અઢળક ધનલાભ માટે ધનતેરસનાં દિવસે આ પાંચમાંથી કોઇપણ એક ઉપાય અજમાવો

News18 Gujarati
Updated: October 25, 2019, 7:34 AM IST
અઢળક ધનલાભ માટે ધનતેરસનાં દિવસે આ પાંચમાંથી કોઇપણ એક ઉપાય અજમાવો
ધનતેરસના આ પર્વને ખાસ બનાવા માટે તમે કેટલાંક સરળ ઉપાયો પણ અપનાવી શકે છે.

ધનતેરસના આ પર્વને ખાસ બનાવા માટે તમે કેટલાંક સરળ ઉપાયો પણ અપનાવી શકે છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : વર્ષોથી આપણે ધનતેરસનાં (Dhanteras) દિવસે પૂજા અર્ચના કરીને આ તહેવાર ઉજવીએ છીએ. જેમાં લોકોની અલગ અલગ માન્યતાઓ છે. માન્યતાઓ તો એવી છે કે, ધનતેરસને ભગવાન ધનવંતરિનો તહેવાર કહેવાય છે. જે સમુદ્ર મંથન દરમ્યાન અમૃત કળશ લઇને પ્રગટ થયા હતા.

ધનતેરસના દિવસે ધનવંતરિ ભગવાનની પૂજા કરવાથી ઘરમાં સુખ-સ્મૃદ્ધિ આવે છે. સાથો સાથ વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ શ્રેષ્ઠ રહે છે. ધનતેરસના આ પર્વને ખાસ બનાવા માટે તમે કેટલાંક સરળ ટોટકા પણ અપનાવી શકે છે. તેના પ્રયોગથી રાતોરાત તમારું કિસ્મત પલટાય જશે અને તમને ઇચ્છિત પરિણામ મળશે.


  • ધનતેરસના દિવસે સાંજ પડ્યા બાદ 13 દીવડા પ્રગટાવો. તેની સાથે 3 કોડીઓ મૂકો. પછી અડધી રાત બાદ આ કોડીઓ ઘરના કોઇ ખૂણામાં મૂકી દો. તેનાથી અચાનક તમને ખૂબ ધન લાભ થશે.


  • આ દિવસે 13 દિવડા ઘરની અંદર અને 13 ઘરની બહાર મૂકો. તેનાથી દરિદ્રતા અને અંધકાર દૂર થાય છે, જે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરને તમારા ઘરમાં આવવાનું નિમંત્રણ આપશે. આ ઉપાયથી નકારાત્મક ઉર્જા પર દૂર થાય છે.  • ધનતેરસના દિવસે તમારા પરિવારના સભ્યો માટે વસ્તુ કે ગિફ્ટ ખરીદો.આ દિવસે કયારેય પણ તમારા મિત્રો અને બીજા બહારના લોકો માટે વસ્તુ ના ખરીદો, કારણ કે આમ કરવાથી લક્ષ્મીજી તમારો સાથ છોડીને બીજાની પાસે જતા રહેશે.  • ધનતેરસનો એક સૌથી અચૂક પદ્ધતિ એ છે કે આ દિવસે કોઇ કિન્નરને અવશ્ય દાન આપો અને તેનાથી એક કે બે રૂપિયાનો એક સિક્કો માંગી લો. જો કિન્નર તમને તે સિક્કો ખુસીથી આપે તો ખૂબ જ સારું રહે છે. અન્યથા તમે તેને કહી પણ શકો છો. કોઇ કિન્નર પાસેથી લીધેલ એ સિક્કાને તમારી તિજોરી કે પર્સમાં રાખો તેનાથી હંમેશ ધન રહે છે.  • ધનતેરસના દિવસે કયારેય કોઇનું ખરાબ ના કરો. જો તમારી કોઇની સાથે દુશ્મની પણ હોય તો તમે તેને ભૂલીને એક નવી શરૂઆતની પહેલ કરો. આ દિવસે કોઇની સાથે લડાઇ-ઝઘડો પણ ના કરો. તેનાથી ઘરમાં શાંતિ અને સકારાત્મકતા આવે છે.

First published: October 25, 2019, 7:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading