Home /News /dharm-bhakti /Numerology Suggestions 31 January: S અક્ષરથી નામ શરુ થતું હોય તે જાતકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી અને ક્રિએટીવ

Numerology Suggestions 31 January: S અક્ષરથી નામ શરુ થતું હોય તે જાતકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી અને ક્રિએટીવ

Numerology Suggestions 31 January:

Numerology Suggestions 31 Jan: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે વ્યક્તિના નામના અક્ષર પરથી પણ તેમના વિષે જાણી શકાય છે. તો ચાલો જાણીએ S આલ્ફાબેટનું મહત્વ અને ઉપાયો

વધુ જુઓ ...
    આલ્ફાબેટ S (Alphabets S)-

    જે વ્યક્તિઓનું નામ S અક્ષર પરથી શરૂ થાય છે, તે વ્યક્તિઓ ખૂબ જ સરળતાથી મિત્ર બનાવી લે છે. તેઓ ખૂબ જ ક્રિએટીવ અને બુદ્ધિશાળી હોય છે અને આ બાબતનો ઉપયોગ તેઓ માત્ર પોતાના હિત માટે જ કરે છે. તેઓ નાગરિક સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હોય છે. તેઓ ખૂબ જ વફાદાર હોય છે, પરંતુ યોગ્ય નિર્ણય ન લેવાને કારણે તેઓ ધીમી ગતિએ આગળ વધે છે અને વધુ વિકાસ કરી શકતા નથી. તેમના મૈત્રીપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વર્તનને કારણે તેમની સાથે રહેતા લોકો તેમને સરળતાથી નેતા બનાવી લે છે. તેઓ કોઈપણ પરિસ્થિતિમાં આયોજન કરી છે, જેના કારણે તેઓ સૌથી વધુ સફળ વ્યક્તિ બને છે. જો તેઓ પોતાના સ્વાર્થ સાથે આગળ ન વધે તો તેઓ સફળ વ્યક્તિ બની શકે છે.

    આ નામવાળી વ્યક્તિ એક સફળ રાજનેતા, બિઝનેસમેન, મીડિયા ક્ષેત્રે સંકળાયેલા લોકો, સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો અને અભિનેતા હોય છે. વિદ્યાર્થીઓ માટે S અક્ષર ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. તેમણે હંમેશા ઉચ્ચ અભ્યાસ અને માસ કમ્યુનિકેશન પર ધ્યાન આપવું જોઈએ. મહત્ત્વપૂર્ણ મીટિંગમાં શામેલ થવા પીળો, કેસરી, સફેદ, લાલ, વાદળી જેવા અન્ય ચમકીલા કલરના કપડાં પહેરવા જોઈએ. તેઓ દેશની સાથે સાથે વિદેશમાં પણ કામ કરી શકે છે. તમામ સ્થળોએ તેમને નસીબ સાથ આપતું હોવાને કારણે તેમને અપાર સફળતા મળે છે. તેમનું જીવનસાથી પણ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે તેમના જીવનમાં સમાનરૂપે યોગદાન આપે છે. તેઓ એક યોગ્ય બાળકની સાથે સાથે યોગ્ય માતા પિતા પણ સાબિત થાય છે.

    આશ્રમમાં ઘઉંનું દાન કરો.

    ભગવાન સૂર્યને જળ અર્પણ કરો અને તેમના નામનો જાપ કરો.

    તમારી ઓફિસમાં ઉત્તર તરફની દીવાલ પર આર્ટિફિશિયલ સૂરજમુખીના ફૂલ લગાવો.



    નહાતા પહેલાં નહાવાના પાણીમાં અઠવાડિયામાં એકવાર હળદર નાખો.

    ચામડાનું બેગ અને વોલેટ ન વાપરશો.

    માંસાહારી ભોજન, દારૂ, તમાકુંનું સેવન ન કરશો ચામડાંની વસ્તુઓનો ઉપયોગ ન કરવો.
    First published:

    Tags: Dharm Bhakti, Horoscope, Numerology

    विज्ञापन