Home /News /dharm-bhakti /Numerology: મૂળાંક 4 ધરાવતા વ્યક્તિઓ હોય છે ખૂબ જ ધનવાન અને ઘમંડી

Numerology: મૂળાંક 4 ધરાવતા વ્યક્તિઓ હોય છે ખૂબ જ ધનવાન અને ઘમંડી

ન્યૂમોરોલોજીથી જાણો કેવાં હોય છે આ તારીખે જન્મેલાં લોકો

Numerology: જે વ્યક્તિનો જન્મ 4, 13, 22 અથવા 31 તારીખે થોય છે, તેનો મૂળાંક 4 માનવામાં આવે છે. મૂળાંક 4 ધરાવતા વ્યક્તિઓ સ્વભાવે ઘમંડી અને ધનવાન હોય છે.

    ધર્મભક્તિ ડેસ્ક: અંક જ્યોતિષ એક એવી વિદ્યા છે, જેની મદદથી વ્યક્તિના ભવિષ્ય અને ગઈકાલ (Future or Past) વિશે જાણી શકાય છે. જેની મદદથી વ્યક્તિના કરિઅર, વિવાહ યોગ, લવ લાઈફ તથા અન્ય જાણકારી વિશે જાણી શકાય છે. 4 મૂળાંકવાળા વ્યક્તિઓ કેવા હોય છે, તે અંગે અંક જ્યોતિષ અથવા ન્યૂમેરોલોજીની મદદથી અહીંયા જાણકારી આપવામાં આવી છે.

    મૂળાંક 4 (Mulank 4)


    જ્યોતિષ શાસ્ત્રની જેમ અંક જ્યોતિષ પણ હોય છે. આ એક એવી વિદ્યા છે, જેની મદદથી વ્યક્તિ પોતાના ભવિષ્ય અને ગઈકાલ વિશે જાણી શકે છે. જે માટે મૂળાંકની જરૂરિયાત હોય છે. જે વ્યક્તિનો જન્મ 4, 13, 22 અથવા 31 તારીખે થોય છે, તેનો મૂળાંક 4 માનવામાં આવે છે. મૂળાંક 4 ધરાવતા વ્યક્તિઓ સ્વભાવે ઘમંડી અને ધનવાન હોય છે.

    મૂળાંક 4ની અન્ય વિશેષતાઓ


    સ્વભાવ


    મૂળાંક 4 ધરાવતા વ્યક્તિઓ સ્વતંત્ર વિચાર ધરાવતા હોય છે, જેમને આઝાદીથી જીવવું પસંદ હોય છે. તેમને કોઈનું નેતૃત્વ ગમતું નથી. જેઓ પોતાના લોકોની સાથે સાથે અન્ય લોકોને પણ ખુશ રાખે છે, તેઓ પોતાના મિત્રો પર દિલ ખોલીને ખર્ચો કરે છે. અન્ય લોકોની મદદ કરીને તેમને ખુશી મળે છે. તેઓ દરેક વિષયમાં પોતાની મજબૂત પકડ ધરાવે છે. તેઓ પોતાના કામથી અન્ય લોકોને પ્રભાવિત કરે છે. તેઓ પોતાના કામ પ્રત્યે સમર્પિત થઈ શકતા નથી અને સ્વભાવે ઘમંડી તથા ઉપદ્રવી હોય છે.

    ગ્રહ સ્વામી


    રાહુને મૂળાંક 4 નો ગ્રહ સ્વામી માનવામાં આવે છે. જેનો સીધો સંબંધ સૂર્ય દેવતા સાથે હોય છે. રાહુના પ્રભાવના કારણે તેઓ પોતાના જીવનમાં હંમેશા પરેશાન રહે છે. આ કારણોસર તેઓ કોઈ કામમાં મન પરોવી શકતા નથી. આ કારણોસર તેમણે ખરાબ પરિણામ ભોગવવું પડે છે.

    શુભ રંગ


    મૂળાંક 4ના લોકો માટે પીળા રંગને ખૂ બ જ શુભ માનવામાં આવે છે. અંક જ્યોતિષ અનુસાર પોતાનું કોઈપણ કામ શરૂ કરતા પહેલા પીળા રંગના કપડા પહેરવા જોઈએ. જેનાથી સારું પરિણામ પ્રાપ્ત થાય છે. તેમણે પોતાની આસપાસ પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ, જે તેમના માટે શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. પીળા રંગની ચાદર, રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ.
    First published:

    Tags: Astrology, Numerology, Numerology Suggestions

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन