Dhanteras 2021: ગુજરાતનું એકમાત્ર અષ્ટલક્ષ્મીનું મંદિર આ સ્થળે, દર્શન માત્રથી થશે જોરદાર લાભ
Dhanteras 2021: ગુજરાતનું એકમાત્ર અષ્ટલક્ષ્મીનું મંદિર આ સ્થળે, દર્શન માત્રથી થશે જોરદાર લાભ
ખાસ કરીને અહીં મહિલાઓ મોટી સંખ્યામાં અષ્ટ લક્ષ્મી માતાજીનાં દર્શન કરવા માટે આવે છે. તસવીર- http://www.divyajivan.org/ashram_site.htm
Dhanteras 2021 અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે લક્ષ્મી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે જે ગુજરાતનું પહેલું અને ભારતનું બીજું મંદિર છે. લક્ષ્મી માતાની ધનતેરસનાં દિવસે ભાવિક ભક્તો દ્વારા પૂજા વિધિ કરવામાં આવે છે.
અમદાવાદ: ધનતેરસ(Dhanteras 2021)ના દિવસે વૈભવ, યશ અને કિર્તીઓ માટે લક્ષ્મીજીની વિશેષ પૂજાઓ ભક્તો દ્વારા કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં એકમાત્ર અષ્ટલક્ષ્મી (Ashtalakshmi) મંદિર આવેલુ છે. જ્યાં ધનતેરસના દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે. આ મંદિર ગુજરાતમાં પણ અમદાવાદના (Ahmedabad) એસજી. હાઈવે નજીક અષ્ટ લક્ષ્મી માતાનું મંદિર આવેલું છે. રોજ અહીં પૂજા અને આરતી થાય છે પરંતુ ખાસ કરીને દિવાળીમાં ધનતેરસ નિમિત્તે આ મંદિરમાં ભક્તો દ્વારા વિશેષ રીતે લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે.
ગુજરાતનું પહેલું અને ભારતનું બીજુ મંદિર
અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે લક્ષ્મી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે જે ગુજરાતનું પહેલું અને ભારતનું બીજું મંદિર છે. લક્ષ્મી માતાની ધનતેરસનાં દિવસે ભાવિક ભક્તો દ્વારા પૂજા વિધિ કરવામાં આવે છે. અને દિવાળીના દિવસે માતાજીના આઠ સ્વરૂપોને અલગ-અલગ રીતે પ્રસન્ન કરવા માટે વિશેષ અન્નકૂટ ભરવામાં આવે છે.
આઠ સ્વરૂપોમાં લક્ષ્મી માતા બિરાજમાન
અમદાવાદમાં આવેલા લક્ષ્મી માતાનાં મંદિરમાં લક્ષ્મીજીનાં 8 સ્વરૂપો બિરાજમાન છે. જેમાં શ્રી આદિ લક્ષ્મી, શ્રી ધાન્ય લક્ષ્મી, શ્રી ગજ લક્ષ્મી, શ્રી ધૈર્ય લક્ષ્મી, શ્રી સંતાન લક્ષ્મી, શ્રી વિજય લક્ષ્મી, શ્રી વિદ્યા લક્ષ્મી, શ્રી ધન લક્ષ્મી બિરાજમાન છે. દરેકની વિશેષતા અલગ અલગ રહેલી છે અને આ ઉપરાંત આદિશક્તિ બિરાજમાન છે. ખાસ કરીને અહીં મહિલાઓ મોટી સંખ્યામાં અષ્ટ લક્ષ્મી માતાજીનાં દર્શન કરવા માટે આવે છે. અહિંયા દર્શન કરવા માટે વિશેષ ધનતેરસના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.
ગુજરાતમાં અમદાવાદમાં એક મત્ર અષ્ટલક્ષ્મી મંદિર આવેલુ છે. તસવીર- http://www.divyajivan.org/ashram_site.htm
ધનતેરસના દિવસે થાય છે વિશેષ પૂજા
આ મંદિરે એક જ પરિવારનાં સભ્યો તેમજ સમૂહમાં આવેલા ભક્તો શ્રી યંત્રની પૂજા વિધિમાં ભાગ લેતા હોય છે. જ્યારે દિવાળીનાં દિવસે માતાજીને અન્નકૂટ ચડાવવામાં આવે છે અન્નકૂટમાં ફ્રુટ, મીઠાઇ, પંચામૃતનો અભિષેક તેમજ ઘરમાં ખવાતી વિવિધ વસ્તુઓ અન્નકૂટમાં મુકવામાં આવે છે. આ ઉપરાંત શ્રીયંત્રની પૂજા પણ કરવામાં આવે છે. તે મોટી સંખ્યામાં લોકો અષ્ટલક્ષ્મી માતાજી પૂજા કરીને ધન્યતા અનુભવે છે.
આ સિવાય મણીનગર ખાતે પણ વૈભવલક્ષ્મી મંદિર આવેલ છે જ્યાં ઘનતેરસના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચે છે. અને ઈસનપૂર ખાતે પણ આવેલા વૈભવ લક્ષ્મી મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે, આ મંદિરોએ ધનતેરસ સિવાય શુક્રવારે પણ વિશેષ પૂજા કરવામાં આવે છે ત્યારે પણ મોટી સંખ્યામાં ભક્તો આ સ્થળે માતા લક્ષ્મીના દર્શન કરવા આવે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર