Home /News /dharm-bhakti /Numerology: પિતા માટે ખૂબ જ લકી હોય છે આ નંબરના જાતકો, જાણો શા માટે?

Numerology: પિતા માટે ખૂબ જ લકી હોય છે આ નંબરના જાતકો, જાણો શા માટે?

ન્યૂમોરોલોજીથી જાણો કેવાં હોય છે આ તારીખે જન્મેલાં લોકો

Numerology: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ મહિનાની 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 (Number 7) હોય છે. આ લોકો જન્મથી જ પિતા માટે ભાગ્યશાળી હોય છે

    ધર્મભક્તિ ડેસ્ક: અંકશાસ્ત્ર (Numerology)માં સંખ્યાઓના આધારે ભવિષ્યની આગાહી (Future Prediction)ઓ કરવામાં આવે છે. મૂળાંક કોઈ પણ વ્યક્તિની જન્મ તારીખના સરવાળાના આધારે નક્કી કરવામાં આવે છે અને દરેક મૂળાંકની દરેક વ્યક્તિનો સ્વભાવ, ભવિષ્ય અને વ્યક્તિત્વ અલગ અલગ હોય છે. એવું કહેવામાં આવે છે કે સંખ્યાઓ વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે. અંકના આધારે વ્યક્તિઓ લકી અને અનલકી (lucky and unlucky people) છે કે કેમ તેનક્કી કરે છે. આજે આપણે એવા જ અંકના લોકો વિશે જાણીશું, જે પિતા માટે લકી હોય છે. સાથે જ તેમને પોતાના માટે લકી પણ માનવામાં આવે છે.

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ મહિનાની 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 (Number 7) હોય છે. આ લોકો જન્મથી જ પિતા માટે ભાગ્યશાળી હોય છે. વળી, તેમનું નસીબ પણ પોતાના માટે ઘણું સારું હોય છે. તેઓ નાની ઉંમરમાં જ સફળતા પ્રાપ્ત કરી લે છે. તો આવો જાણીએ આ લોકો વિશે.

    7 મૂળાંક વાળા લોકો હોય છે નસીબદાર

    અંકશાસ્ત્ર અનુસાર મૂળાંક 7ના લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. એટલું જ નહીં, જે લોકો સાથે તેઓ રહે છે તેમનું ભાગ્ય પણ ચમકે છે. જીવનના દરક ક્ષેત્રમાં તેમને નસીબ તરફથી ઘણું મળે છે. તેમને કારકિર્દીમાં ખૂબ જ ઝડપથી સફળતા મળે છે. તેઓ જે કામમાં હાથ લે છે તેમાં તેમને સફળતા મળે છે. આ લોકો તીવ્ર બુદ્ધિના હોય છે અને ખૂબ મહેનતુ હોય છે. તેમનો સ્વભાવ સાદો હોય છે. પરંતુ તેમનું સેન્સ ઓફ હ્યૂમર ખૂબ સારું હોય છે.



    મહેનતું હોય છે આ લોકો

    અંકશાસ્ત્ર કહે છે કે મૂળાંક 7ના લોકો ખૂબ જ મહેનતુ છે. કંઈપણ મેળવવા માટે સખત મહેનત કરે છે. સાથે જ તેઓ બુદ્ધિશાળી પણ હોય છે. આ લોકો ખૂબ જ પ્રેક્ટિકલ હોય છે. તેઓ કોઈપણ વ્યક્તિનું દિલ સરળતાથી જીતી લે છે. બધા જ કાર્યો સમજી વિચારીને કરે છે. આ લોકો એવા લોકોમાં નથી જે જીવનમાં સરળતાથી હાર માની લે છે. આ લોકો મોટામાં મોટું કામ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. સ્વતંત્ર વિચારોવાળા આ લોકો બધું જ પોતાની રીતે કરે છે.

    બીજા લોકો માટે પણ હોય છે લકી

    જ્યોતિષીઓનું કહેવું છે કે તેઓ અન્ય લોકો માટે લકી સાબિત થાય છે. જન્મથી જ માતા-પિતાનું ભાગ્ય ચમકાવી દે છે. એવું કહેવામાં આવે છે કે તેઓ પિતા માટે પણ ખૂબ નસીબદાર છે. તેના જન્મથી જ ઘરમાં ધનની કમી રહેતી નથી. તેમને જીવનમાં બધી જ સુખ-સુવિધાઓ મળે છે. સમાજમાં પોતાની ઓળખ બનાવવી શકે છે.
    First published:

    Tags: Astrology, Numerology

    विज्ञापन
    विज्ञापन