Home /News /dharm-bhakti /Numerology Suggestions 22 Jan: M મૂળાક્ષરથી નામ શરૂ થતું હોય તેમનામાં બિઝનેસ ટાયકૂન બનવાની હોય છે ક્ષમતા
Numerology Suggestions 22 Jan: M મૂળાક્ષરથી નામ શરૂ થતું હોય તેમનામાં બિઝનેસ ટાયકૂન બનવાની હોય છે ક્ષમતા
Numerology Suggestions
Numerology Suggestions 22 Jan: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે વ્યક્તિના નામના અક્ષર પરથી પણ તેમના વિષે જાણી શકાય છે. તો ચાલો જાણીએ M અને N આલ્ફાબેટનું મહત્વ અને ઉપાયો
મૂળાક્ષરો M: M મૂળાક્ષરથી નામ શરૂ થતું હોય તે લોકો આઉટગોઇંગ, રિફાઇન્ડ, પ્રભાવશાળી, દયાળુ, ઉદાર અને નૈતિક હોય છે. તેમની સરળતા ઘણીવાર તેમના માટે ફાયદાકારક બની જાય છે, કારણ કે તેઓ સાચા અને બોલકા હોય છે. તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવને તેમની પોતાની ઇચ્છાશક્તિથી હળવા કરી શકે છે, ભૌતિકવાદમાં વ્યસ્ત રહેવાથી તેઓ અન્ય લોકો કરતા આગળ હોવાનું બતાવવાની ઇચ્છાને કારણે સ્થિતિને દબાવી દે છે.
M વાળા લોકોમાં પ્રોફેશન અને વ્યક્તિગત જીવનથી સંબંધિત યોગ્ય નિર્ણય લેવાની અપાર ક્ષમતા હોય છે. તેઓ આકર્ષક, બુદ્ધિશાળી, મોહક, સાહજિક, નસીબદાર અને જોખમ લેનારા છે જે તેમને બિઝનેસ ટાયકૂન બનાવે છે.
M મૂળાક્ષરથી નામ શરૂ થતું હોય તેમણે શું કરવું?
1. ઘરમાં તુલસીજીનો છોડ રાખો.
- હંમેશા પ્રાણીઓને ખવડાવો - લેધર બેલ્ટને બદલે મેટલિક ઘડિયાળ પહેરો. - અનાથાશ્રમમાં હાઉસકીપિંગની સામગ્રીનું વિતરણ કરો - નોન વેજ, લિકર, તમાકુ અને ચામડાથી દૂર રહો.
મૂળાક્ષરો N: આ મૂળાક્ષર અવરોધો, મુશ્કેલીઓ, પ્રતીક્ષા, નુકસાન અને સંઘર્ષ સૂચવે છે. પરંતુ સદભાગ્યે તેમનું મજબૂત વ્યક્તિત્વ અને નિશ્ચય આ મુશ્કેલીઓનો સામનો કરવા અને તેમને ક્ષેત્રનો સ્ટાર બનાવવા આગળ વધારે છે. તેઓ ચાર્મિંગ હોય છે, જેના કારણે તેઓ ઘરના બધા સભ્યોનો અવાજ બને છે. તેઓ અન્યને મદદ કરવા અને સહાનુભૂતિ વ્યક્ત કરવાની અનોખી કુશળતા ધરાવે છે. તેઓ પર સમાજના ઘણા લોકો આધાર રાખે છે. તેઓ પાસે ઉત્તમ મિત્રો હોય છે. તેઓ સંપૂર્ણપણે ઘરેલુ વ્યક્તિઓ હોય છે, સરળ, સીધા, સર્જનાત્મક અને આદરણીય હોય છે. રમતગમત, ડિઝાઇનિંગ, રિટેલ વસ્ત્રો, તકનીકી અને સુંદરતા ક્ષેત્રના લોકો N મૂળાક્ષર પરથી નામો પસંદ કરી શકે છે.
N મૂળાક્ષર પરથી નામ ધરાવતા લોકોએ શું કરવું?
1 બુધની ઉર્જા વધારવા માટે તમારી થેલીમાં રુદ્રાક્ષ રાખો
2 કામના ટેબલ પર 5 સ્ટેપનો વાંસનો છોડ રાખો.
લકી કલર્સ: લીલો અને સફેદ
લકી દિવસ : બુધવાર
લકી નંબર: 5
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર