ધનતેરસનાં દિવસે સોનું-ચાંદી નહીં પરંતુ ઝાડુ ખરીદવાથી દેવામાંથી મળશે મુક્તિ

News18 Gujarati
Updated: October 25, 2019, 7:35 AM IST
ધનતેરસનાં દિવસે સોનું-ચાંદી નહીં પરંતુ ઝાડુ ખરીદવાથી દેવામાંથી મળશે મુક્તિ
આ વર્ષે ધનતેરસ 25 ઓક્ટોબરનાં રોજ છે

સામાન્ય રીતે આ દિવસે લોકો સોના, ચાંદીનાં ઘરેણા અને વસ્તુઓ ખરીદે છે.પરંતુ આ દિવસે સાવરણી ખરીદવાની પરંપરા પણ ઘણાં સમયથી ચાલતી આવે છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : આ વર્ષે ધનતેરસ (Dhanteras) 25 ઓક્ટોબરનાં રોજ છે. સામાન્ય રીતે આ દિવસે લોકો સોના, ચાંદીનાં ઘરેણા અને વસ્તુઓ ખરીદે છે.પરંતુ આ દિવસે સાવરણી (broom) ખરીદવાની પરંપરા પણ ઘણાં સમયથી ચાલતી આવે છે. માન્યતા છે કે આ દિવસે ઝાડુ ખરીદવાથી ઘરમાં સુખ, શાંતિ અને સંપન્નતા બની રહે છે. મત્સ્ય પુરાણમાં સાવરણીને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. માન્યતા તો એવી પણ છે કે આ દિવસે સાવરણી ખરીદવાથી ઘરમાંથી ગરીબી જાય છે અને દેવામાંથી પણ મુક્તિ મળે છે.

ધનતેરસના દિવસે ઝાડૂ એટલે કે સાવરણીની ખરીદી કરવી શુભ મનાય છે. કહેવાય છે કે, આ દિવસે સાવરણીની ખરીદી કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. આ ઉપરાંત સાવરણી ખરીદવાથી ઘરમાં પૈસાની તંગી નથી રહેતી. જોકે, તેની ખરીદી પર કેટલાક નિયમોનું પાલન કરવું જોઇએ.


  • ધનતેરસનાં દિવસે જો સાવરણી ખરીદો તો તેના પર સફંદ રંગનો દોરો બાંધવો જોઇએ. આવું કરવાથી લક્ષ્મી ઘરમાં સ્થિર રહે છે. તેની પર પગ ન મારશો.


  • જો બને તો ધનતેરસનાં દિવસે ત્રણ સાવરણી ખરીદો. આવું કરવાનું ઘણું શુભ માનવામાં આવે છે. બેકી સંખ્યા એટલે કે બે, ચાર સંખ્યામાં સાવરણી ખરીદવી ન જોઇએ. આવું કરવાથી નુકસાન થાય છે. જો ધનતેરસનાં દિવસે ખરીદેલી સાવરણી દિવાળીનાં દિવસે સુર્યોદય પહેલા મંદિરમાં દાન કરવાથી ઘરમાં લક્ષ્મી આવે છે.


 
First published: October 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading