Home /News /dharm-bhakti /Numerology Suggestions 29 Jan: R મૂળાક્ષરથી શરૂ થતા નામના જાતકોમાં હોય છે આવા ગુણ, જાણો ક્યો પ્રોફેશન છે કરિયર માટે બેસ્ટ

Numerology Suggestions 29 Jan: R મૂળાક્ષરથી શરૂ થતા નામના જાતકોમાં હોય છે આવા ગુણ, જાણો ક્યો પ્રોફેશન છે કરિયર માટે બેસ્ટ

Numerology Suggestions

Numerology Suggestions 29 Jan: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે વ્યક્તિના નામના અક્ષર પરથી પણ તેમના વિષે જાણી શકાય છે. તો ચાલો જાણીએ R આલ્ફાબેટનું મહત્વ અને ઉપાયો

વધુ જુઓ ...
જે લોકોનું નામ Rથી શરૂ (Name With Alphabet) થાય છે તેઓ સદ્ગુણી, શક્તિશાળી, સુખદ, આકર્ષક, પ્રભાવશાળી અને લોકપ્રિય (Significance and meaning) હોય છે. આ અક્ષર નામોમાં સૌથી સરળતાથી મળી આવતા મૂળાક્ષરોમાંનો એક છે. તેઓ જીવન વિશેનો ઊંડો અર્થ (Meaning) ધરાવે છે, તેઓ ખૂબ જ સરળતાથી મિત્રો બનાવી શકે છે અને તેથી તેઓ અમીર અને સમૃદ્ધ મિત્રવર્ગ બનાવી શકે છે. લોકોને પ્રભાવિત કરવાની તેમની ક્ષમતા તેમને કારકિર્દીમાં ખૂબ જ સફળ બનાવે છે, ખાસ કરીને રાજકારણ અને ગ્લેમર સાથે સંબંધિત ક્ષેત્રમાં તેઓ ખૂબ સારું નામ કમાઇ શકે છે. ઘણા સફળ લોકોના નામનો પહેલો મૂળાક્ષરો R છે, ખાસ કરીને મીડિયા, ડિઝાઇનિંગ, ગ્લેમર, સ્પોર્ટ્સ અને સંગીતના ક્ષેત્રમાં સફળ લોકોના નામમાં. તેઓ સાચા મૂલ્ય અને સદ્ગુણની હંમેશા સરાહના કરે છે, તેઓ તેમના સિદ્ધાંતોનો ખૂબ જ વ્યવહારિક રીતે ઉપયોગ કરે છે. તેઓ પોતાની જાતને મદદ કરવા ઈચ્છે છે પણ બીજાને મદદ કરવામાં તેમને કોઈ સંકોચ અનુભવતા નથી. આવા લોકો ઉદાર અને દાનવીર સ્વભાવના હોય છે.

તેઓ વૈભવી અને સમૃદ્ધિ સાથે જીવન જીવવા માંગે છે, આમ કરવા માટે તેઓ સખત મહેનત કરે છે, પરંતુ સાથે-સાથે પૈસા કમાવવાના ખોટા માધ્યમો અપનાવતા નથી. તેઓ પ્રકૃતિમાં સમૃદ્ધ હોય છે અને સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે. તેમની સેલ્ફ સ્ટીમ પણ ખૂબ વધારે હોય છે. આ મૂળાક્ષરોવાળી સ્ત્રીઓ ઘરેલું કાર્ય માટે સમર્પિત હોય છે, તેઓએ શારીરિક કસરત કરવી જોઈએ, નહીં તો આરોગ્યની સમસ્યાઓ થઇ શકે છે. તેઓ મોટેથી હસે છે અને બીજાઓને તે જ રીતે હસાવવાની આવડત ધરાવે છે અને પરીવારમાં લાડકવાયા હોય છે. આ નામવાળાં બાળકો શાળા-કૉલેજોમાં લોકપ્રિયતા મેળવી શકે છે.

તેઓ ડિઝાઇનિંગ, કમ્પ્યુટર્સ, સ્પોર્ટ્સ, જ્યોતિષવિદ્યા, વૈદિક વિજ્ઞાન, એસ્ટ્રેનોમી, સંગીત અને ડાન્સ, શાળાઓનો વ્યવસાય, ટેકનોલોજી, ટ્રેનિંગ, ફાઇનાન્સ, પ્રિન્ટિંગ પ્રકાશન, દવાઓ, ડિટેક્ટીવ સેવાઓ, સ્પોર્ટ્સ પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક ગુડ્સ, મેટલ, ફૂડ, લક્ઝરી આઇટમ્સ, મનોરંજન વ્યવસાય, હાર્ડવેર, કોન્ટ્રાક્ટ વર્ક, કેમિકલ આઇટમ્સ, ગેસ એજન્સી, જહાજો, પ્લાયવુડ ફર્નિચર વગેરેમાં સારું કામ કરી શકે છે.

લકી કલર – લાલ અને ગુલાબી

લકી દિવસ – મંગળવાર

લકી નંબર – 91. તમારા જમણા હાથની રિંગ ફિંગર દ્વારા હંમેશા સવારે ચંદન અથવા કુમકુમનું તિલક કરો.

2. વર્ષમાં ઓછામાં ઓછું એક વાર મંગળ પૂજા કરો.

3. આશ્રમમાં અથવા ભિખારીઓને લાલ દાળનું દાન કરો.

4. ઘરની પૂર્વ દિવાલમાં 9 સળિયાની વિન્ડ ચેમ રાખો.

5. સ્ત્રીઓએ લાલ બંગડીઓ પહેરવી જોઈએ.

6. નોન વેજ, દારૂ, તમાકુ, લેધર અને એનિમલ સ્કિનનો ઉપયોગ ટાળો.
First published:

Tags: Aaj nu rashifal, Dharm Bhakti, Horoscope, Numerology

विज्ञापन