ધર્મ ડેસ્ક: હિન્દુ માન્યા અનુસાર સુર્યને જળ ચઢાવવાનો ખુબ મોટો મહિમા ચે. વૈદિક કાળથી તેમની ઉપાસના થાય છે. વિષ્ણુ પુરાણ, ભગત પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ આદીમાં તેની ચર્ચા પણ થઇ છે.
આ તમામમાં થયેલાં ઉલ્લેખ અને લોકમાન્યતા અનુસાર, ભગવાન સુર્યને દરરોજ અર્ક ચઢાવવાથી રોગ, શોક અને કષ્ટમાંથી મુક્તિ મળે છે. તેનું કારણ છે કે સૂર્યને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે. તે છે જે પૃથ્વિને જીવન અર્પણ કરે છે. સૌ કોઇ તેમનાં સાક્ષાત દર્શન કરી શકે છે. તેથી જ તેમનું મહત્વ વિશેષ થઇ જાય છે.
સૂર્ય કૃપા માટે ચઢાવવું જોઇએ જળ
કોઇપણ વ્યક્તિની કૂંડળીમાં હાજર સૂર્ય ગ્રહનાં પિતા કે જ્યેષ્ઠ હોય છે. જે જાતકની કૂંડળીમાં સૂર્યની સ્થિતિ યોગ્ય ન હોય કે તેમનો તાપ વધુ હોય તો તેમને સૂર્ય ને જળ ચઢાવવાની સલાહ આપવામાં આવે છે. પણ ઘણી વખત એમ બને છે કે, નિયમિત રીતે જળ ચઢાવવા છતા કોઇ યોગ્ય પરિણામ હાંસેલ નથી થતા. એવામાં તે ઉપાયથી વિશ્વાસ ઉઠવા લાગે છે જે યોગ્ય નથી. બની શકે કે આપ
કંઇક ખોટું કરતાં હોવ કે પછી હાલમાં તમારી મનગમતી વસ્તુનો સમય ન પાક્યો હોય. તેથી જેથી તમારી પ્રક્રિયાને નિષ્ક્રિય ન કરો. અને નિરંતર તમારા ઉપાય ચાલુ રાખો. ફળ અવશ્ય મળશે.
સૂર્યને જળ ચઢાવવાનો ઉપાય કરશે તમારી મોટાભાગની સમસ્યાઓ દૂર
માન્યતા અનુસાર નિયમિત સૂર્યને જળ ચઢાવવાથી આપ પર સૂર્યની કૃપા કાયમ માટે બની રહેશે. જે તમારા કામ-કાજમાં આવતી તમામ બાધાઓ દૂર કરશે.
ગ્રહ દોષની નકારાત્મક અસર ઓછી થશે. અને ઘરમાં સુખ શાંતિનો વાસ થશે.
તમારા કૌશલમાં નિખાર આવશે. આપ જે પણ કામ કરશો તેમાં તમને નિપુણતા અને યશ પ્રાપ્ત થશે.
તાંબાનાં પાત્રથી સૂર્યને જળ ચઢાવો
સૂર્યને જ્યારે પણ જળ ચઢાવો ત્યારે સ્ટિલ, પ્લાસ્ટિક ચાંદી, શીશા જેવી ધાતુનો પ્રયોગ ન કરો. તેમને ફક્ત અને ફક્ત તાંબાનાં વાસણમાં જળ ચઢાવો. સૂર્યને જળ ચઢાવતા સમયે તેમનાં 12 નામનું જાપ કરો. તેનાંથી તમારા તમામ ગ્રહદોષ નાશ થશે. દરરોજ એક લોટો સૂર્યને જળ ચઢાવવાથી તમારા જીવનની નકારાત્મકતા દૂર કરી દેશે.