Home /News /dharm-bhakti /Numerology Suggestions 27 January: આ નામવાળા વ્યક્તિઓ હોય છે ખૂબ જ મૃદુ અને મક્કમ, જીવનમાં મળે છે અપાર સફળતા

Numerology Suggestions 27 January: આ નામવાળા વ્યક્તિઓ હોય છે ખૂબ જ મૃદુ અને મક્કમ, જીવનમાં મળે છે અપાર સફળતા

Numerology Suggestions 27 January

Numerology Suggestions 27 Jan: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે વ્યક્તિના નામના અક્ષર પરથી પણ તેમના વિષે જાણી શકાય છે. તો ચાલો જાણીએ O અને P આલ્ફાબેટનું મહત્વ અને ઉપાયો

વધુ જુઓ ...
આલ્ફાબેટ O (Alphabet O): જે લોકોનું નામ ‘O’ પરથી શરૂ થાય છે, તે લોકો પોતાના પર વધુ ધ્યાન આપે છે અને ખૂબ જ બોલ્ડ છે. તેઓ પોતાના જીવનમાં અનેક ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે, પરંતુ તેઓ ક્યારેય પણ હાર માનતા નથી અને હતાશ થતા નથી. તેમના વ્યક્તિત્ત્વના આ ગુણને કારણે તેઓ અન્ય લોકોની નજરમાં મહાન વ્યક્તિ ગણાય છે. તેઓ ખૂબ જ સારા પદ પર પહોંચે અને પ્રસિદ્ધિ મેળવે છે, જેના કારણે તેમના મિત્રની સંખ્યાની સાથે સાથે દુશ્મનની સંખ્યામાં પણ વૃદ્ધિ થાય છે. જીવનમાં થતી અન્ય હાનિઓને કારણે લોકો તેમને દગો આપે છે, આ કારણોસર તો પ્રકારની ઘટનામાંથી બોધપાઠ લઈને આગળ વધે છે. ઉપરાંત તેઓ ખૂબ જ ચતુર બની જાય છે. તેઓ સમસ્યાઓનું નિવારણ લાવવા માટે પ્રેક્ટીકલ દ્રષ્ટિકોણ ધરાવે છે, જે તેમની સૌથી મોટી અને મહત્ત્વપૂર્ણ સંપત્તિ છે. તેમની મહત્ત્વાકાંક્ષાઓને કારણે તેઓ એક મહાન અને અમીર વ્યક્તિ બની જાય છે. તેમના જીવનમાં ધન આવવામાં થોડો સમય લાગે છે. આ નામવાળી વ્યક્તિ મનમાં મૂંઝવણ અનુભવતી રહે છે, આ કારણોસર તેમણે એકાગ્રતા કરવી જોઈએ.

શુભ રંગ- સફેદ

હંમેશા તમારી પાસે સફેદ હાથરૂમાલ રાખો.

આલ્ફાબેટ P (Alphabet P): જે લોકોનું નામ ‘P’ પરથી શરૂ થાય છે, તે લોકોનું જીવન અસ્તવ્યસ્ત હોવાને કારણે તેઓ ખૂબ જ શાંત રહે છે. તેઓ એક મહાન વ્યક્તિ હોય છે અને ખુશ રહેવા માટે તેમની પાસે અપાર ક્ષમતા રહેલી છે. તેમના મનમાં કોઈપણ વ્યક્તિ વિશે ખરાબ ભાવના હોતી નથી. તેમના વિચાર અને કર્મ શુદ્ધ હોય છે. અનેક સમસ્યાઓ હોવા છતાં તેઓ ક્યારેય પણ દુ:ખી થતા નથી. તેમની પાસે કંઈ ન હોવા છતાં તેઓ હંમેશા મિત્રોની મદદ કરે છે. તેમને શાંત વાતાવરણમાં રહેવું પસંદ હોય છે. તેઓ ભગવાનમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે અને તમામ રીત-રિવાજનું પાલન કરે છે. તેઓ સમૃદ્ધ હોય છે અને લોકપ્રિયતા ધરાવે છે, તેમનું નસીબ તેમને સાથ આપે છે. તેઓ પોતાની પોઝિટીવ એનર્જીતી અન્ય લોકોને ઈમ્પ્રેસ કરે છે. આ નામવાળી મહિલાઓ તેમના પાર્ટનર માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. લગ્ન થયા બાદ તેમનું નસીબ તેમને વધુ સાથ આપે છે. કોસ્મેટીક્સ બિઝનેસ સાથે જોડાયેલી મહિલાઓએ સફળતા પ્રાપ્ત કરવા માટે પોતાના બિઝનેસનું નામ P અક્ષર પરથી રાખવું જોઈએ.



શુભ રંગ- પીળો અને ગુલાબી

  • ભગવાન શિવ પર દૂધનો અભિષેક કરો.

  • આર્ટિફિશિયલ જ્વેલરીની જગ્યાએ સોના, ચાંદી અથવા ડાયમંડના દાગીના પહેરો.

  • ઘરના ઉત્તર ભાગમાં પાણી ભરેલો કળશ મુકો.

  • પશુઓ અથવા ગરીબોને દૂધનું દાન કરો.

  • માંસાહારી ભોજન, દારૂ, તમાકુનું સેવન ન કરો અને ચામડાની વસ્તુઓનો ઉપયોગ ન કરો.

First published:

Tags: Dharm Bhakti, Horoscope, Numerology

विज्ञापन