Home /News /dharm-bhakti /Numerlogy Suggestions 1 February: સ્વભાવે આવા હોય છે નામમાં મૂળાક્ષર T ધરાવતા લોકો, ભગવાન પ્રત્યે ધરાવે છે આવી શ્રધ્ધા

Numerlogy Suggestions 1 February: સ્વભાવે આવા હોય છે નામમાં મૂળાક્ષર T ધરાવતા લોકો, ભગવાન પ્રત્યે ધરાવે છે આવી શ્રધ્ધા

Numerology Suggestions 31 January

Numerology Suggestions 1st Feb : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે વ્યક્તિના નામના અક્ષર પરથી પણ તેમના વિષે જાણી શકાય છે. તો ચાલો જાણીએ T આલ્ફાબેટનું મહત્વ અને ઉપાયો

વધુ જુઓ ...
    મૂળાક્ષર T:

    જે લોકોના નામ T મૂળાક્ષરથી શરૂ થાય છે, તેઓ તેમના દ્વારા કરવામાં આવતા તમામ કાર્યો અને તેમના દ્વારા મળતા પરિણામોથી સંપૂર્ણપણે સંતુષ્ટ હોય છે. આ મૂળાક્ષરના લોકો બુદ્ધિશાળી અને સમજદાર હોય છે અને પોતાની બુદ્ધિના માધ્યમથી પોતાના જીવનમાં સફળતા ઈચ્છે છે. તેઓ તેમની જાતમાં અને પોતાની ક્ષમતામાં પુષ્કળ વિશ્વાસ ધરાવે છે, તેઓ સ્વભાવે સ્વતંત્ર અને નિર્ણાયક છે. તેઓ તેમના ઉદ્દેશ્યો વિશે ઓછામાં ઓછી મૂંઝવણ અનુભવતા હોય છે અને તેમાં ખૂબ જ સ્પષ્ટતા ધરાવે છે. તેઓ તેમના સિદ્ધાંતો અને મહત્વાકાંક્ષાને વળગી રહે છે અને કોઈપણ પરિસ્થિતિમાં આ લોકો પોતાની આઈડિયોલોજીને બગાડતા નથી કે તેની સાથે સમાધાન કરતા નથી.

    તેઓ ઘણા જ ચાર્મિંગ હોય છે અને ભીડમાં પણ અલગ જ ઓળખાઈ આવતા હોય છે. તેઓ સામૂહિક રીતે લોકોનુ ધ્યાન આકર્ષિત કરતા હોય છે. તેથી તેઓ અત્યંત સફળ નેતા પણ સાબિત થાય છે. તેઓ સંપૂર્ણપણે ધાર્મિકવૃત્તિના હોય છે. આ મૂળાક્ષરના લોકો તેમની આધ્યાત્મિકતા વિવિધ સ્વરૂપોમાં હોઈ શકે છે. તેઓ વાસ્તવમાં ધાર્મિક વિધિઓના પરંપરાગત સ્વરૂપને વળગી રહેતા નથી. તેઓ તેમના દેશ પ્રત્યે લાગણી ધરાવે છે અને ભગવાન પ્રત્યે ખૂબ જ નિષ્ઠા ધરાવતા હોય છે, આ લોકો પોતાન ઉદાર અને દયાળુ વર્તનને કારણે ભીડમાં પણ તેમનું આગવું વ્યક્તિત્વ ધરાવતા હોય છે. તેઓ હંમેશા સ્મિત સાથે અન્યને મદદ કરવાની લાગણી અનુભવે છે જે તેમને ખાસ બનાવે છે.

    આ મૂળાક્ષરો ધરાવતી સ્ત્રીઓ ખૂબ જ પ્રતિભાશાળી અને સર્જનાત્મક હોય છે, તેઓ સારા શિક્ષકો, લેખકો દિગ્દર્શકો, ચિત્રકારો,ડાન્સર અને કૂક બને છે. આ નામના લોકો મેઇલ કાઉન્સેલિંગ, ફાઇનાન્સ એજ્યુકેશન, ટ્રેનિંગ, પોલિટિકસ અને એનિમેશનના ક્ષેત્રમાં ઉત્તમ કામ કરે છે. આ નામવાળી કંપનીઓ પ્રોડક્ટ સેક્ટર કરતાં વધુ સર્વિસ સેક્ટરની છે. આ મૂળાક્ષરો રમતગમત કરતાં એનિમેશન ઉદ્યોગ જેવી સર્જનાત્મક કલા તરફ વધુ વલણ ધરાવે છે. આ મૂળાક્ષરોએ તીર્થંકરો જેવા મહાન આધ્યાત્મિક લોકો પણ આપણને આપ્યા છે.



    લકી રંગ- વાદળી અને સફેદ

    લકી દિવસ- સોમવાર

    દાન: આશ્રમમાં અથવા ગરીબોને દૂધ અથવા સફેદ મીઠાઈનું દાન કરો

    કાર્યસ્થળ અથવા ઘરની પૂર્વ દિશાની દિવાલમાં વિન્ડ ચાઈમ અથવા ફુવારા જેવી અથવા તરતી વસ્તુઓ રાખો
    First published:

    Tags: Dharm Bhakti, Horoscope, Numerology

    विज्ञापन