Home /News /dharm-bhakti /Numerology Suggestions 26 May: નંબર 4 અને 9નો સંગમ જીવનમાં લાવે છે ચાંદી જ ચાંદી, જાણો સફળતા માટે શું કરવું?
Numerology Suggestions 26 May: નંબર 4 અને 9નો સંગમ જીવનમાં લાવે છે ચાંદી જ ચાંદી, જાણો સફળતા માટે શું કરવું?
numerology suggestion
Numerology Suggestions 26 May: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે. અંકશાસ્ત્ર પરથી આંકડાઓ વચ્ચેના સંબંધો પણ જાણી શકાય છે. તો ચાલો જાણીએ નંબર 9 કેટલો સુસંગત છે નંબર 4 સાથે?
નંબર 4: અંકશાસ્ત્ર મુજબ વ્યક્તિની જન્મતારીખ તેના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. આવી સ્થિતિમાં મહિનાની 4, 13 કે 22 તારીખે જન્મ થયો હોય તેવા લોકો માટે સારા સમાચાર છે. આ તારીખોએ જન્મેલા લોકો નંબર 9 સાથે તાલમેલ બેસાડે તો આ આંકડા તેમનું ભાગ્ય ઉઘાડે છે. તેઓ આ આંકડાઓની સુસંગતતાના કારણે સફળતા મેળવે છે.
નંબર 9 તેમના માટે ભાગ્ય ઉઘાડતા નંબર તરીકે કામ કરી શકે છે. આ નંબર વ્યવસાય અથવા જીવનસાથી સાથે સંકળાયેલો હોય શકે છે. યાદ રાખો કે નંબર 4 એ ખૂબ અઘરો અને નિર્ણાયક આંકડો છે. તેથી નંબર 4 ને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ, નંબર 9 ની હાજરીના કારણે મુશ્કેલીઓનો ઉકેલ આવે છે અને સફળતામાં જબ્બર વધારો થઈ શકે છે.
નંબર 9 અને 4 મજબૂત હોય તેવા લોકો લોકપ્રિય જાહેર હસ્તીઓ બને છે. આવા લોકોએ બેક સ્ટેજ અથવા બેંક ઓફિસ વર્ક ટાળવા જોઈએ. આવા નંબર ધરાવતી મહિલાઓએ કૌટુંબિક વ્યવસાય અથવા નાણાકીય પ્લાનિંગમાં જોડાવા માટે પ્રયત્નો કરવા જોઈએ. નંબર 4ને હંમેશા નંબર 9થી ફાયદો થાય છે. તેથી કુલ 9 થતા હોય તેવો મોબાઇલ નંબર તેમના માટે શ્રેષ્ઠ સાબિત થાય છે. સપ્ટેમ્બર મહિનો તેમને ખૂબ ફળદાયી સાબિત થઈ શકે છે. નંબર 9 અને 4 ધરાવતા પ્રેમી કપલ વૈભવી અને સ્વસ્થ જીવન ગાળે છે.