Home /News /dharm-bhakti /Numerology Suggestions 14 January: શ્રેષ્ઠ લીડર હોય છે A આલ્ફાબેટથી શરુ થતા નામવાળા લોકો, જાણો તમારા અક્ષરનું મહત્વ અને ઉપાયો

Numerology Suggestions 14 January: શ્રેષ્ઠ લીડર હોય છે A આલ્ફાબેટથી શરુ થતા નામવાળા લોકો, જાણો તમારા અક્ષરનું મહત્વ અને ઉપાયો

Numerology Suggestions

Numerology Today, 14 January 2022: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે વ્યક્તિના નામના અક્ષર પરથી પણ તેમના વિષે જાણી શકાય છે. તો ચાલો જાણીએ A આલ્ફાબેટનું મહત્વ અને ઉપાયો

વધુ જુઓ ...
    વ્યક્તિગત આલ્ફાબેટનું મહત્વ અને અર્થ : આજના નવા આધુનિક જમાનામાં પણ મોટાભાગના ભારતીયો તેમના નવા જન્મેલા બાળકના જન્મ સમયે નામ રાખવા માટે ખાસ નામ આપવા માટે લકી મૂળાક્ષરો(આલ્ફાબેટ) પસંદ કરતા હોય છે. આલ્ફાબેટનું ન્યૂમેરોલોજિકલ અંકશાસ્ત્ર એક શ્રેષ્ઠ અને સુવર્ણ નસીબના દરવાજા ખોલવા માટે જન્મ તારીખ સાથે સુસંગત મૂળાક્ષરો પસંદ કરવાની સુવિધા આપે છે.

    આલ્ફાબેટ A : A આલ્ફાબેટથી શરૂ થતા નામના વ્યક્તિ મહાન ગુણો અને ઉચ્ચ વિચારોથી આશીર્વાદિત હોય છે, પરંતુ તેઓ અતિશય લાગણીશીલ હોઈ શકે છે. જોકે તેઓ પ્રો-લાઈફ વિચારો અને આઈડિયા ધરાવે છે. સાથે સાથે તેઓ આ દુનિયાને એક સુંદર ઉત્તમ સ્થળ બનાવવાની ઉંડી ઈચ્છા પણ ધરાવે છે. મૂળાક્ષર A ધરાવતા લોકો જન્મજાત નેતા(Leaders) હોય છે, તેઓ સાહજિક હોય છે અને યુનિક રીતે આગેવાની લઈ શકે છે. તેઓ તેમના જીવનની સમસ્યાઓના ઉકેલ માટે સર્વગ્રાહી અભિગમ અપનાવે છે, આ ગુણ તેમને લોજિકલ વ્યક્તિઓ બનાવે છે. તેઓ આત્મવિશ્વાસ, શોધક, નવા નિશાળીયા, લીડર્સ અને તર્કસંગત વિચારકો જેવા અસાધારણ ગુણોથી આશીર્વાદ પ્રાપ્ત હોય છે.

    1. ભગવાન સૂર્યને જળ અર્પણ કરો

    2. લકી કલર્સ : પીળો અને વાદળી

    આલ્ફાબેટ B: જે વ્યક્તિનું નામ Bથી શરૂ થાય છે, તેમના વિચારો ભવ્ય અને ઉંચા હોય છે અને સાથે-સાથે તેઓના કામકાજ પણ તેની સંપૂર્ણપણે સુમેળ ખાય છે. તેઓ ઉચ્ચ કાર્યશૈલીની આગવી ઓળખ ધરાવતા બને છે. આ મૂળાંકના લોકો ચર્ચા કરી શકે છે, પરંતુ ક્યારેય દલીલ કરતા નથી. B આલ્ફાબેટ નામના લોકો અંતર્મુખી હોય છે અને પોતાના વિચારોમાં જ ખોવાયેલા માણસ હોય છે. તેમની પાસે ઉચ્ચ કોટીની મહાન કલ્પના હોય છે અને તેઓ કાલ્પનિક વિશ્વમાં જ રહે છે. તેમની આ લાક્ષણિકતાઓ તેમને ક્યારેક ઓછા વ્યવહારુ બનાવે છે, તેમ છતાં તે તર્કસંગત અભિગમ સાથે જટિલતાઓમાંથી બહાર આવવાનો માર્ગ મેનેજ કરી જાણે છે. તેઓ હળવા અંદાજમાં જ આગવી શૈલીમાં જ મિત્રો બનાવે છે અને ખૂબ મુશ્કેલીથી કોઈ પર વિશ્વાસ કરે છે. આ મૂળાંકના લોકો પોતાની જાતમાં ઉંચો રસ ધરાવે છે અને પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરવા સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. જોકે તેમની પાસે આત્મવિશ્વાસનો અભાવ હોય છે અને આ ઉણપ તેમને જીવનમાં ઉન્નતિથી વિરુદ્ધ લઈ જાય છે.



    ભગવાન શિવને દૂધ અભિષેક કરો અને ચંદ્ર ગ્રહના મંત્રનો જાપ કરો.

    લકી કલર્સ : સ્કાય બ્લૂ (Sky Blue)
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Horoscope, Numerology

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन