દેશમાં ભાગ્યે જ હિંદુ આસ્થાવાનોના ઘરે અથવા મંદિરે ઓમ જય જગદીશ હરે આરતી ન ગુંજી હોય. ખૂબ જ સરળ પણ મધુર શબ્દોવાળી આ આરતીને લોકો ઘણી વાર ફિલ્મ નિર્દેશક અને અભિનેતા મનોજ કુમાર સાથે જોડે છે, કારણ કે આ ગીત પહેલી વાર તેમની એક ફિલ્મમાં આવ્યું હતું, ત્યારબાદ લોકોની જીભે ચોંટી ગયું હતું. પરંતુ ખરેખર આ ગીતના સંગીતકાર પંડિત શ્રદ્ધારામ શર્મા હતા. પાકિસ્તાનના લાહોર(તે સમયના ભારત) માં આ દિવસે તેમનું અવસાન થયું હતું.
પોતાના નામ સાથે ગામનું નામ જોડ્યું
આરતીના લેખક પંડિત શ્રદ્ધારામ શર્માનો જન્મ વર્ષ 1837માં પંજાબના લુધિયાણા નજીક એક નાનકડા ગામમાં થયો હતો. આ ફીલ્લૌરી નામનું ગામ લગભગ અનામી હતું, પરંતુ પાછળથી પંડિત શર્માએ ગામના નામને તેમના નામમાં ઉમેર્યું હતું. જેના કારણે કલાકારોમાં તેમને ફીલૌરી નામથી પણ ઓળખવામાં આવતા હતા.
તેમની આસપાસ ઘણું ધાર્મિક વાતાવરણ હતું, જેની અસર તેમના પર થવા લાગી હતી. નાની ઉંમરે તેઓ ઘણા ધાર્મિક શાસ્ત્ર વિશે સરળતાથી બોલવા લાગ્યા હતા. ગામડાઓમાં યોજાતા ધાર્મિક તહેવારોમાં પણ તેઓ નાની ઉંમરે વડીલોની વચ્ચે બેસીને બોલતા. પુત્રની પ્રતિભા અને ધર્મ પ્રત્યેની રુચિ જોઈને તેના પિતા જયદયાળુ શર્મા, જે એક સારા જ્યોતિષ પણ હતા, તેમણે કહ્યું હતું કે તેમની ઉંમર ટૂંકી હશે, પરંતુ તેટલા જ સમયમાં તેઓ કંઈક યાદ રાખવા યોગ્ય કરશે.
શાળામાં ગયા વિના શીખી ભાષાઓ
પિતાને જોઈને પંડિત શર્માએ પણ જ્યોતિષ વિદ્યા શીખવાનું શરૂ કર્યું. સાથે જ તેમણે પર્શિયન, હિન્દી, સંસ્કૃત, અરબી જેવી ભાષાઓમાં નિપુણતા પ્રાપ્ત કરી. તે સમયે તેઓ માત્ર 11 વર્ષના હતા. આ બધી ભાષાઓ શીખવા માટે તેઓ ક્યારેય શાળાએ નહોતા ગયા અને કોઈ ઔપચારી શિક્ષણ લીધું ન હતું, પરંતુ ભાષા પરની તેની પકડ એક શિક્ષક જેટલી તેજસ્વી બની ગઈ હતી.
પંડિત શર્માએ વર્ષ 1866માં ગુરમુખીમાં 'શીખો દે રાજ દી વિઠિયા' અને 'પંજાબી વાતચીત' જેવા પુસ્તકો લખ્યા હતા. શીખો દે રાજ દી વિઠિયાએ સાહિત્યિક વિશ્વમાં ધૂમ મચાવી હતી અને ટૂંક સમયમાં તેમને પંજાબી સાહિત્યના પિતા કહેવાયા હતા. તેમની ભાષા મુશ્કેલ નહોતી પણ એવી હતી કે સાહિત્યમાં રસ ધરાવતા સામાન્ય લોકો પણ સમજી શક્યા. આ જ કારણ છે કે પાછળથી આ પુસ્તક ત્યાંની શાળા-કોલેજમાં પણ આપવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં પંજાબની ભાષા, સંસ્કૃતિ, લોકસંગીત વિશેની માહિતી હતી.
સમાજ સુધારણાના કામમાં આગળ
તે સમયે દેશમાં સ્ત્રી ભ્રૂણ હત્યા થતી હતી, તેના વિરોધમાં તેમણે 'ભાગ્યવત' નવલકથા લખી હતી. તે ભ્રૂણહત્યાથી માંડીને બાળ લગ્ન સુધીની છે. નવલકથા કાશીના પંડિતને જોડીને લખાઈ હતી, જેથી સંદેશ દેશના ખૂણે ખૂણે પહોંચી શકે.
તે સમયે લોકો અંધશ્રદ્ધાને પરંપરારૂપે અનુસરતા હતા અને જો કોઈ તેનો વિરોધ કરે, તો લોકો તેની વિરુદ્ધ થઇ જતા હતા. પંડિત શર્મા સાથે પણ આવું જ બન્યું. સમાજનો મોટો વર્ગ તેનો વિરોધ કરવા લાગ્યો. બીજી બાજુ એક મોટો અને શિક્ષિત વર્ગ તેના શબ્દો સાથે ઉભો રહ્યો. યુવાનીની શરૂઆતમાં જ પંડિત શર્માનું નામ દૂર-દૂર ફેલાયું હતું.
અંગ્રેજોએ ગામ છોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો
તે બ્રિટીશ શાસનનો યુગ હતો. બ્રિટિશરો દેશના લોકોને તેમના ગુલામ રાખવા માંગતા હતા, પરંતુ સાથે જ તેઓ કેટલાક લોકોનો સાથ આપતા હતા. જેથી તેમના છાપ લોકો સમક્ષ સારી બની રહે. આ જ કારણ છે કે જ્યારે પંડિતે શ્રદ્ધારામે છેતરપિંડી વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું, ત્યારે બ્રિટિશરો પણ નારાજ લોકોની સાથે ઉભા હતા. તેમણે પંજાબના ગામો સહિત ગમે ત્યાં પંડિત શર્માના આવાગમન પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, તેની વિપરીત અસર પડી. યુવા પેઢી તેમની ઉપાસના કરવા લાગી હતી અને કોઈપણ રીતે તેમનું ભાષણ સાંભળવા માટે તેમના ગામ પહોંચી જતા હતા. 30 વર્ષની ઉંમરે લખી હતી આરતી
આ સમયગાળામાં પંડિત શ્રાદ્ધારામે આરતી લખી હતી, જે એક સદી વીતી ગયા પછી પણ ઠેર ઠેર ગુંજતી રહે છે. વર્ષ 1870માં તેમણે ઓમ જય જગદીશ હરે આરતી લખી, ત્યારે તે લગભગ 30 વર્ષના હતા. પાછળથી આ જ આરતી મનોજ કુમારની ફિલ્મ પૂરબ અને પશ્ચિમમાં આવી, જ્યાંથી તેણે આખા દેશમાં સ્થાન બનાવ્યું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર