Home /News /dharm-bhakti /

Numerology Suggestions 28 May: આ તારીખે જન્મેલા લોકો માટે બિઝનેસ ડિલ્સ સફળ કરવા નેટવર્કિંગ રહેશે મહત્વનું

Numerology Suggestions 28 May: આ તારીખે જન્મેલા લોકો માટે બિઝનેસ ડિલ્સ સફળ કરવા નેટવર્કિંગ રહેશે મહત્વનું

અંક શાસ્ત્ર પ્રમાણે જાણો આજનં રાશિફળ

Numerology: આજનાં દિવસે એટલે કે 28 મેનાં દિવસ રોજ તમને સુખ-સુવિધાઓનો આનંદ માણશો અને પૈસા કમાવવા અથવા લક્ષ્ય હાંસલ કરવાનું સરળ બનશે. રમત સાથે સંકળાયેલા લોકોને સફળતા મળશે. સૂર્ય દેવને જળ અર્પણ કરો.

  1, 10, 19 અને 28 તારીખે જન્મેલા લોકો

  નંબર 1: સૂર્ય મંત્ર સાથે તમારા દિવસની શરૂઆત કરો. તમારે અન્ય જૂથો અથવા બ્રાન્ડ્સ સાથે સહયોગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, ભાષણ આપવું જોઈએ, સંપત્તિમાં રોકાણ કરવું જોઈએ, ઈન્ટરવ્યુમાં આપવા જોઈએ. આજે તમે તમને સુખ-સુવિધાઓનો આનંદ માણશો અને પૈસા કમાવવા અથવા લક્ષ્ય હાંસલ કરવાનું સરળ બનશે. રમત સાથે સંકળાયેલા લોકોને સફળતા મળશે. સૂર્ય દેવને જળ અર્પણ કરો.

  માસ્ટર કલર – પીળો અને ઓરેન્જ

  લકી દિવસ – રવિવાર અને ગુરૂવાર

  લકી નંબર – 1

  દાન – સલફ્લાવર તેલનું દાન કરો.

  2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકો

  નંબર 2: તમને એક યોગ્ય લાઇફ પાર્ટનર મળશે. તમારા પરીવાર અને સંબંધીઓ સાથે સમય પસાર કરો. ભગવાન શંકર અને ચંદ્ર ગ્રહના આશીર્વાદ મેળવો. જો તમે લિક્વિડ, ઈલેક્ટ્રોનિક, દવાઓ અને ઇમ્પોર્ટ-એક્સપોર્ટ, સૌર ઉર્જા, કૃષિ, પ્રવાહી અને કેમિકલ્સનો વેપાર કરો છો તો તમને નફો થઇ શકે છે.

  માસ્ટર કલર – બ્લૂ અને ઓફ વ્હાઇટ

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 2

  દાન – ગરીબોને ખાંડનું દાન કરો.

  3, 12, 22 અને 30 તારીખે જન્મેલા લોકો

  નંબર 3: લીડર, કેપ્ટન્સ, કોચ, ટીચર અને ફાઇનાન્સર્સ માટે આજનો દિવસ સફળ રહેશે. તમારી માતા અને ગુરૂના આશીર્વાદ સાથે દિવસની શરૂઆત કરો. વિદ્યાર્થીઓ માટે સફળતાની તકો. લવમેરેજ માટે પ્રપોઝ કરવાનો ઉત્તમ દિવસ. આજે સરકારી અધિકારી, આર્ટીસ્ટ, સ્પોર્ટ્સમેન અને ડિસ્ટ્રીબ્યૂટર્સ અને એજ્યુકેશનિસ્ટ માટે ગ્રોથની તકો. ગુરૂની શક્તિ વધારવા મહિલાઓએ પીળું ધાન રાંધી પરીવારને પીરસવું.

  માસ્ટર કલર – ઓરેન્જ

  લકી દિવસ – ગુરૂવાર

  લકી નંબર – 3 અને 1

  દાન – મંદિરમાં ચંદનનું દાન કરો.

  4, 13, 22 અને 31 તારીખે જન્મેલા લોકો

  નંબર 4: તમારું મન આજે જટિલતાઓથી ભરેલું છે પરંતુ જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ તમારો આત્મવિશ્વાસ વધશે અને મૂંઝવણ ઓછી થશે. રોકાણ કરેલા નાણાંને ગોપનીય રાખવા. ઇમ્પોર્ટ-એક્સપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલ લોકે ધ્યાનપૂર્વક નિર્ણયો લેવા.

  માસ્ટર કલર – બ્લૂ

  લકી દિવસ – મંગળવાર

  લકી નંબર – 9

  દાન – બાળકોને લીલી પેન અથવા પેન્સિલનું દાન કરો.

  5, 14 અને 23 તારીખે જન્મેલા લોકો

  નંબર 5: વ્યર્થ ખર્ચ ટાળો. તમારા સહ કર્મીઓ સાથે સિક્રેટ શેર કરવાથી બચો. ગ્લેમર, બાંધકામ, મીડિયા, વિદેશી કોમોડિટી અને રમતગમતના લોકોને વિશેષ સન્માન મળશે. નોન-વેજ અને આલ્કોહોલનું સેવન ટાળો. મિલકત સંબંધિત નિર્ણયો તમારા પક્ષમાં રહે.

  માસ્ટર કલર – લીલો

  લકી દિવસ – બુધવાર

  લકી નંબર – 5

  દાન – બાળકોને રોપાનું દાન કરો.

  6, 15, 24 તારીખે જન્મેલા લોકો

  નંબર 6: વ્યક્તિગત સંબંધોમાં તણાવ ઊભી થઇ શકે છે તેથી આજે વધુ વિચારવાનું ટાળો. પરીવાર અને મિત્રોનો સહકાર મળે. સરકારી ટેન્ડર્સ માટે સારી તકો. સ્ટોક માર્કેટ રોકાણકારોને નફો થઇ શકે છે.

  માસ્ટર કલર – એક્વા

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6

  દાન – મંદિરમાં મીઠાનું દાન કરો.

  7 અને 16 તારીખે જન્મેલા લોકો

  નંબર 7: પૈસા કમાવવા વિશે તમે કરેલા આયોજનોને સિક્રેટ રાખો. દિવસમાં ઉતારચઢાવ અનુભવો. નવી તકોને ખુલ્લા મને સ્વીકારો, સોફ્ટવેર સાથે જોડાયેલ વ્યવસાયિક ડીલ્સ ખૂબ જ સફળ રહેશે. લગ્નના પ્રસ્તાવોને આજે અવગણવામાં આવશે. ભગવાન શિવ મંદિરની મુલાકાત લેવા અને ધાર્મિક વિધિઓ કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત કરવાના આશીર્વાદ મળશે.

  માસ્ટર કલર – પીળો

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 7

  દાન – મંદિરમાં પીળા વાસણનું દાન કરો.

  8, 17 અને 25 તારીખે જન્મેલા લોકો

  નંબર 8: નવા વિચારો સ્વીકારવાથી તમને સફળતા મળી શકે છે. પ્રભાવશાળી લોકો અથવા પૈસાની શક્તિનો ઉપયોગ કરીને કાયદાકીય કેસોનો ઉકેલ લાવવામાં સફળતા મળશે. જો કે બિઝનેસ ડિલ્સને સફળ બનાવવામાં નેટવર્કિંગ આજે ભૂમિકા ભજવશે. વિદ્યાર્થીઓએ ધ્યેય પૂર્ણ કરવા મહેનત કરવી. આજે ખાસ દાન કરવું.

  માસ્ટર કલર – સી ગ્રીન

  લકી દિવસ -શનિવાર

  લકી નંબર – 6

  દાન – જરૂરિયાતમંદોને ચપ્પલનું દાન કરો.

  9, 18 અને 27 તારીખે જન્મેલા લોકો

  નંબર 9: ગ્લેમર ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને આજે પૈસા અને ખ્યાતિ મળશે. કપલ્સ માટે ભવિષ્યનું પ્લાનિંગ કરવા માટે એક ઉત્તમ દિવસ. સરકારી ટેન્ડરો, પ્રોપર્ટી ડીલ્સ, ડિફેન્સ કોર્સ, મેડિકલ કોર્સ સરળતાથી સાઇન થશે. યુવા રાજકારણીઓ અને યુવા કલાકારોને આજે કેટલીક નવી તકો મળશે. આ દિવસનો ઉપયોગ જાહેર ભાષણ, ઇન્ટરવ્યુ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે કરવો જોઈએ. સર્જન્સ અને ડોક્ટર્સને રીવોર્ડ્સ મળી શકે છે. ટ્રાવેલ પ્લાન્સ સફળ બનશે.

  માસ્ટર કલર – ઓરેન્જ

  લકી દિવસ – ગુરૂવાર

  લકી નંબર – 9

  દાન – લાલ મસૂરનું દાન કરો.

  28મી મેના રોજ જન્મેલી હસ્તીઓ: એનટી રામારાવ, વિનાયક દામોદર સાવરકર, મીર તાકી મીર, રોડ્રિક્સ, મહંત અવૈદ્યનાથ, પિનાકી ચંદ્ર ઘોષ
  First published:

  Tags: Birth date, Numerology Suggestions, Religion, Zodiac sign

  આગામી સમાચાર