Home /News /dharm-bhakti /Numerology Suggestions 17 January : મૂળાક્ષર E અને F ધરાવતા જાતકો સ્વભાવે હોય છે ખૂબ જ ઉદાર, જાણો તેમની ખાસિયત

Numerology Suggestions 17 January : મૂળાક્ષર E અને F ધરાવતા જાતકો સ્વભાવે હોય છે ખૂબ જ ઉદાર, જાણો તેમની ખાસિયત

Numerology Today

Numerology Today, 17 January 2022: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે વ્યક્તિના નામના અક્ષર પરથી પણ તેમના વિષે જાણી શકાય છે. તો ચાલો જાણીએ E અને F આલ્ફાબેટનું મહત્વ અને ઉપાયો

વધુ જુઓ ...
મૂળાક્ષર: E

મૂળાક્ષર Eથી શરૂ થતા નામ ધરાવતા લોકો ઘણા જ બ્રોડ માઈન્ડેડ, આઉટગોઇંગ અને ખુલ્લા મનના હોય છે. તેઓ અન્યનો વિરોધ કરવાની કિંમતે પણ સત્યને જાહેર અને સામે લાવવામાં કરવામાં ક્યારેય અચકાતા નથી. તેમના વિચારો સર્જનાત્મક હોય છે અને આ વિચારોને તે મેગ્નિફિશિયન્ટ એક્શનમાં ફેરવી પૂરા કરે છે. સર્જનાત્મકતા, ક્ષમતા, ખંત અને શારીરિક સહનશક્તિનું સુંદર મિશ્રણ તેમની સફળતાની ખાતરી આપે છે. તેઓ સતત અદ્યતન વિચારો અને જ્ઞાન મેળવવાની બાબતે વિકસતા રહે છે. તેઓ અંત સુધી ક્યારેય હાર માનતા નથી અને પોતાનું ઇચ્છિત લક્ષ્ય હાંસલ કરવા માટે પોતાની જાતને આગળ ધપાવે છે. તેમને પરફેક્શનિસ્ટ પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ તેમની શરતો સાથે સમાધાન કરતા નથી, તેમને ફિનિશર્સ કહેવામાં આવે છે અને સામાન્ય રીતે તેઓ જે પણ કાર્ય હાથમાં લે છે તે પૂર્ણ કરે છે. મૂળાક્ષર Eની આ વિશેષતાઓ ખાસ કરીને પ્રોપર્ટી ડીલમાં ઉચ્ચ સફળતા અને ઓછા નુકસાનની સંભાવના વધારે છે.

મૂળાક્ષર E ધરાવતા લોકોએ સવારમાં ઉઘાડા પગે લીલા ઘાસ પર ચાલવાની ટેવ વિકસાવવી હિતાવહ છે.

લકી કલર- ગ્રીન અને એક્વા

મૂળાક્ષર F:

આ લોકો સ્વભાવે થોડા ઘરેલું પ્રકારના હોય છે. આ મૂળાક્ષરોથી શરૂ થતા નામ ધરાવતા લોકો તેમના ઘરોમાં મજબૂત રીતે જોડાયેલા હોય છે, તેઓ ડોમેસ્ટિક લવર્સ હોય છે. તેઓ અસ્થાયી કારણોસર પણ બહાર હોય તો ઘરની યાદ આવવાની લાગણી અનુભવે છે. તેઓ એક નાના બાળક જેવા હોય છે, પરંતુ આ લક્ષણ તેમના માટે નિરાશા નથી પણ મનોરંજન છે. તેઓ નૈતિક, માનનીય અને સચ્ચાઈના ગુણો ધરાવે છે. સાથે જ તે અન્ય લોકોની સેવા કરવા માટે ઈચ્છુક હોય છે.



તેઓ સ્વભાવે તદ્દન ઉદાર હોય છે. તેમની નિર્દોષતા માટે તો લોકપ્રિય બની જાય છે, જેનો અન્ય લોકો દ્વારા પણ દુરુપયોગ થઈ શકે છે, તેથી તેઓએ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે લોકોના ખરાબ ઈરીદી તેમને નુક્શાન કરી શકે છે. તેમનું હૃદય હંમેશા અન્યને ટેકો આપવા અને મદદ કરવા માટે તૈયાર હોય છે, તેઓ વ્યક્તિગત અથવા વ્યાવસાયિક જીવનમાં ખૂબ સારા ભાગીદારો બનાવે છે. E મૂળાક્ષરના લોકો વફાદાર હોય છે અને તેમણે પસંદ કરેલા સિદ્ધાંતોના માર્ગને અનુસરે છે. તેઓ દેશભક્ત પણ હોય છે અને પોતાના દેશની સેવા કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેઓ વિશ્વાસપાત્ર અને શાંતિપ્રિય લવ પાર્ટનર હોય છે. તમારા ઘરકામમાં મદદ કરતા લોકોને ભણતરમાં મદદ કરવા નાણાંકીય સહાય કરો.

લકી કલર- સ્કાય બ્લૂ અને પિંક
First published:

Tags: Dharm Bhakti, Horoscope, Numerology

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन