Home /News /dharm-bhakti /Oracle speaks 25Sep: મીન રાશિનાં જાતકોએ મુશ્કેલ સમયમાં તમારી લાગણીઓને દબાવવાની જરૂર નથી, જાણો આજનું રાશિફળ

Oracle speaks 25Sep: મીન રાશિનાં જાતકોએ મુશ્કેલ સમયમાં તમારી લાગણીઓને દબાવવાની જરૂર નથી, જાણો આજનું રાશિફળ

જાણો શું કહે છે તમારું આજનું રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે

  મેષ: 21 માર્ચ-19 એપ્રિલ

  જો તમે સંપૂર્ણપણે કોઈ બાબત માટે સંમત નથી તો કમિટમેન્ટ ન આપશો. તમારા બાળકોમાં એકાગ્રતાનો અભાવ હોઈ શકે છે. જો તમે કોઈ મેટલ વ્યવસાયમાં છો, તો પ્રોફિટની સમીક્ષા કરવાનો સમય છે. કંઈક અગત્યનું જે તમે ગુમાવ્યું હશે તે તમારી પાસે પાછું આવી શકે છે. સંબંધીઓ તમારા નિર્ણયને સમર્થન આપી શકે છે. વિદેશની રાહ જોવાતી તક હવે આવી શકે છે. જો તમે સિંગલ હોય, તો તમે ધાર્યા કરતાં જલ્દી યોગ્ય વ્યક્તિને મળી શકો છો.

  લકી સાઇન - કી હોલ્ડર

  વૃષભ : 20 એપ્રિલ-20 મે

  જે લોકો બીજી તકની શોધમાં છે, તેમના માટે આજે એક નવી શરૂઆત છે. તમે રીસેટ બટન દબાવી શકો છો અને વસ્તુઓને ફરીથી ગ્રાન્ટેડ ન લો. કઈ પણ કરતા પહેલાં તેની વિશે જાણવાની જરૂર છે. તમારી નજીકની કોઈ વ્યક્તિ હૂંફ ઝંખે છે. તમે લાંબા અંતરની મુસાફરીમાં હોઈ શકો છો, પરંતુ ટૂંક સમયમાં જ ઘરની યાદ આવી શકે. તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજોનું ખાસ ધ્યાન રાખો.

  લકી સાઇન - સ્ટેઇન્ડ ગ્લાસ

  મિથુન: 21 મે - 21 જૂન

  દરેક વસ્તુ હોવા છતાં તમે હજી પણ અસંતોષ અનુભવી શકો છો. દરેક વસ્તુની રજૂઆત તમારા માટે ખૂબ મહત્વ ધરાવે છે. અન્ય ભાગીદારો સાથે તમારી નાની દલીલ થઈ શકે છે. મિત્રો સાથેની નાનકડી સફર તાજગીનો અનુભવ લાવે છે. વસ્તુઓને ઓછી જટિલ રાખવાથી તમને ભવિષ્યમાં મદદ મળી શકે છે. કોઈ રસપ્રદ કામની તક અથવા કોઈ વિચાર તમારા મનને આકર્ષી શકે છે.સ્વાસ્થ્યની સમસ્યાઓને અવગણવી અથવા મુલતવી રાખવી જોઈએ નહીં.

  લકી સાઇન - નવી રમત

  કર્કઃ 22 જૂન-22 જુલાઇ

  કેટલાક નવા શોખ તમને વ્યસ્ત રાખી શકે છે. પૂર્વ તૈયારી ઘણી મદદ કરી શકે છે. એક નવી વ્યક્તિ અણધારી રીતે જીવનમાં આવી શકે છે અને તમારા માર્ગને આકર્ષિત કરી શકે છે. બેદરકારીને કારણે તમે કોઈ મહત્વપૂર્ણ કામ ગુમાવી શકો છો. તમારું બાળક તેમની સિદ્ધિથી તમને આશ્ચર્યચકિત કરી શકે છે. આજે તમને ખરેખર સારા ભોજનની તક મળી શકે છે.

  લકી સાઇન - ઇલેક્ટ્રિક ગેજેટ

  સિંહ : 23 જુલાઇ - 22 ઓગસ્ટ

  જો તમે કોઈપણ તબક્કે આત્મવિશ્વાસની ઉણપ અનુભવો છો તો તે યાદ રાખો કે તે ટેમ્પરરી તબક્કો છે. કામ પરના કેટલાક સિનિયર્સ તમારા કામની સમીક્ષા કરવા માંગે છે. કૌટુંબિક કાર્ય અને ઓફિસના કામ સાથે આવી જવાથી સમસ્યા સર્જાઈ શકે. તમારા દૂરના ભાઈ-બહેન અથવા સંબંધી મુલાકાતનું આયોજન કરી શકે છે. કામમાં લાગણીઓ મિક્સ કરવાથી તમારી ગતિ થોડી ધીમી પડી શકે છે. જો તમે કોઈ ટૂંકાગાળાના લક્ષ્યો બનાવ્યા હોય, તો તમે તેને પૂર્ણ કરી શકશો. એક રેન્ડમ કમેન્ટ તમારા મનમાં લાંબા સમય સુધી રહી શકે છે.

  લકી સાઇન - તળાવ

  કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર

  જો તમારા લક્ષ્યો પૂરા થાય છે, તો તમારી ઊર્જા પોઝિટિવ બની જાય છે. તમને જલ્દી કોઈ નવું કામ મળી શકે છે. એવા લોકો હોઈ શકે છે જે તમને દૂરથી જોઈ રહ્યા હોય અને તમારા કામની પ્રશંસા કરતા હોય. તમારી અવડતોનો અગાઉ કરતાં વધુ અભ્યાસ કરવાથી તમારી રમત સુધરી શકે છે. હાજર જવાબી ધ્યાન ખેંચવામાં મદદ કરી શકે છે. આધ્યાત્મિક સફર ટૂંક સમયમાં કાર્ડ પર હોઈ શકે છે.

  લકી સાઇન - નવો ડ્રેસ

  તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર

  નોકરી પર હોય ત્યારે તમારા મહત્તમ પ્રયત્નો કરો, કારણ કે અન્ય લોકોનું તમારા પર ધ્યાન હશે. તમે તાજેતરમાં નોકરીએ રાખેલ કોઈ વ્યક્તિ તમને ભાવનાત્મક અથવા શારીરિક નુકસાન કરી શકે છે. મુસાફરી થઈ શકે છે. તમારા માતા-પિતાને તેમની દિનચર્યામાંથી બ્રેકની જરૂર હશે અને તમારી મદદ માંગી શકે છે. ગ્રહોની સ્થિતિ ભવિષ્યમાં ધીમી પ્રગતિ સૂચવે છે. જે દરમિયાન તમે પોતાના વિશે મનન કરી શકો છો.

  લકી સાઇન - ગરુડ  વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર

  કાર્યસ્થળ પર કોઈ નવો વિકાસ તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. તમે અત્યારે બેલેન્સ્ડ અને સંતુષ્ટ અનુભવી રહ્યા છો. નાણાંકીય બાબતોમાં ચિંતામુક્ત સ્થિતિ જોવા મળી શકે છે. કેટલીક કાનૂની બાબતો પેન્ડિંગ હોઈ શકે છે, તેમાં સકારાત્મક હિલચાલ જોવા મળશે. એકંદરે સ્થિર સમય છે. કેટલાક લોકોને ફરી મળી શકો છો જે નોસ્ટાલ્જીયાને ફરી જીવંત કરશે.

  લકીસાઇન - કેમોલી ફૂલ

  ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર

  આ સખત મહેનત કરવાનો સમય છે અને તમારી શક્તિ સાબિત કરવાનો સમય પણ છે. તમારા ભૂતકાળમાં કરેલા કામને કારણે તમારી નોંધ લેવામાં આવી શકે છે. તમે જે તક જોઈ રહ્યા છો તે જ તકને કેટલાક વધુ લોકો પણ હાસિલ કરવા માંગે છે. જો કે તમારો સંબંધ કેટલાક પડકારોમાંથી પસાર થઈ શકે છે. કોઈપણ અવઢવના કિસ્સામાં તમે તે વાત જવા દઈ શકો છો. તમારું બાળક કેટલીક નવી સ્કિલ્સ દર્શાવી શકે છે. કેટલાક નાના ઉપચાર મદદરૂપ થઇ શકે છે.

  લકી સાઇન - બટરફ્લાય

  મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી

  તમારી વર્તમાન આવડતથી તમારી આસપાસના દરેકને આશ્ચર્યચકિત કરવાનો તમારો વારો છે. કોઈને તમે ઘણા સમયથી બોલાવ્યા ન હોય તે કદાચ હવે તમારા પ્રયત્નથી ખુશ થઇ શકે છે. તમને તમારી પ્રતિભા દર્શાવવાની નાની તક મળી શકે છે. નિયમનું પાલન કરવું તમારા માટે અત્યારે મુશકેલ જણાય છે. કોઈ વૃદ્ધ વ્યક્તિ તમારા કાર્યોની ટીકા કરી શકે છે. પેટ પ્રેમી એક નવું પાલતુ પ્રાણી લાવી શકે છે.

  લકી સાઇન - ફર સ્લીપર

  કુંભ : 20 જાન્યુઆરી - 18 ફેબ્રુઆરી

  જો તમને રમતગમતમાં રસ હોય તો આ તમારા માટે યોગ્ય સમય છે. તમે તમારી કુશળતાને વધારી શકો છો અને દેખીતી રીતે મુશ્કેલ જણાતી તક પણ મેળવી શકો છો. તમારા માતાપિતા વ્યસ્ત હોઈ શકે છે. અપેક્ષાઓ ઓછી રાખવાની સલાહ આપવામાં આવે છે. તમારામાંથી કેટલાક સાવચેત ન રહે તો કાનૂની મુશ્કેલી ઊભી કરી શકે છે. કાર્યસ્થળને બદલવાની ઈચ્છા થઈ શકે છે. જોકે થોડા સમય માટે આ વિચાર મુલતવી રાખવું સારું છે. જો વસ્તુઓ કામ ન કરી રહી હોય તો તમારે રીસેટ મોડમાં જવું પડશે.

  લકી સાઇન - શાંત સંગીત

  મીન : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ

  મુશ્કેલ સમયમાં તમારી લાગણીઓને દબાવવાની જરૂર નથી. નજીકના વ્યક્તિ સાથેની પ્રવાસ કરવાથી કદાચ સ્મિત પાછું આવી શકે છે. ભૂતકાળને યાદ રાખવું હંમેશા સારું નથી. તે કેટલીક અણગમતી વસ્તુઓ ટ્રિગર કરી શકે છે. કેટલીક બેંકિંગને લગતી બાબતોમાં બિનજરૂરી વિલંબ થઇ શકે છે. મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટની નકલ સાચવો, કારણ કે ડેટાલોસ સૂચવવામાં આવે છે. થોડી ગેરસમજ જો તરત જ ઉકેલવામાં ન આવે તો લાંબાગાળા સુધી ખેંચાઈ શકે છે.

  લકી સાઇન - ટેરોટ કાર્ડ
  Published by:Margi Pandya
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन