દિવાળીની સાંજે આ 7 જગ્યા પર દીવા કરવાથી ક્યારેય નહીં થાય પૈસાની તંગી

News18 Gujarati
Updated: October 26, 2019, 7:19 AM IST
દિવાળીની સાંજે આ 7 જગ્યા પર દીવા કરવાથી ક્યારેય નહીં થાય પૈસાની તંગી
દીવા પ્રગટાવા આપણી પરંપરા છે

દિવાળીનાં દિવસે મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરનાં આ સાત સ્થાન પર દીવો જરૂર પ્રગટાવવો જોઈએ.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : દિવાળીની (Diwali) સાંજે આપણે ઘરમાં અને બહાર દીવા (Diya) કરતા હોઇએ છીએ. દીવા પ્રગટાવા આપણી પરંપરા પણ છે અને દિવાળીની શાન પણ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, આ રાત મહાલક્ષ્મી (ma Lakshmi) પૃથ્વી પર ભ્રમણ કરે છે. આ જ કારણે દિવાળી પર લક્ષ્મીને ખુશ કરવા માટે અનેક ઉપાય કરવામાં આવે છે. દિવાળીનાં દિવસે મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરનાં આ સાત સ્થાન પર દીવો જરૂર પ્રગટાવવો જોઈએ.

 


  • તિજોરીને ધનનુ સ્થાન કહેવામાં આવે છે. તેથી દિવાળી પર તિજોરીમાં સુરક્ષિત સ્થાન પર દીવો જરૂર પ્રગટાવવો જોઈએ.

  • માન્યતા પ્રમાણે વાહન પણ આપણી સંપત્તિ છે અને દિવાળીના દિવસે ઘરમાં દરેક વાહન પાસે સુરક્ષિત રીતે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ.

  • ઘરમાં પાણીનાં સ્ત્રોત પાસે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. એવુ કહેવાય છે કે તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તમે પાણીનાં માટલા પાસે દીવો કરવો જોઇએ.
  • દિવાળી પર બધા લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજાને સજાવે છે કારણ કે અહીંથી મા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે. તેથી દિવાળીની રાત્રે મુખ્ય દરવાજા પર બે દીવા જરૂર પ્રગટાવવા જોઈએ.

  • ઘરનાં સ્ટોર રૂમમાં પણ દીવો કરવો જોઇએ. જ્યોતિષ મુજબ આ સ્થાન પર દીવો પ્રગટાવવાથી મા લક્ષ્મીની કૃપા વરસે છે અને અન્નની ઓછપ થતી નથી.

  • દિવાળીની રાત્રે ઘરનાં રસોડાનાં પનિયારે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. તેને ઘરનુ સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે.

  • દિવાળીની રાત્રે પૂજા ઘરમાં ચારેય ખૂણામાં ચતુર્મુખી દીવો પ્રગટાવવો જોઈએ. આ દીવો દિવાળીની આખી રાત ચાલુ રહેવો જોઇએ.


 
First published: October 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading