Home /News /dharm-bhakti /દેવોના દેવ મહાદેવને અર્પિત કરો આ 7 વસ્તુઓ, તમામ મનોકામના થશે પૂર્ણ

દેવોના દેવ મહાદેવને અર્પિત કરો આ 7 વસ્તુઓ, તમામ મનોકામના થશે પૂર્ણ

શિવને પ્રસન્ન કરવા માટે કરો આ કામ

Monday Upay: જો તમે પણ ભગવાન ભોલેનાથના (Lord Bholenath) ભક્ત છો અને તેમના આશીર્વાદ મેળવવા માંગો છો, તો દર સોમવારે તેમની પૂજા (Puja) પૂર્ણ વિધિ અને ઉપવાસ કરો. સાથે જ, તેમને તેમની પ્રિય વસ્તુ અર્પણ કરો, જેથી તમારા બધા દુ:ખનો નાશ થાય અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

વધુ જુઓ ...
    ત્રિદેવોમાંથી એક દેવ એટલે ભગવાન શિવ (Lord Shiva) એક મહત્વ પૂર્ણ દેવ છે. ભગવાન શિવની પૂજાનો દિવસ સોમવાર (Monday) માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે. જેનાથી તે પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. તેમને ભોલેનાથ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, તેઓ ખૂબ જ ભોળા છે અને ભક્તો પર બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જો તમે પણ ભગવાન ભોલેનાથના ભક્ત છો અને તેમના આશીર્વાદ મેળવવા માંગો છો, તો દર સોમવારે પૂજા (Puja) કરો અને સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે ઉપવાસ કરો તેમજ તેમને ખૂબ જ પ્રિય વસ્તુ અર્પણ કરો. જેથી તમારા બધા દુ:ખનો નાશ થાય અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય. ચાલો અમે તમને જણાવીએ કે, એવી કઈ વસ્તુઓ છે જે તમે ભગવાન શંકરને ચઢાવીને તેમને પ્રસન્ન કરી શકો છો.

    માન્યતા અનુસાર કુંડળીમાં ચંદ્ર ગ્રહની શાંતિ માટે સોમવારે સ્નાન કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરીને માતાની સેવા કરો. સોમવારે સફેદ રંગની ખાદ્ય સામગ્રી જરૂરિયાતમંદોને દાન કરો. આમ કરવાથી વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ શુભ બને છે.

    આ પણ વાંચો: Astrology: સાંજ પછી ભુલથી પણ ન કરતાં આ 3 કામ, નહીં તો આવશે ગરીબી, થશે પાયમાલી

    આ વસ્તુઓ ભગવાન શિવને કરો અર્પણ

    સોમવારે સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરો. પૂજાના સમયે ભોલેનાથને ચંદન, અક્ષત, બેલી પત્ર, ધતુરા, આકડાનું ફૂલ, દૂધ, ગંગાજળ આ સાત વસ્તુઓ અર્પણ કરો. પૂજા દરમિયાન શિવલિંગ પર કાચા દૂધ અને જળથી અભિષેક કરવો જોઈએ. ભગવાન શિવની પૂજા નિયમ પ્રમાણે કરો. દીવો પ્રગટાવ્યા પછી તેમને ઘી, ખાંડ, ઘઉંના લોટનો પ્રસાદ ચઢાવો. એવું માનવામાં આવે છે કે જ્યારે ભક્તો આવું કરે છે ત્યારે ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને તેમના પર આશીર્વાદ વરસાવે છે.

    આ પણ વાંચો: Death Time: શું સાચે જ દિવસમાં આ એક કલાકના સમયમાં સૌથી વધારે મોત થાય છે?

    સોમવારે ભગવાન શિવની પૂજા કર્યા પછી 7 વાર શિવ ચાલીસાનો પાઠ કરવાથી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે. શિવ ચાલીસાનો પાઠ કર્યા પછી મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ભક્તો સાથે કોઈ પણ પ્રકારની દુર્ઘટના થવાની સંભાવના નહિવત બની જાય છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Dharma bhakti, Lord shiva, Religion

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन