Numerology: આ જન્મતિથિવાળા લોકો હોય છે બિઝનેસ માઇન્ડેડ, ધનના દેવતા કુબેરની હોય છે વિશેષ કૃપા
Numerology: આ જન્મતિથિવાળા લોકો હોય છે બિઝનેસ માઇન્ડેડ, ધનના દેવતા કુબેરની હોય છે વિશેષ કૃપા
સંખ્યાઓ પર કોઈને કોઈ ગ્રહનું આધિપત્ય હોય છે.
Numerology: સંખ્યાઓ પર કોઈને કોઈ ગ્રહનું આધિપત્ય હોય છે. મૂલાંક 5ના સ્વામી બુધ ગ્રહ છે, જે વ્યક્તિને બિઝનેસ માઇન્ડેડ બનાવે છે. બુધના પ્રભાવથી વ્યક્તિ મોટો બિઝનેસમેન બને છે.
Budh Effect Number: અંકોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન હોય છે. તમે જોયું જ હશે કે કોઈ અંક આપણા માટે શુભ હોય છે, તો કોઈ અશુભ. આજકાલ તો લોકો કાર, બાઇક અને મોબાઇલ નંબર પણ ખૂબ જ સમજી વિચારીને પસંદ કરે છે.
તમને જણાવી દઈએ કે અંકશાસ્ત્રમાં 1 થી 9 સુધીની સંખ્યાઓનું વર્ણન મળે છે. આ સંખ્યાઓ પર કોઈને કોઈ ગ્રહનું આધિપત્ય હોય છે. આજે આપણે મૂળાંક 5 વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો છે, તેમનો મૂલાંક 5 હોય છે.
આ મૂલાંકનો સ્વામી બુધ ગ્રહ છે, જે બુદ્ધિ અને સારી તર્ક ક્ષમતા આપનાર માનવામાં આવે છે. સાથે જ બુધ ગ્રહના પ્રભાવને કારણે આ મૂલાંકના લોકો બિઝનેસ માઇન્ડેડ હોય છે અને તેમના પર ધનના દેવતા કુબેરની વિશેષ કૃપા હોય છે. આવો જાણીએ આ મૂલાંકના લોકોની ખાસ વાતો.
મૂલાંક નંબર 5 ધરાવતા લોકો હંમેશા પડકારોને ચેલેન્જ તરીકે સ્વીકારે છે અને કોઈપણ કિંમતે તેને જીતવાનો પ્રયાસ કરે છે. આ લોકો નવી યોજનાઓ પર કામ કરીને નફો કમાય છે. તેઓ વ્યવસાયમાં જોખમ લેવા માટે હંમેશા તૈયાર હોય છે. આ લોકો મની માઈન્ડેડ અને બિઝનેસ માઇન્ડેડ હોય છે. ભગવાન બુધને વાણીના પણ કારક માનવામાં આવે છે. તેથી આ લોકોની તર્ક ક્ષમતા અને વાતચીત કૌશલ્ય ખૂબ જ સારા હોય છે.
જલ્દી થઈ જાય છે આકર્ષિત
આ લોકો ઝડપથી મિત્રો બનાવે છે અને ઝડપથી ભૂલી જાય છે. તેમને મિત્રો તરફથી પણ લાભ મળે છે. મૂલાંક 5 ના લોકોનો પ્રેમ સંબંધ કાયમી હોતો નથી. કેટલાક લોકો પૈસાના હિતમાં તેમની સાથે પ્રેમ સંબંધ બાંધે છે. આ લોકો ખૂબ જ ઝડપથી કોઈની તરફ આકર્ષિત થઈ જાય છે. તેમનું પારિવારિક જીવન સામાન્ય રીતે સુખી હોય છે.
મૂલાંક 5 વાળા લોકોને વેપાર-ઉદ્યોગમાં સારી સફળતા મળે છે. અથવા તો આ લોકો બેંકમાં નોકરી કરતા શિક્ષકો અથવા કોચિંગ કરનારા હોય છે. તેઓ અર્થશાસ્ત્ર અને સંગીતનું પણ સારું જ્ઞાન ધરાવે છે. આ મૂલાંક ધરાવતા લોકોને મગજ સંબંધિત રોગો થઈ શકે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર