Holi 2020: હોળી પર 500 વર્ષ બાદ બની રહ્યો છે આ અદ્ભૂત સંયોગ

News18 Gujarati
Updated: March 4, 2020, 3:59 PM IST
Holi 2020: હોળી પર 500 વર્ષ બાદ બની રહ્યો છે આ અદ્ભૂત સંયોગ
500 વર્ષ બાદ હોળી પર ગજકેસરીનો શુભ સંયોગ, જાણો હોલિકા દહનના શુભ મુહૂર્ત

500 વર્ષ બાદ હોળી પર ગજકેસરીનો શુભ સંયોગ, જાણો હોલિકા દહનના શુભ મુહૂર્ત

  • Share this:
Holi 2020: હોળીનો તહેવાર (Holi Celebration) આ વખતે 10 માર્ચે છે. 9 માર્ચે હોલિકા દહન (Holika Dahan) છે. હિન્દુ પંચાગ અનુસાર, દર વર્ષે ફાગણ મહિલાની પૂનમે હોલિકા દહન કરવામાં આવે છે. હોલિકા દહનને બૂરાઈ પર ભલાઈની જીત રૂપમાં મનાવવામાં આવે છે. તેના બીજા દિવસે ધૂળેટી (Dhuleti) ઉજવવામાં આવે છે. હોળીના દિવસે આ વખતે અનેક વર્ષો બાદ એક વિશેષ સંયોગ ઊભો થઈ રહ્યો છે, આ સંયોગનું નામ છે- ગજકેસરી યોગ (Gajakesari Yog). લગભગ 500 વર્ષ બાદ હોળી પર ગજકેસરીનો શુભ સંયોગ ઊભી થઈ રહ્યો છે.

500 વર્ષ બાદ બની રહ્યો છે ગજકેસરી યોગ

ગજકેસરી યોગમાં ગ્રહ-નક્ષત્ર એક ખાસ દશામાં હોય છે જેનો વિભિન્ન રાશિઓના જાતકો પર અલગ-અલગ પ્રભાવ પડે છે. ગજનો શાબ્દિક અર્થ છે હાથી અને કેસરીનો અર્થ છે સિંહ. જ્યોતિષ શાસ્ત્રમાં હાથી અને સિંહને રાજસી સુખ સાથે જોડીને જોવામાં આવે છે. ભગવાન શિવના પુત્ર શ્રી ગણેશને ગજનું જ રૂપ માનવામાં આવે છે. ગજકેસરી યોગમાં ગુરુ અને શનિ પોતાની જ રાશિઓમાં રહેશે. જેમાંથી જાતકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને એશ્વર્યમાં વધારો થાય છે. ગુરુ ધન રાશિમાં અને શનિ મકર રાશિમાં રહેશે. નોંધનીય છે કે, આ પહેલા 3 માર્ચ 1521ના રોજ આ ખાસ સંયોગ બન્યો હતો.

આ પણ વાંચો, ગુરુવારે બરસાણામાં ઉજવાશે 'લઠમાર હોલી', આવી રીતે શરૂ થઈ હતી પરંપરા

હોલિકા દહનના શુભ મુહૂર્ત
- હોલિકા દહન 9 માર્ચ, સોમવારની સાંજે કરવામાં આવશે.
- સંધ્યા કાળના મુહૂર્ત : સાંજે 6:22 વાગ્યાથછ 8:49 વાગ્યા સુધી હોલિકા દહનના શુભ મુહૂર્ત છે.
ભદ્ર પુંછાનું મુહૂર્ત : સવારે 9:50 વાગ્યાથી 10:51 વાગ્યા સુધી સારા મુહૂર્ત છે.
- ભદ્રા મુખાનું મુહૂર્ત : સવારે 10:51 વાગ્યાથી 12:32 વાગ્યા સુધી રહેશે.

આ પણ વાંચો, ઘરે બેઠા કરી શકો છો ચાર ધામ મંદિરની આરતી, Jio ટૂંક સમયમાં કરશે જીવંત પ્રસારણ
First published: March 4, 2020, 3:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading