Home /News /dharm-bhakti /Numerology Suggestions 18 Jan: Gથી નામ શરૂ થતું હોય તેઓ મોહક પર્સનાલિટી ધરાવે છે, જ્યારે H વાળા હોય છે ચતુર

Numerology Suggestions 18 Jan: Gથી નામ શરૂ થતું હોય તેઓ મોહક પર્સનાલિટી ધરાવે છે, જ્યારે H વાળા હોય છે ચતુર

Numerology Suggestions

Numerology Suggestions 18 Jan: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે વ્યક્તિના નામના અક્ષર પરથી પણ તેમના વિષે જાણી શકાય છે. તો ચાલો જાણીએ G અને H આલ્ફાબેટનું મહત્વ અને ઉપાયો

વધુ જુઓ ...
  મૂળાક્ષર G

  આ અક્ષરથી શરૂ થતા નામો ધરાવતા લોકો પ્રામાણિક, સીધા અને પ્રતિષ્ઠિત હોય છે. તેઓ ખૂબ જ આકર્ષિત અને મોહક પર્સનાલિટી ધરાવતા હોય છે. આ લોકો ગહન નૈતિક અને બૌદ્ધિક મૂલ્યો અનુસાર જીવન જીવવાનું પસંદ કરે છે. તેઓ તેમના જીવનનું તમામ પ્લાનિંગ અને ગોઠવણ ખૂબ સારી રીતે કરે છે અને ખૂબ જ સારું આત્મ નિયંત્રણ ધરાવે છે.

  તેમની સંપૂર્ણ રીતે શુદ્ધ ભાષા અને મૂલ્યો ઉચ્ચ સિદ્ધિઓની નિશાની છે. તેઓ ખૂબ જ નમ્ર અને સરળ સ્વભાવના હોય છે અને સફળતાનું તેમને અભિમાન થતું નથી. તેઓએ માત્ર તેમની અંદરના અવાજને સાંભળવાનું અને બીજાના પ્રભાવ પ્રત્યે શાંત રહેવાનું યાદ રાખવાની જરૂર હોય છે. આ મૂળાક્ષર ધરાવતા લોકોને પહેલેથી જ જાતે નિર્ણય લેવાની ક્ષમતા આશીર્વાદમાં મળી છે, તેથી તમારા પોતાના સ્ટેપ્સ અને સ્ટ્રેટેજીઓ બનાવો.

  - તમારી સાથે હંમેશા કોપર અથવા બ્રોન્ઝ મેટલ કોઇ પણ ફોર્મમાં રાખો.

  -લકી કલર – પીળો

  H મૂળાક્ષર

  H મૂળાક્ષરોથી નામ શરૂ થતું હોય તેવા જાતકો સ્વકેન્દ્રી (Self Centred) હોય છે અને ચતુર પણ હોય છે. તેઓ તેમની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે પૂરતી હોશિયારી દાખવે છે, તેઓ અતિશય મહત્વાકાંક્ષા ધરાવે છે અને ઠાઠમાઠથી રહેવામાં અને દેખાડો કરવાનું પસંદ કરે છે. તેમની આસપાસના લોકોને લાગે છે કે આ પ્રકારના લોકો દંભ અને છેતરપિંડીની દુનિયામાં જીવે છે. તેઓએ તેમના કરતા નીચા લોકો પ્રત્યેનું વલણ બદલવાની જરૂર છે. આ લોકો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ હોઈ શકે છે પરંતુ તેમણે પ્રોફેસનાલિઝમનું પણ પાલન કરવું જોઈએ. તેમ છતાં તેઓ અન્ય લોકો દ્વારા પ્રભાવિત થતા નથી, તેઓ આનંદ પ્રદાન કરતા વાતાવરણથી દૂર થઇ જાય છે.

  આ લોકો પબ્લિક સ્પીટ, રાજકારણ, ગ્લેમર, મીડિયા, મેન્યુફેક્ચરિંગ અને કલાત્મક ક્ષેત્રથી સંબંધિત બિઝનેસમાં કારકિર્દીમાં આગળ વધી શકે છે. વિવાહિત જીવનમાં પણ સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. પરંતુ પ્રોફેશનલ લાઇફમાં પ્રશંસા મળી રહે છે. વાતચીતમાં અને વ્યવહારમાં વિનમ્રતા જાળવવી જોઇએ.  ઉપાયો – નોનવેજ, શરાબ, તમાકુ, લેધર અને અન્ય પશુઓની સ્કિનમાંથી બનેલી વસ્તુઓ વાપરવાનું ટાળવું જોઇએ

  લકી કલર – બ્લૂ

  -આસપાસ સ્વચ્છતા જાળવી રાખો

  -કસરત કરવી હિતાવહ છે.

  -હંમેશા પશુઓની સેવા કરો અને ખવડાવો

  -આયુર્વેદનું અનુસરણ કરો.
  First published:

  Tags: Horoscope, Numerology

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन