Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 26 September: ધન રાશિના જાતકોને ખોવાયેલી વસ્તુ મળી શકે, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 26 September: ધન રાશિના જાતકોને ખોવાયેલી વસ્તુ મળી શકે, જાણો આજનું રાશિફળ

જાણો શું કહે છે તમારું આજનું રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે

  મેષ (Aries) : 21 માર્ચથી 19 એપ્રિલ

  કશુંક ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરી રહેલા જાતકો માટે આજે સારો દિવસ છે. આ શરૂઆત કોઈ વેન્ચર, પ્રોજેક્ટ અથવા એસાઈમેન્ટ હોઈ શકે છે. પરંતુ આ વખતે તૈયારી સારી રીતે કરજો. તમે તમારા માટે ધારો છો તેના કરતાં તમારી તાકાત ઘણી વધારે છે.

  લકી સાઈન - મિરર ઈમેજ

  વૃષભ (Taurus) : 20 એપ્રિલથી 20 મે

  આજે બેઝિક બાબતોને વળગી રહેવું એ ખૂબ જ મદદરૂપ સાબિત થશે. તમે જે ફંડામેન્ટલ્સની પ્રેક્ટિસ કરી રહ્યા છો તેને વળગી રહેવાનો પ્રયાસ કરવો જોઇએ. આ રીતે તમે પ્રગતિ કરી શકશો અને મનની સ્પષ્ટતા મેળવી શકશો.

  લકી સાઈન - ચાંદીની મીણબત્તી

  મિથુન (Gemini) : 21 મેથી 21 જૂન

  કોઈની સાથે ભાગીદારી કરવાનું વિચારી રહેલા જાતકો માટે સમય યોગ્ય છે. પરંતુ તમારે નાના નાના મુદ્દાઓની સમીક્ષા કરવાની જરૂર પડી શકે છે. દરેક સાથે બધું અને દરેક પ્લાન શેર ન કરવા જોઈએ. તમારે બિનજરૂરી રીતે વધારે પડતું દબાણ પણ ન લેવું જોઈએ.

  લકી સાઈન - રત્ન

  કર્ક (Cancer) : 22 જૂનથી 22 જુલાઈ

  તમારી છુપાયેલી લાગણીઓનો કોઈને ખ્યાલ આવી શકે છે અને તે તમારામાં લાગણીઓ જોઈ શકે છે. તમે ભાવનાત્મક રૂપે કોઈ બીજા પર ખૂબ જ નિર્ભર છો. પણ આવું ન કરવું જોઈએ. તમારે તમારી જાતને તેનાથી અલગ કરવાની અને સ્વતંત્ર રીતે આગળ વધવાની જરૂર છે.

  લકી સાઈન - પીળો પથ્થર

  સિંહ (Leo): 23 જુલાઈથી 22 ઓગસ્ટ

  તમે ઘણા સમયથી મળ્યા નથી તેવી કોઈ વ્યક્તિ દ્વારા તમારું ઉષ્માભર્યું સ્વાગત થાય તેવી સંભાવના છે. આજે તમને વૈભવી વસ્તુઓમાં વ્યસ્ત રહેવાનું મન થઈ શકે છે. ઊર્જાઓ તમને તેની તરફ દોરી રહી છે. કેટલાક જાતકો વિદેશમાં વેકેશનની યોજના પણ બનાવી શકે છે.

  લકી સાઈન - મીણબત્તી

  કન્યા (Virgo) : 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

  તમે તમારાથી અલગ થઈ રહેલી વ્યક્તિ સાથે રિલેશનશિપમાં હશો તો તમે જલ્દી લાગણીઓમાંથી છુટકારો ન મેળવી શકો તેવું બની શકે. રોકડ સાથે વ્યવહાર કરતા જાતકોએ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે તેના પર ખરેખર ઝીણી નજર રાખવામાં આવી રહી છે. તમારો ઉપયોગી કોન્ટેકટ કોઈ બીજાને ન આપો.

  લકી સાઈન - બુદ્ધની પ્રતિમા

  તુલા (Libra) : 23 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર

  તમારા નેતૃત્વના ગુણો વધી રહ્યા છે અને તમને આ બદલ ઇનામ પણ મળી શકે છે. તમારી નજર પારખું હોવાથી તેનાથી તમે ફાયદો મેળવો તેવી શક્યતા છે. તમને કોઈ ચાહે છે પણ દૂરથી. ઘરેથી કોઈ સારા સમાચાર તમને ઉત્સાહિત કરે તેવી સંભાવના છે.

  લકી સાઈન - ઇન્ડોર પ્લાન્ટ

  વૃશ્ચિક (Scorpio) : 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર

  અગાઉ નોકરીએ કેટલાક લોકોએ તમારી મોડસ ઓપરેન્ડી સામે વાંધો ઉઠાવ્યો હતો અને હવે તમારા માટે આ બાબત બદલાઈ શકે છે. તમે જે કરો છો અને લોકો જે સમજે છે તે બાબતે તાલમેળની જરૂર છે. ધન લાભ ચાલુ રહેવાનો છે.

  લકી સાઈન - ચેમ્બર

  ધન (Sagittarius): 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

  મર્યાદિત સમયમાં તમે તમારી માનસિક ક્ષમતા અને ચપળતાથી જે અસર ઉભી કરી છે, તે વધાવી લેવાને પાત્ર છે. નવા બિઝનેસ આઈડિયા વિશે વિચારી રહેલા જાતકો માટે આ બાબત ખરેખર ખૂબ જ ઝડપથી તેમની તરફેણમાં કામ કરવી જોઈએ. ભાગીદારીની પણ ભલામણ કરવામાં આવે છે. બીજી તરફ ઘરે શાંતિ એ એકદમ પડકાર હોઈ શકે છે.

  લકી સાઇન આરોહક

  મકર (Capricorn) : 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

  આજે દિવસમાં મિશ્રિત વાઈબનો અનુભવ થઈ શકે છે. જે વ્યક્તિ પર તમે ખૂબ વિશ્વાસ કરો છો તે અન્ય વ્યક્તિને પણ માહિતી આપતો હોય શકે છે. તમે પ્રયાસ કરી તેમના પરની તમારું અવલંબન ઘટાડી શકો છો. આજે તમે ખૂબ જ ટૂંક સમયમાં સફર માટે પ્રયાણ કરી શકો છો.

  લકી સાઈન - પતંગિયું

  કુંભ (Aquarius) : 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

  આજે તમે તમારા પેન્ડિંગ કામને પૂર્ણ કરવા માટે વિસ્તૃત યોજનાઓ બનાવી શકો છો, આ કામ આગળ મુલતવી રાખવામાં આવી શકે છે. બસ, યોગ્ય સમયની રાહ જુઓ. કુટુંબ અથવા જીવનસાથી તરફથી આવતી કોઈપણ સલાહ તમારા માટે હમણાં સુધી સુસંગત લાગતી નથી.

  લકી સાઈન - કેનવાસ

  મીન (Pisces) : 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

  તમારા જવાબની રાહ જોઈએ રહ્યા હતા તેમને જવાબ આપવો એ તમારા માટે મુશ્કેલ કાર્ય હોઈ શકે છે. તમારા ભૂતકાળના કર્મો બાબતે તમે આજે પણ ઘણી શરમ અનુભવો છે. આ કર્મોમાં તમારી સાથે ભાગીદારી કરનાર વ્યક્તિ પણ તમને તે જ યાદ અપાવી શકે છે.

  લકી સાઈન - બે પીંછા  Lifestyle, Zodiac sign, Rashifal, prediction, જીવનશૈલી, રાશિ ચિહ્ન, રાશીફળ, ભવિષ્યવાણી
  Published by:Margi Pandya
  First published:

  Tags: Daily Horoscope, Horoscope

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन