકે છે. તમે તમારા રસને અનુરૂપ નવી તક શોધી રહ્યા છો, કોઈ નજીકની વ્યક્તિ તેનું નિરીક્ષણ કરી રહી હોય શકે છે અને તે તમે હવે તેમની પાસેથી સાંભળી શકો છો. તમારા વ્યક્તિત્વમાં એક નાનું પરિવર્તન પણ સૂચવવામાં આવ્યું છે. તે વધુ સારા માટે અને મોટે ભાગે સ્વ-જાગૃતિ દ્વારા આવશે.

  લકી સાઇન – બ્લેક કાર

  વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)

  ટૂંક સમયમાં તમે સ્વીકારશો કે ઉતાવળમાં કરવામાં આવેલી તમારી બધી પસંદગીઓ ખરાબ પરિણામ આપતી નથી. અમુક સમયે વ્યક્તિ ચોક્કસ દિશામાં આગળ વધવાનું નક્કી કરે છે. તમને તમારી પસંદગી પર વિશ્વાસ આવશે અને હવે તમે અન્ય લોકોને પણ તેના માટે સંમત થતા જોઈ શકો છો. કામ પર થોડી અશાંતિનો સમયગાળો રહી શકે છે. અંદરના દૈત્યો તમને વારંવાર વિચલિત કરી શકે છે, પરંતુ તમે તેના પર વધુ ધ્યાન આપશો નહીં. હવે આગળ વધવાનો સમય આવી ગયો છે.

  લકી સાઇન – તમારી મનપસંદ મીઠાઇ

  ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)

  તમારા સંબંધ માટે તમે ભૂતકાળમાં લીધેલા નાના પગલા તકલીફમાં મહત્વપૂર્ણ તારણહાર તરીકે કાર્ય કરશે. કામ સરખું પરંતુ વ્યસ્ત લાગે છે. બહુવિધ સમયમર્યાદાની આસપાસ કામ કરવું એ તમને થકવી પણ શકે છે. જો તમે કોઈ કાનૂની કેસમાં ફસાયેલા છો, તો ખાતરી કરો કે તમારા પુરાવા સુરક્ષિત રહે છે. કેટલાક નજીકના લોકો તમારી આસપાસની ગુપ્ત માહિતી આપવામાં સહાયક બની શકે છે.

  લકી સાઇન – ઇન્ડોર પ્લાન્ટ

  મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)

  તમે જે તક લેવાનું વિચારી રહ્યા છો તે લેવાનો આ સારો સમય સાબિત શકે છે. વ્યવસાયિક વિચારોના પ્રારંભિક પરિણામો સારા મળી શકે છે. પાર્ટનરશિપ તમારી ચિંતાઓને ઘણી હદ સુધી દૂર કરી શકે છે અને સખત મહેનત કરવાથી ફળ પણ મળી શકે છે. ઔપચારિક રીતે આવતી વૈવાહિક દરખાસ્ત ફળદાયી સાબિત થઈ શકે છે. તમારું મન સ્પષ્ટ અને વ્યવસ્થિત લાગે તેવી સંભાવના છે. મિત્રો સાથેની રેન્ડમ યોજના સફળ સાબિત થઈ શકે છે.

  લકી સાઇન- કેન્ડલ સ્ટેન્ડ  કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)

  આગળના અભ્યાસનું પ્લાનિંગ બનાવતી વખતે તમે થોડી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પ્રગતિ માટે હવે સમય અનુકૂળ હોઈ શકે છે. તમને કોઇ ગ્રાન્ટ અથવા સહાય મળી શકે તેવી શક્યતા છે. તમે ઘરથી દૂર રહેતા હોવ તો તમે હોમસિકનેસ પણ અનુભવી શકો છો. પરંતુ તે થોડા સમય માટેની લાગણી હશે. સારી કસરતની દિનચર્યા હવે આદત બની શકે છે. માતાનું સ્વાસ્થ્ય તેને ઇરિટેશન અને ચીડચીડિયાપણાની અનુભૂતિ કરાવી શકે છે.

  લકી સાઇન – પીળો પથ્થર

  મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)

  કોઈ નજીકના પારિવારિક મિત્ર તરફથી નવા કાર્ય માર્ગ માટે સૂચન આવી શકે છે. સોંપાયેલ કાર્ય પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખવાથી તમને ઇચ્છિત પરિણામ મળી શકે છે. જો કે હાલમાં ઘણા વિક્ષેપો હોઈ શકે છે. આ વિસ્તારના કેટલાક નવા લોકોમાં તમારા વિશેનો અભિપ્રાય તમને થોડો ખલેલ પહોંચાડી શકે છે. ટૂંકી યાત્રા રાહત આપનાર સાબિત થઈ શકે છે. આઉટસ્ટેશનના અનુભવની કાયમી અસર થઈ શકે છે.

  લકી સાઇન – નેપકિન હોલ્ડર
  Published by:Margi Pandya
  First published:

  Tags: Astrology, Horoscope, Navratri 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन