Home /News /dharm-bhakti /Numerology Suggestion 20 January: આ અક્ષરથી શરુ થતા નામવાળા જાતકો હોય છે ખૂબ જ મહેનતુ અને પરિશ્રમી

Numerology Suggestion 20 January: આ અક્ષરથી શરુ થતા નામવાળા જાતકો હોય છે ખૂબ જ મહેનતુ અને પરિશ્રમી

Numerology suggestion

Numerology Suggestions 20 Jan: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે વ્યક્તિના નામના અક્ષર પરથી પણ તેમના વિષે જાણી શકાય છે. તો ચાલો જાણીએ I અને J આલ્ફાબેટનું મહત્વ અને ઉપાયો

વધુ જુઓ ...
    આલ્ફાબેટ I (alphabet I): જે લોકોનું નામ ‘I’ પરથી શરૂ થાય છે, તે લોકો ખૂબ જ પરિશ્રમ કરનાર વ્યક્તિ હોય છે, તેમને આળસ બિલ્કુલ પણ ગમતી નથી (Personality of name start with ‘I’). તે લોકો કોઈપણ બાબતનું ગહનતાથી નિરીક્ષણ કરી શકે છે. તેઓ કોઈપણ પરિસ્થિતિમાં જીવિત રહેવાની ક્ષમતા ધરાવે છે અને સફળતા પ્રાપ્ત કરી શકે છે. તેમણે મન શાંત રાખવાની કોશિશ કરવી જોઈએ, નહીંતર ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે (symbolism of the letter I). આલ્ફાબેટ ‘I’ 9 અંકનો જ એક અક્ષર છે, જે મંગળનો નિર્દેશ કરે છે. પ્રોપર્ટી, હોમ ફર્નિશિંગ, સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ, એન્ટરટેઈનમેન્ટના બિઝનેસને આ અક્ષર પરથી નામ આપી શકાય છે. બિઝનેસને આ અક્ષર પરથી નામ આપવાથી તે લકી સાબિત થશે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો, Imagica, Ikea.

    હંમેશા તમારી બેગમાં લાલ અનાજ રાખો.

    શુભ રંગ- લાલ

    આલ્ફાબેટ J (alphabet J):

    જે લોકોનું નામ ‘J’ પરથી શરૂ થાય છે, તે લોકો વ્યાપક વિચારધારા ધરાવે છે. આ નામની વ્યક્તિને સ્વતંત્રતા પસંદ હોય છે, તેઓ હંમેશા પ્રેક્ટીકલ વિચારે છે (Personality of name start with ‘J’). તેઓ જાણતા હોય છે કે, તેમની આસપાસ શું થઈ રહ્યું છે અને તેઓ ખૂબ જ સમજદાર વ્યક્તિ હોય છે (symbolism of the letter J). તેમને મૂર્ખ સાબિત કરવી સંભવ નથી. તેઓ પોતાની સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે હળીમળીને રહે છે.



    પરિસ્થિતિની માંગ અનુસાર પોતાના મગજને ખૂબ જ કષ્ટ આપે છે અને વિચાર કરતા રહે છે.  તેમણે યાદ રાખવાની જરૂર છે કે, ભૌતિક સુખ અસ્થાયી છે અને ભૌતિકવાદી દુનિયામાં પોતાનું સર્વસ્વ ન આપવું જોઈએ. તેઓ શારીરિક અપીરિઅન્સમાં સર્વશ્રેષ્ઠ હોય છે. આ કારણોસર તેમણે અન્ય સાર્વજનિક ક્ષેત્રે પોતાનું નસીબ અપનાવવું જોઈએ.

    ભગવાન સૂર્યને જળ અર્પણ કરો.

    શુભ રંગ- પીળો
    First published:

    Tags: Dharm Bhakti, Numerology

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन