Home /News /dharm-bhakti /Numerology: ભાગ્યશાળી હોય છે આ જન્મતિથિ વાળા લોકો, શુક્ર દેવના પ્રભાવથી જીવનમાં કમાય છે ખૂબ નામ અને પૈસો
Numerology: ભાગ્યશાળી હોય છે આ જન્મતિથિ વાળા લોકો, શુક્ર દેવના પ્રભાવથી જીવનમાં કમાય છે ખૂબ નામ અને પૈસો
સંખ્યાઓ ઉપર કોઈ ને કોઈ ગ્રહનું આધિપત્ય હોય છે.
Numerology: મૂળાંક 6ના સ્વામી શુક્ર દેવ છે. જે વ્યક્તિને રોમાન્ટિક અને લેવિશ લાઇફ આપે છે. આ લોકો આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા અને રોમેન્ટિક હોય છે. શુક્રના પ્રભાવના કારણે તેઓ જીવનમાં ઘણું નામ અને ધન કમાય છે.
Venus Planet Effect on Number: અંક જ્યોતિષ અનુસાર અંકોનું આપણા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન હોય છે. તમે જોયું હશે કે કોઈ આંકડો આપણા માટે શુભ હોય છે, તો કોઈ અંક અશુભ. આજકાલ વ્યક્તિ પોતાનો મોબાઇલ નંબર અને ગાડીનો નંબર પણ સમજી વિચારીને પસંદ કરે છે. તે એવા જ આંકડા પસંદ કરે છે, જે તેના માટે શુભ હોય છે. દરેક જન્મતિથિથી અલગ અલગ લકી નંબર બને છે, કેમ કે સૌના મૂલાંક પણ અલગ અલગ હોય છે.
અંક વિજ્ઞાનમાં 1થી 9 નંબરોનું વર્ણન છે. આ સંખ્યાઓ ઉપર કોઈ ને કોઈ ગ્રહનું આધિપત્ય હોય છે. આજે આપણે મૂલાંક 6 વિશે વાત કરવાના છીએ. મૂલાંક 6 નો સ્વામી શુક્ર દેવ છે. તમને જણાવી દઈએ કે મહિનાની 6, 15 કે 24 તારીખે જન્મેલા લોકોનો મૂલાંક 6 હોય છે. આ લોકો આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા અને રોમેન્ટિક હોય છે. સાથે જ આ લોકો પોતાની વાત અને વર્તનથી કોઈનું પણ ધ્યાન ખેંચવામાં માહિર હોય છે. તેમજ શુક્રના પ્રભાવના કારણે આ લોકો જીવનમાં ઘણું નામ અને ધન કમાય છે. જ્યોતિષ આદિત્ય ગૌર પાસેથી જાણો મૂલાંક 6 થી સંબંધિત લોકોની ખાસ વાતો.
રોમેન્ટિક અને કળાપ્રેમી હોય છે
અંક 6નો સ્વામી શુક્ર ગ્રહને માનવામાં આવે છે. જે પ્રેમ અને શાંતિનું પ્રતિક છે. મૂલાંક 6 ધરાવતા લોકો શરીરે મજબૂત અને દેખાવમાં આકર્ષક હોય છે. આ લોકો રોમેન્ટિક હોય છે. એવું માનવામાં આવે છે કે આ લોકોની વૃદ્ધાવસ્થા ઝડપથી દેખાતી નથી. આ લોકો કલા અને મનોરંજન પ્રેમી હોય છે અને ખૂબ જ ઝડપથી સૌંદર્ય તરફ આકર્ષાય છે. ઉપરાંત તેઓ તેમની પ્રથમ મુલાકાતમાં કોઈને પણ પોતાના દીવાના બનાવી શકે છે. આ લોકો મિત્રતા જાળવવામાં શ્રેષ્ઠ હોય છે. આ લોકો ભલે કોઈને પહેલીવાર મળે, પણ પૂરી વિનમ્રતા દાખવે છે. આ લોકો બીજાના દુ:ખ અને દર્દમાં સાથે ઊભા રહે છે.
આ લોકોનું શિક્ષણ સામાન્ય રીતે સારું હોય છે. તેઓ તેમના પ્રયત્નોથી જીવનમાં ખૂબ પૈસા પણ કમાય છે. પરંતુ તેમને આર્થિક રીતે સમૃદ્ધ થવા માટે સખત મહેનત કરવી પડે છે. તેઓ પૈસા ખર્ચવાના પણ શોખીન હોય છે. તેમજ આ લોકો મોંઘી વસ્તુઓ ખરીદવાના શોખીન હોય છે. તેમને ભવ્ય જીવનશૈલી ગમે છે. આ લોકોને જીવનમાં તમામ સુખ-સુવિધાઓ મળે છે. નાનપણથી જ આ લોકો પોતાની કારકિર્દી વિશે વિચારવાનું શરૂ કરી દે છે અને સફળતા મેળવવા માટે સખત મહેનત કરે છે. તેમને હરવાફરવાનો ખૂબ શોખ હોય છે. આ સાથે તેઓને અલગ-અલગ પ્રકારના કપડા પહેરવાનો શોખ પણ હોય છે.
શુક્ર ગ્રહના પ્રભાવને કારણે તેમને ફિલ્મ, મીડિયા, નાટક, ભોજન, વસ્ત્રો અને આભૂષણો સંબંધિત કાર્યમાં વધુ સફળતા મળવાની સંભાવના છે. તેની સાથે કપડા, લક્ઝરી આઈટમ્સ, સોનું, ચાંદી અને હીરા સાથે જોડાયેલા બિઝનેસમાં તેઓ ઘણી પ્રગતિ કરે છે. તેમના અંક 6, 15 અને 24 સાથે સારો મેળ ખાય છે. તેમજ મૂલાંક 2, 3 અને 9 વાળા લોકો પણ તેમના માટે યોગ્ય રહે છે. આછો વાદળી, આછો ગુલાબી અને સફેદ રંગ તમારા માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ રંગના રૂમાલ તમે હંમેશા તમારા હાથમાં રાખી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર