Home /News /dharm-bhakti /Numerology Special Article 22 March: જાણો નંબર 8 અને 9 સાથે કેટલો સુસંગત છે નંબર 5

Numerology Special Article 22 March: જાણો નંબર 8 અને 9 સાથે કેટલો સુસંગત છે નંબર 5

numbers Relation, Numerlogy

Numerology Today 22 march 2023: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો અંકશાસ્ત્ર પરથી જાણીએ કયો નંબર કોની સાથે સુસંગત બેસે છે. જાણો નંબર 5 સાથે કેટલા સુસંગત છે નંબર 8 અને 9

વધુ જુઓ ...
    નંબર 8- તે ન્યાયની સંખ્યા છે, જે ઘણી વ્યસ્ત અને સખત મહેનતની માંગ કરે છે. નંબર 8 ખૂબ જ પ્રામાણિક અને આપનારો છે, પરંતુ મોટી સફળતા મેળવવા માટે તેમના જીવનમાં પડકારો અને અવરોધોનો સામનો કરવો પડે છે. નંબર 5એ 8 સાથે સંપૂર્ણપણે સુસંગત છે, કારણ કે તે બંનેને એકબીજાના સપોર્ટની જરૂર છે. સ્માર્ટ વર્કિંગની વાત કરવામાં આવે ત્યારે નંબર 8એ એક અઘરો નંબર હોવાથી 5 તેના નસીબ દ્વારા ઘણો સપોર્ટ આપે છે અને તેનાથી વધારે મહેનત કરવી પડતી નથી. જ્યાં શાણપણ જરૂરી છે અને પોટેન્શિયલની માંગ હોય છે, ત્યાં અંક 8 મોટા પ્રમાણમાં અંક 5ને સપોર્ટ કરે છે. આમ બંને સાથે મળીને તેમના બિઝનેસના ઊંચા શિખર પર પહોંચવા માટે હાથ મિલાવી શકે છે. આવા સંયોજનોવાળા ઉદ્યોગપતિ સામાન્ય રીતે અસાધારણ સફળતા મેળવે છે અને કોર્પોરેટના કર્મચારીઓ તેમના સમકક્ષો કરતા ખૂબ જ સરળતાથી આગળ વધે છે. જાહેર કાર્યક્રમો, રમતગમત, મેન્યુફેક્ચરિંગ, સ્પોન્સરશિપ, ફૂડ, માર્કેટિંગ, ડેકોર, ઇલેક્ટ્રિકલ્સ અને પ્રોપર્ટીઝનો બિઝનેસ વધુમાં વધુ 5 અને 8નો ઉપયોગ કરવો જોઈએ. 8, 17 કે 26 તારીખે જન્મેલા લોકોએ મોબાઇલ નંબરમાં ટોટલ 5 નંબર લેવો જોઈએ.

    લકી કલર – ટીલ
    લકી દિવસ – બુધવાર
    લકી નંબર – 5
    દાન – ગરીબોને ચપ્પલનું દાન કરો

    નંબર 9 - નંબર 9એ ખ્યાતિ અથવા લોકપ્રિયતાની સંખ્યા છે, તે સેલિબ્રિટીઝ અથવા જાહેર હસ્તીઓ માટે છે. નંબર 5, 9ને તેના રસના ક્ષેત્રમાં આ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા તરફ આગળ વધવામાં મદદ કરે છે. તેમ છતાં બંનેને એવરેજ રીલેશનશિપનો આનંદ મળે છે, તેની પાછળનું કારણ છે સંબંધ ખૂબ જ સરળ છે. પોતાની રીતે જીવન જીવવાની તેમની પ્રબળ ઇચ્છા છે. તેઓ કોઈકને કોઇક રીતે બીજાની જરૂરિયાતને દબાવવાનો પ્રયાસ કરે છે જેનાથી તેઓ સમગ્ર પરિસ્થિતિમાં કંટ્રોલ મેળવે છે.

    આ પણ વાંચો: ભૂતકાળના કોઇ મિત્રો મુશ્કેલી ઊભી કરી શકે, જાણો કેવું રહેશે આપનું અઠવાડિયુ?



    નંબર 5 અને નંબર 9 હંમેશા બિઝનેસમાં સાથે રહી શકે છે, પરંતુ આવા સંયોજનો સાથેના વ્યક્તિગત સંબંધોએ તેના પ્રેમમાં પડતા પહેલા બે વાર વિચારવાની જરૂર છે. વ્યવસાય કે જેમાં ફાઇનાન્સ, માર્કેટિંગ, ફેન અને જ્વેલરી, કન્સલ્ટન્સીઝ, શેર બજાર, પ્રોપર્ટી વગેરે ઉચ્ચતમ વળતર આપે છે.

    લકી કલર- લીલો અને બ્રાઉન
    લકી દિવસ – બુધવાર અને મંગળવાર
    લકી નંબર – 5
    દાન – આશ્રમમાં બ્રાઉન રાઇસનું દાન કરો
    First published:

    Tags: Dharm Bhakti, Horoscope, Numerology

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો